કેળાના થડમાંથી નવસારી કૃષિ યુનિ.એ એક જોરદાર કાગળ બનાવ્યું, 700 વર્ષ સુધી કંઈ ન થાય અને આટલા બધા ઉપયોગ

ગુજરાતમાં હવે નવી નવી શોધ નિરંતરે શરૂ જ છે. એક તરફ કોરોના હેરાન કરે છે પરંતુ એવા સમયે પણ ગુજરાત પોતાની સિદ્દિ હાંસલ કરી રહ્યું છે અને વિશ્વ લેવલે ડંકો વગાડી રહ્યું છે. ત્યારે હવે આવું જ સરસ કામ નવસારી કૃષિ યુનિવર્સિટીએ એક સંશોધન કરીને કર્યું છે અને હાલમાં તેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. સામાન્ય રીતે ભારતમાં કેળાની ખેતી માત્ર ફળ પકવવા માટે થાય છે. ફળ લીધા બાદ કેળના થડનો ઉપયોગ ક્યાંય થતો ન હતો. પરંતુ આ થડનો ઉપયોગ ઉચ્ચ કક્ષાની સ્ટેશનરી બનાવવા અને કરન્સી નોટ બનાવવા માટે પણ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે સ્ટેશનરીમાં વપરાતાં વિવિધ કાગળ, વિઝિટિંગ કાર્ડ, સાઉન્ડ પ્રુફ શીટ, મજબૂત થેલી વગેરે આ બધું જ કેળાંના થડમાંથી બને છે. સાથેજ દરેક દેશની ઓળખ અને આર્થીક નિર્ભરતા રહે છે તેવી કરન્સી નોટમાં પણ કેટલાક અંશે આ ફાઈબરનો સમાવેશ મજબૂતી અને ફોલ્ડિંગ કેપેસિટી વધારવા માટે ઉપયોગી થાય છે.

image source

જો વિગતે વાત કરીએ તો નવસારી કૃષિ યુનિવર્સિટીના કેળા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ચિરાગ દેસાઈ અને તેમની ટીમે બિનઉપયોગ થડમાંથી ખાસ પ્રોસેસ દ્વારા ફાઈબર છૂટું પાડીને યાર્ન બનાવી તેમાંથી ફેબ્રિક્સનું નિર્માણ કર્યું છે. ચિરાગ દેસાઈએ જણાવ્યું છેકે આ કાગળનું આયુષ્ય 700 વર્ષ છે અને જૂની કરન્સી નોટ કરતા આ કાગળમાંથી બનેલી નોટ ત્રણ ગણી વધારે ટકી શકે છે. આ મામલે વાત કરતાં ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, બનાના ફાઈબરમાંથી બનાવવામાં આવેલા પેપરની લાઈફ લાંબી હોય છે અને ક્વોલિટી સારી હોય છે. જેના કારણે જો આ પેપરનો ઉપયોગ સરકારના અગત્યના દસ્તાવેજો બનાવવા, ચેકબૂક બનાવવા માટે કર્યે તો સારો ફાયદો બની શકે છે.

image source

ચિરાગે વધુમાં ફાયદાઓ વિશે વાત કરી હતી કે, આ કાગળનો ઉપયોગ વિદ્યાર્થીઓની માર્કશીટ, સર્ટિફિકેટ કે જેમને લાંબો સમય સુધી ટકાવી રાખવાના હોય છે. જો બનાના પેપરમાંથી તેને બનાવવામાં આવે તો સારો ફાયદો મળી શકે છે. 2008-09માં જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે કેળાના ફાઇબરમાંથી શું-શું બનાવી શકાય તે અંગે કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાંથી પેપર બનાવવા જૂદા-જૂદા કામો શરૂ કર્યા. કારણ કે ફિલિપાઇન્સ અને જાપાનમાં કરન્સી નોટમાં બનાના ફાઈબરનો ઉપયોગ થાય છે. તેના આધારે આપણે આગળ કામ કરીને કરન્સીકક્ષાના કાગળો, જૂદા-જૂદા હેન્ડ મેડ કાગળો બનાવી શકીએ એ માટે કામગીરી શરૂ કરી હતી.

image source

વધારે માહિતી શેર કરતાં ચિરાગે કહ્યું કે- 2008-09થી 2012-13 સુધી તેમાં જૂદા-જૂદા અખતરા કરીને પાંચ વર્ષ બાદ આપણે સારી અને ઉચ્ચ ગુણવત્તાના બનાના ફાઈબર પેપરનો ઉપયોગ કર્યો છે. નવસારી યુનિવર્સિટીમાં કેળાના થડમાંથી વિવિધ મુલ્યવાન વસ્તુઓ બનાવવાનો જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાંથી કેળાના થડમાંથી ફાઈબર કાઢવામાં આવે છે. તેમાંથી કૃષિ યુનિ. દ્વારા તેમાંથી યાર્ન બનાવી તેમાંથી ફેબ્રિક્સનું નિર્માણ કરવામાં આવ્યું. તેમાંથી જાત-જાતના કાગળો પણ બનાવી શકીએ છીએ. તેમાંથી ઉચ્ચ ક્વોલિટીના એટલે કે કરન્સી ગ્રેડના કાગળો પણ બનાવી શકીએ છીએ. જેમાં પ્રાઇવેટ કંપનીનો પણ સારો એવો સહકાર મળ્યો છે.

image source

જો આ કરન્સી ગ્રેડની વાત કરવામાં આવે તો એ કેળાના થડમાંથી ફાઈબરમાંથી જો કાગળ બનાવવામાં આવે તો એ કાગળની લાઈફ 700 વર્ષ સુધી ટકી શકે તેવું એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે. આ કરન્સી ગ્રેડનો આપણે જાત-જાતની કરન્સી બનાવવા માટે જો ઉપયોગ કરીએ તો સારી કક્ષાની કરન્સી નોટ આપી શકીએ છીએ. કરન્સી ગ્રેડના કાગળમાં આપણે જેને મેનિફોલ્ટ કેપેસિટી કહીએ છીએ એટલે કે કાગળને આપણે કેટલીવાર વાળી શકીએ. કારણ કે ઘણા લોકો નોટને વાળીને રાખતા હોય છે. માટે આ કાગળને કેટલીવાર વાળી શકાય તેના પર પણ જૂદા-જૂદા પ્રયોગો કરવામાં આવ્યા હતા.

image source

આ પ્રયોગોમાંથી ચિરાગ ભાઈને જાણવા મળ્યું કે- જૂની કરન્સી નોટને 1200 વખત વાળી શકતા હતા, જો આપણે કેળાના થડમાંથી ફાઈબરમાંથી કરન્સી નોટ બનાવવામાં આવે તો તેને આપણે ત્રણ હજાર વખત વાળી શકીએ છીએ. તેથી કહી શકાય કે જો કેળાના ફાઈબરમાંથી કરન્સી નોટ બનાવવામાં આવે તો તે ત્રણ ગણી વધારે ટકી શકે છે. જો કોઇ પ્રાઇવેટ ઇન્ટ્રોપ્રિનિયર્સે કેળાના થડમાંથી ફાઈબરમાંથી આ કાગળ બનાવવા હોય તો તે સારી કક્ષાના કાગળ બનાવી શકે છે. આર્ટ, પેઇન્ટિંગ, ગ્રાફિક્સ માટે બનાવી શકાય છે.

image source

હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આ ફાઈબરનો ઉપયોય જૂદી જૂદી કક્ષાની સ્ટેશનરીઓ બનાવવા માટે થાય છે અને ગુજરાત રાજ્યની પાંચેય એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં કેળાના ફાઈબરમાંથી બનેલી સ્ટેશનરી સપ્લાય કરવામાં આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરન્સી નોટની બનાવટમાં કયાં કયાં કન્ટેન હોય છે તે સુરક્ષાના કારણોસર ડીસક્લોઝ થતું નથી. પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની કરન્સી ગ્રેડ ધરાવતું બનાના ફાઈબર હવે ધીમે ધીમે ડિમાન્ડમાં છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સીટીના અથાક મહેનત થકી એકસમયે માત્ર કેળાના ફળ માટે થતી ખેતી પરંપરાગત સીમાડા ઓળંગી બનાના ફાઈબર ઇન્ટરનેશનલ ડીમાંડેબલ પ્રોડક્ટ બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ