કેરળનો આ શખ્શ ટકલું કરાવીને વીગ નીચે છૂપાવીને લાવ્યો ૧ કિલો સોનુ..

કેરળના વતનીએ સોનાની દાણચોરી માટે મુંડન કરાવ્યું

વિશ્વના બજારમાં સોનાના ભાવમાં સતત વધઘટ ચાલી રહી છે. સોનુ પહેલેથી જ લોકોમાં પ્રિય રહ્યું છે. એટલું જ નહીં સોનુ સંકટ સમયની સાંકળ કહેવાય છે. કહેવાય છે કે સોનામાં કરેલું રોકાણ લગડી સ્વરૂપ હોય છે અને એટલે જ સોનુ મેળવવા માટે લોકો અવનવા હથકંડા અજમાવતા હોય છે.

image source

સોનાની દાણચોરી રોકવા માટે અને વિદેશમાંથી ભારતમાં સોનુ લાવવા માટે સરકારે ખાસ નિયમો બનાવ્યા છે ઉપરાંત સોના ઉપર આખરી જકાત પણ નાખી છે .ત્યારે લોકો પણ જાતજાતની યુક્તિઓ અજમાવીને સોનાની દાણચોરી કરવાનો પ્રયત્ન કરે છે.

image source

તાજેતરમાં જ બહાર આવેલો કેરલના કોચી એરપોર્ટ નો કિસ્સો નવાઈ પમાડે તેવો છે. કેરળના માલાપુરમના રહેવાસી નૌશાદ શનિવારના રોજ શારજાહથી ભારત પરત ફર્યો ત્યારે તેની હેર સ્ટાઈલ જોઈને કસ્ટમ અધિકારીઓને તેના પર શંકા ગઈ.

image source

અધિકારીઓએ તેની પૂછપરછ શરૂ કરી તેની તપાસ કરતા નૌશાદે વિગ નીચે સંતાડી રાખેલી સોનાની પોટલી મળી આવી હતી જેમાં એક કિલો સોનુ સંતાડીને લાવવાનો પ્રયત્ન થયો હતો.

image source

કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિટેક્ટરમાં નૌશાદની તપાસ દરમિયાન માથામાં ધાતુ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. નોશાદે ખાસ સોનુ લાવવા જ પોતાના વાળનું મુંડન કરાવ્યું હતું.પોલીસે નૌશાદની ધરપકડ કરી હતી.

image source

થોડા સમય પૂર્વે આસામના દિબૃગઢ એરપોર્ટ ઉપર પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો જેમાં સીઆઇએસએફ અધિકારીઓએ એક પ્રવાસી ના પેટ માંથી દોઢ કિલો સોનાના નવ બિસ્કીટ પકડી પાડ્યા હતા. સોનાની દાણચોરી કરનાર મોટી ઉંમરની આ વ્યક્તિએ જણાવ્યું હતું કે શરીરના અવયવોમાં સંતાડીને લઇ આવવા માટે અઢળક મોટી રકમ તેમને ઓફર કરવામાં આવે છે.

image source

સોનુ કિંમતી ધાતુ તો છે જ પરંતુ ભારતમાં લગ્ન પ્રસંગો એ સોનુ આપવા લેવા ના રિવાજ ને કારણે પણ ભારતમાં સોનાની માંગ વધારે છે જેના કારણે પણ સોનાની દાણચોરીને વધુ અવકાશ રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ