કેમ કુદરત આવું કરતી હશે… વાંચો ખૂબ લાગણીસભર વાત…

દીકરી એ બાપની લાડકી હોય પણ માં ની તો પરછાઈ. દીકરી જન્મે ત્યારથીજ મા વિચારે એને દુનિયાની તમામ ખુશી હું આપીશ મારી લાડકી મારા જેવું નહી જીવે!! પછી એ તમામ અધૂરી ઈચ્છા ઓ જે એને કરવા નથી મળ્યું તે બધુજ દીકરી ને આપવા માંગે છે.


તમને ખબર છે??? દીકરી બાપની લાડકી કેમ હોય?? એ બિલકુલ એની માં જેવી દેખાય છે!! એટલે અને માં દીકરાને પ્રેમ વધારે કરે છે એવું નથી પણ!!! દીકરો એના બાપની કોપી હોય છે !!!!એટલે વધારે ગમે છે. અને આ આકર્ષણ રહેવાનું !!!!!! કારણ કે પતિ પત્ની . એકબીજાને એટલો પ્રેમ કરે છે અને બાળકો એ પ્રેમની પરછાઈ હોય છે માં બાપ માટે તો બધાં બાળકો માટે પ્રેમ એક સરખોજ હોય છે.

હું આજે તમને એક માં ના દિલ ની વાત કરું છું કે માં દીકરી માટે શું કરી શકે છે. રીટા ને હું 20 વર્ષ થી જાણું અમે બંને ઘણી વખત મળ્યા એને એકજ બેબી અને મારે એક બાબો અને બેબી રીટા ની દીકરી મારી દીકરી કરતા 2 વર્ષ મોટી અમે બંને નોકરી કરતી મહિલાઓ એટલે મારી અને રીટા ની તકલીફ એક જ સરખી કે બેબી ને ડે કેર માં મૂકી જવાનું અને સાંજે જતી વખતે લેતા જવાનું આમ કરતા દિકરીઓ મોટી થઇ એટલે અમે ડે સ્કૂલમાં માં મૂકી સવારે જાય સાંજે અમે આવીએ ત્યારે આવે આમ દીકરી મોટી થતી ગઇ એમનું ભણવાનું બરાબર ચાલુ થયું અને આમ અમારે પણ મળવાનું ઓચ્છુ થયું અને બધા બીઝી થઇ ગયા અને રીટા ની બદલી થઇ ગઇ એટલે ઘણા વર્ષો સુધી અમારે મળવાનું થયું નહી અને આમજ એક દિવસ હું બેન્કમાં ગઇ ત્યાં મને રીટા મળી ગઇ અમે એકબીજાને.


જાણે વર્ષો પછી મળયા હોય તેમ ભેટી પડ્યા અને ખુબ ખુસ થઇ ગયા એને પુછયુ તું કેમ છે? તારા બંને બાળકો શું કરે છે મેં કીધું બને મજામાં છે દિકરી બી ઈ કરે છે ને દીકરો 12 માં છે બસ તો પછી દીકરી ને આગળ ભણવા બહાર મોકલી આપ મેં કીધું હા એવુજ વિચરુંયું છે જોવ
હવે બાળકો શું કહે છે.!!મેં કીધું તું બોલ તારી દીકરી શું શું કરે છે એને કીધું અમેરિકા માં છે માસ્ટર કરવા ગઇ છે.


ઓં…. વેરી.. nice.. ખુબ સરસ..ચાલ તારેતો એક જ દીકરી છે એટલે વાંધો નથી ખર્ચ ને પણ પોંચી વડાય ને તારી દીકરી પણ હોશિયાર છે એટલે વાંધો નહી આવે ત્યા બસ પછી અમે ત્યાંથી છુટા પડ્યા અને ફરી મળીશું એવો વાયદો કર્યો અને પાછા અમે અમારા કામમાં લાગી ગયાં અમારી આ મુલાકાત ને એક વર્ષ થયું હું ઘણી વખત વિચારતી કે રીટા એ ઘર બદલ્યું છે અને ફોન પણ નથી લાગતો અને હું પણ મારા કામ અને બાળકોની જંજાળ માં એને ભૂલી ગઇ.. અને એક દિવસ એક પ્રસંગે અમે બંને મળી ગયા.. મેં એને મજાક માં કીધું ઓ…..તું તો એન આર આઈ પાર્ટી..અને એનું મો પડી ગયું મને થયું મેં કોઈ ભૂલ કરી કે શું???પણ એને કીધું દીકરી પાછી આવી ગઈ છે એને ત્યાં મેડિકલ પ્રોબ્લેમ થયો મેં કીધું ઓ..સોરી.. યાર ..પણ શું પ્રોબ્લેમ થયો એ તો કે અને એને કીધું એક દિવસ એને ત્યાં તાવ આવ્યો અને ત્યાં ડોક્ટર ને બતાવવા ગઈ તો ડો..


એક ઇન્જેક્શન આપ્યું બીજા દિવસે એને સારું થવાને બદલે એની તબિયત વધુ બગડી અને dr ..પાસે લઇ ગયા એડમિટ કરવામાં આવી ત્યાં મારી દીકરી એકલી એટલે અમે અહીથી ફોન પરજ વાત કરતા અને હું મારી દીકરીને અહી લઇ આવવા જાતે વિઝા કરાવી ત્યાં ગઇ અને મારી દીકરી ને ઇન્ડિયા લઇ ને આવી અહી લાવી મેં તેને અહીની સારામાં સારી હોસ્પિટલ માં દાખલ કરી બધું જ નવેસરથી કરાવ્યું નવા રિપોટ ને સોનોગ્રાફી કરાવી અને શા માટે આટલી બીમાર થઇ તેની તપાસ કરી ત્યારે ખબર પડી કે તેને ત્યાંના ડૉક્ટર ની દવા જે હાઈ ડોઝ ઇન્જેકશન આપ્યા તેનાથી તેની કિડની ફેઈલ થઇ ગઈ છે અને અને રીટા ની આંખ માંથી ટપ ટપ આંસુ બહાર આવ્યા !!મને પણ ખુબ દુઃખ થયું પણ મેં એને કહ્યું તું ચિંતા ના કર બધું સારું થઇ જશે..!!અને થોડા દિવસ પછી મને ખબર પડી કે રીટા ની દિકરી ની તબિયત સારી નથી એટલે હું ત્યાં ગઈ !તો ખબર પડી કે તે ડાયાલીસીસ પર છે અને હવે કોઈ કિડની ડોનેટ કરે તો જ એ બચી જાય અને ત્યાંજ રીટા એ કીધું મારી કે મારી દીકરી ને હું જીવાડીશ !!અને પોતાની દીકરી માટે એક જનેતા !!


પોતાની કિડની આપવા તૈયાર થઇ અને એક દિવસ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જ્યાં માં ની કિડની દીકરીને આપવામાં આવી અને ઓપરેશન સફળ થયું માં દીકરી બંને ખુશ્ રીટા પોતાની દીકરી ને જોતી અને ખુશું થતી ને દીકરી મા ની મહાનતા નું ઋણ કયારે ચુકવીશ એમ વિચારી બંને એકબીજા માટે આદર ભાવ થી રેહવા લાગ્યા અને રીટા ના પતિ પત્ની ની મહાનતા અને દિકરી સારી થઇ ઘરે આવી તે વિચારી ભગવાનનો આભાર માનવ લાગ્યાં

બે વર્ષ સુધીબધું બરાબર ચાલ્યું દિકરી સારી થઇ ગઈ કામ કરતી થઇ નાનું મોટું કામ કરતી રીટા એ પણ જોબ ચાલુ કરી દીધી પણ રીટા પહેલા જેવી ખુશ નથી દેખાતી એ એક જ વિચરમાં રેહતી મારી દીકરી ને આવું ના થયું હોત તો આજે 25 વર્ષ ની દીકરી નું લગ્ન હું પણ ખુબજ ધામ ધૂમ થી કરત મારે તો એક જ દીકરી છે. મારે ક્યાં ચિંતા છે બીજાની !!અને ઘરે જાય ત્યારે દિકરી ને જોઈ પાછી ખુશ થઇ જતી .ભલે લગ્ન ના થાય પણ મારી દીકરી મારી પાસે તો છેને બસ એટલુંજ બવ છે.!!!


અને આ વાતને બે વર્ષ જેટલો સમય થયો અને હું એક દિવસ રીટા ની ઓફિસ ગઇ ત્યારે ખબર પડી રીટા રજા ઉપર છે મેં પુછયુ એના સ્ટાફને કેમ બહાર ગઈ છે ??? તો સ્ટાફ માંથી એક બેન બોલ્યા બેન એમની દીકરી ઓફ થઇ ગઈ …અને ત્યાંજ મને જાણે વ્રજઘાત પડ્યો હોય તેવો આંચકો લાગ્યો..કેમ?? કેવી રિતે?? શું થયું ?? અને પેલા બેન એટલુંજ બોલ્યા કે બેન બીમાર થઇ ગઇ હતી યુરિનમાં તકલીફ થઇ અને સોજા આવી ગયા હતા.

હું સુન મૂન થઇ ગઈ !!ઘરે આવી બસ એકજ વાત વિચારી કે એક માં એ પોતાની દિકરી ને જીવાડવા પોતાની કિડની આપી તોય હે ઈશ્ર્વર તારે ત્યાં શું ખોટ પડી કે તે આ મા ની દીકરી ને લઇ લીધી..પણ ઇશ્વર ની મરજી આગળ આપણું ક્યાં ચાલે છે.

લેખક : નયના નરેશ પટેલ

દરરોજ અવનવી માહિતી અને પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ