કોરોના દર્દીઓ માટે આ લેડી ડોક્ટરે પાછા ઠેલ્યા પોતાના લગ્ન, અને પરિવારને કહ્યું કે..

જાણી લ્યો! આ ડોક્ટર કે જેણે કોરોના વાઈરસના દર્દીઓ માટે જે કર્યું, તે સાંભળીને તમારી છાતી ગર્વ અનુભવ્યા વગર નહીં રહી શકે

image source

દરેક છોકરી માટે તેનું લગ્ન જીવન તેની સૌથી સુંદર પળ હોય છે. તે લગ્નના અનેક સપના જોતી હોય છે. આવી જ રીતે ૨૯ માર્ચે કેરળની એક ડોક્ટર માટે તેના જીવનનો યાદગાર દિવસ થવાનો હતો, આ દિવસે તેના લગ્ન દુબઇના એક બિઝનેસમેન સાથે થવાના હતા. પરંતુ કોરોના વિરુદ્ધ થનારી લડાઇને કારણે તે મહિલા ડોક્ટરને લગ્નના કપડાની જગ્યાએ પ્રોટેક્ટિવ સૂટ અને માસ્કને પહેરવાનું વધુ જરૂરી લાગ્યું.

image source

૨૧ વર્ષીય શિફા મોહમ્મદ , જે એક હાઉસ સર્જન છે, હાલમાં આઇસોલેશન વોર્ડમાં દર્દીઓની સારવાર કરે છે. ૨૯ માર્ચે તેના લગ્નના દિવસે તે કન્નુરમાં પેરિયારમ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપતી હતી. શિફાએ પોતાના થનારા પતિ અને પરિવારને કહ્યું હતું કે “લગ્ન રાહ જોઇ શકે છે પરંતુ તડપતા દર્દીઓ નહીં”. શિફાના સાસરિયા પણ તેના નિર્ણયથી ખુશ થઇ ગયા અને લગ્નને પાછળ ઠેલવાનો નિર્ણય લીધો.

શિફાના પિતા એનસીપી નેતા મુક્કમ મહમ્મદ કહે છે કે દરેક યુવતી માટે લગ્નનો દિવસ સૌથી ખાસ હોય છે. પરંતુ મારી દીકરીએ સામાજીક અને પ્રોફેશનલ ડ્યુટી માટે પોતાની જરૂરિયાતોને એક તરફ રાખી દીધી. મોહમ્મદનું કહેવું છે કે જ્યારે અમે થનારા પતિ અનસ મોહમ્મદને આ વાત કરી તો તે પણ સરળતાથી માની ગયા હતાં. તેઓ કહે છે કે હું એક સામાજિક કાર્યકર્તા છું અને મારી પત્ની એક શિક્ષક છે. મારી દીકરીએ સામાજિક ભાવનાને ઉપર રાખી છે.

image source

શિફાના મોટા ભાઇ પણ ડોક્ટર છે. તેઓ હાલ કોઝિકોડમાં તહેનાત છે. પોતાના નિર્ણય અંગે શિફાનું કહેવું છે કે આ નિર્ણય લેવો સરળ નહોતો. પરંતુ મેં કોઇ મહાન કામ કર્યું નથી. માત્ર મારી ફરજ અદા કરી છે. તેણે કહ્યું હતું કે મારા જેવા અનેક લોકો છે જેમણે પોતાના લગ્નને પાછળ ઠેલ્યા છે. હું પણ તેમાંની એક છોકરી છું. હા! એ સાચુ કે જે દિવસે મારા લગ્ન હતાં, એ દિવસે મેં લગ્નના કપડાં પહેરવાની જગ્યાએ સ્પેશિયલ પ્રોટેક્શન સૂટ પહેરી દર્દીઓની દેખભાળ કરી. પરંતુ મને આવું કરવું ગમ્યું હતું.

image source

થોડા સમય પહેલા આવું જ ચીનના ઝેંજિયાંગ પ્રાંતમાં થયું હતું. અહીં નર્સ ચેન યિંગે આ મહામારી સામેની લડાઇમાં એ સાબિત કર્યું કે દેશ માટે પ્રેમ પણ રાહ જોઇ શકે છે. ૨૪ વર્ષીય ચેને ૨૦ માર્ચે પોતાના ફિયાંસ હુઆંગ સાથે વગર કોઇ બેન્ડ બાજાએ લગ્ન કર્યા હતાં. પહેલા બંનેના લગ્ન ૪ ફેબ્રુઆરીએ થવાના હતાં. પરંતુ એ સમયે ચીન કોરોનાની મહામારીમાં ફસાયેલું હતું. ચેન અન્ય નર્સની જેમ પોતાના જીવના જોખમે કોરોના સામે લોકોની રક્ષા કરી રહી હતી. આથી બંનેએ લગ્ન આગળ ઠેલવાનો નિર્ણય લીધો હતો.

image source

શિફાએ ટાંકીને જણાવ્યું છે કે, “સાચું છે, લગ્નના દિવસે હું કોરોના વોર્ડમાં હતી અને મારા કેટલાક મિત્રોએ મને લગ્નના દિવસે મારા હોસ્પિટલનાં પોશાકમાં જોઇને મને ચીડવી પણ હતી. પરંતુ હું હંમેશા મારા દર્દીઓની સેવા કરવામાં આનંદ માણું છું. હું તેના વિશે વધુ વાત કરવા માંગતી નથી કારણ કે મેં ફક્ત મારા દર્દીઓ પ્રત્યે મારી ફરજ બજાવી છે. ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ