જલ્સા કરોને જેંતીલાલ

કેળાની છાલના આ ફાયદાઓ જાણી તમે ક્યારેય કેળાની છાલ ફેંકવાની ભૂલ નહીં કરો !

કેળું એ સામાન્ય રીતે બધા જ લોકોનું પ્રિય ફ્રૂટ છે. બાળકો બીજા બધા ફ્રૂટ ખાવામાં ભલે નખરા કરે પણ મોટે ભાગે કેળુ તો ખાઈ જ લેતા હોય છે. કેળામાં વિટામિન્સ, મિરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ એક એવું ફળ છે જે તમારા વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે અને વજન વધારવામાં પણ મદદ કરે છે. તેનાથી અતિસારની સમસ્યા પણ દૂર થાય છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. ટુંકમાં તે તમારી પાચનક્રિયાને સંતુલિત રાખે છે.


કેળાને ખાવાના ફાયદા વિષે સમાન્ય માણસોને ઘણી જાણકારીઓ છે પણ કેળાની છાલ કે જેને આપણે કેળુ ખાઈને કચરાપેટીમાં જવા દઈએ છે તેના પણ એટલા જ ફાયદા છે. તે પછી આંતરિક હોય કે બાહ્ય.

કેળાની છાલથી આંતરિક શરીરને થતાં ફાયદા

કેળાની છાલમાં રહેલું લુટીન તત્ત્વ તમારી આંખ માટે ફાયદાકારક છે તે આંખમાં મોતિયો નથી આવવા દેતું.


કેળાની જેમ જ કેળાની છાલમાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ તેમજ એન્ટિ ઓક્સિડન્ટ સમાયેલા હોય છે. જેમાંનું વિટામિન એ, તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

કેળાની છાલમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ તેમજ મેગ્નેશિયમ સમાયેલા હોય છે જે તમારા શરીર માટે અત્યંત જરૂરી ખનીજ તત્ત્વો છે.

કેળાની છાલનું સેવન કરવાથી તમારું મન પ્રસન્ન રહે છે. આ એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. સંશોધનકર્તાઓ જણાવે છે કે કેળાની છાલમાં રહેલું સેરોટિનન નામનું તત્ત્વ તમને ડિપ્રેસ નથી થવા દેતું.


તેના માટે તમારે એક ગ્લાસ પાણીમાં કેળાની છાલ નાખી તેને દસ મિનિટ ઉકાળીને તે પાણીનું સેવન કરવું. તેનાથી તમને માનસિક આરામ મળશે. એક અહેવાલ પ્રમાણે આ પીણું તમારા હૃદયને પણ મજબૂત બનાવે છે.

જો લીલા કેળાની છાલનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલું ટ્રિપટોફન નામનું તત્ત્વ તમને રાત્રે સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે.


જ્યારે પાક્કા કેળાની પીળી છાલમાં કેન્સર વિરોધી તત્ત્વો સમાયેલા હોય છે, જે શ્વેત રક્ત કણોને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ એક જાપાનિસ વૈજ્ઞાનિક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે.

કેળાની છાલથી બાહ્ય શરીરને થતાં ફાયદા

ચહેરા પર થતાં ખીલ એ કીશોરાવસ્થા તેમજે યુવાનીની ત્વચા સંબંધી સૌથી મોટી સમસ્યા હોય છે. તો ચહેરા પર નિયમિત કેળાની છાલ ઘસવાથી આ સમસ્યા ઘણા બધા અંશે દૂર થઈ જાય છે.

શરીર પરના રેશિશ દૂર કરે છે


ગરમી કે પછી ચુસ્ત કપડાંના કારણે જો તમારા શરીર પર ક્યાંય ચકામાં પડી ગયા હોય એટલે કે રેશિશ પડી ગયા હોય તો તેના પર કેળાની છાલ ઘસવાથી તે દૂર થાય છે.


કેળાની છાલનો અંદરનો ભાગ છે તેને જો દાંત પર ઘસવામાં આવે તો તમારા પિળા દાત દૂધ જેવા સફેદ થઈ જાય છે અને સાથે સાથે ચમકીલા પણ બને છે.

જો તમારા શરીર પર મસા નિકળવાની સમસ્યા રહેતી હોય તો તેમાં પણ કેળાની છાલ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે તમારે કેળાની છાલને મસા પર લગાવી તેના પર સેલોટેપ કે પછી બેન્ડેડ લગાવી દેવી. આ પ્રયોગ થોડા દિવસ કરવાથી મસા દૂર થઈ જાય છે.

છોડના ખાતર તરીકે કેળાની છાલનો ઉપયોગ


જે કામ તમારું રાસાયણિક ખાત નથી કરતું તે કામ કેળાની છાલ કરે છે. તે તમારા છોડવાઓમાં નવો જીવ ફૂંકે છે. તેના માટે તમારે કેળાની છાલના ટુકડા કરીને તેને બે દિવસ પાણીમાં પલાળી રાખવા અને બે દિવસ બાદ તે પાણીને તમારે તમારા છોડના કુંડા તેમજ છોડ પર સ્પ્રે કરી દેવું. તેનાથી મૃત થઈ ગયેલા છોડવામાં પણ નવો જીવ ફુંકાય છે અને છોડ પર પાંદડાનો ગ્રોથ વધે છે.


નોંધઃ આજે મોટા ભાગના બધા જ ફળ તેમજ શાકભાજીઓ પર જંતુનાશકોનો ભરપૂર છંટકાવ કરવામાં આવતો હોવાથી દરેક શાકભાજી તેમજ ફળો પર તે જંતુનાશકોના અવશેષો રહેલા હોય છે માટે કેળાની છાલનું સેવન કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે તેના પર કોઈ ઝેરી તત્ત્વ ન હોય.

આ ઉપરાંત કેળાની લીલી કાચી છાલનુ સેવન તેને ઉકાળીને કરવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version