જાણો કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ, સાથે જાણો આ દિવસે ગંગા સ્નાન અને દાનનું શું છે ખાસ મહત્વ

જાણી લો કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ, આ દિવસે ગંગા સ્નાન અને દાનનું શુ છે મહત્વ?

આખા વર્ષમાં કુલ 12 સંક્રાતિ હોય છે પણ એમાંથી ચાર સંક્રાતિ મેષ, કર્ક, તુલા અને મકર સંક્રાતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પોષ માસમાં સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ મકરસંક્રાંતિના રૂપમાં ઓળખાય છે. સૂર્યનું મકર રેખામાંથી ઉત્તરી કર્ક રેખા તરફ જવાના ઉત્તરાયણ અને કર્ક રેખામાંથી દક્ષિણી મકર રેખા તરફ જવાને દક્ષિણાયન કહેવાય છે.

દેવતાઓના દિવસ રાત.

image source

શાસ્ત્રો અનુસાર ઉત્તરાયણ દેવતાઓના દિવસ અને દક્ષિણાયન દેવતાઓની રાત્રી હોય છે. સૂર્ય જયારે દક્ષિણાયનમાં રહે છે તો એ અવધીને દેવતાઓ રાત્રે અને ઉત્તરાયણના છ માસને દિવસ કહેવામાં આવે છે. દક્ષિણાયનને નકારાત્મકતા અને અંધકારનું પ્રતીક તથા ઉતરાયણને સકારાત્મકતા તેમજ પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે.

image source

ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહવત જણાવતા ગીતાના આઠમા અધ્યાયમાં કહ્યું છે કે ઉત્તરાયણના 6 માસમાં શુભ કાળમાં જ્યારે ભગવાન ભાસ્કર દેવ ઉત્તરાયણ થાય છે તો પૃથ્વી પ્રકાશમય રહે છે અને આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો અને આવા લોકો બ્રહ્મને મેળવે છે.

image source

એનાથી વિપરીત સૂર્યના દક્ષિણાયન થવાથી પૃથ્વી અંધકારમય હોય છે અને આ અંધકારમાં શરીરનો ત્યાગ કરવાથી પુનઃ જન્મ લેવો પડે છે. મકરસંક્રાંતિના દિવસે યજ્ઞમાં આપેલા દ્રવ્યને ગ્રહણ કરવા માટે દેવતા ધરતી પર અવતરિત થાય છે તેમજ એ જ માર્ગે પુણ્યતમાં શરીર છોડીને સ્વર્ગ લોકમાં પ્રવેશ કરે છે.

શનિના દોષ દૂર થાય છે.

આ દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનીને મળવા સ્વયં એમના ઘરે જાય છે. કારણ કે શનિદેવ મકર રાશિના સ્વામી છે, એમાં સૂર્યના પ્રવેશ માત્રથી શનિનો પ્રભાવ ઓછો થઈ જાય છે કારણ કે સૂર્યના પ્રકાશ સામે કોઈ નથી ટકી શકતું. મકરસંક્રાંતિ પર સૂર્ય શનિની સાધના અને એનાથી સંબંધિત દાન કરવાથી બધા જ શનિના દોષ દૂર થાય છે.

image source

શુ છે પૌરાણિક માન્યતાઓ.

શાસ્ત્રો અનુસાર મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુના અંગુઠાથી નીકળેલી દેવી ગંગાજી ભગિરથના પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ થઈને સાગરને મળી હતી અને ભગીરથના પૂર્વજો મહારાજ સાગરના પુત્રોને મુક્તિ આપી હતી. એટલે એ દિવસે બંગાળમાં ગંગાસાગર તીર્થમાં કપિલ મુનિના આશ્રમ પર એક વિશાળ મેળો ભરાય છે. ગંગાસગરમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. એક અન્ય પૌરાણિક પ્રસંગ અનુસાર ભીષ્મ પિતામહ મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી સૂર્યના ઉત્તરાયણ હોવાની રાહમાં મકરસંક્રાંતિએ પ્રાણ ત્યાગયા હતા. એવી પણ માન્યતાઓ છે કે આ દિવસે યશોદાએ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું હતું.

સ્નાન, દાનનું મળે છે ફળ.

image source

પદમ પુરાણ અનુસાર ઉત્તરાયણ કે દક્ષિણાયન શરૂ થવાના દિવસે જે પુણ્ય કર્મ કરવામાં આવે છે એ અક્ષય હોય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ. એવુ કરવાથી દસ હજાર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ સમયે કરેલું તર્પણ દાન અને દેવ પૂજન અક્ષય હોય છે. એ દિવસે ઉનના કપડાં, ધાબળા, તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ કે ખીચડી દાન કરવાથી સૂર્ય નારાયણ તેમજ શનિની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે ” માઘ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે બધા લોકો તીર્થોના રાજા પ્રયજ્ઞ પાવન સંગમ તટ પર આવે છે. દેવતા, દૈત્ય, કિન્નર અને મનુષ્યોના સમૂહ બધા આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે.”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ