દિવસમાં એક કેળું ખાશો તો રહેશો અનેક બીમારીઓથી દૂર…

કહેવાય છે કે’દરરોજ તમે જો એક સફરજન દિવસ દરમિયાન ખાઓ છો તો ડૉક્ટર અને બીમારીઓથી દૂર રહો છો’. આ કહેવત કેળા માટે પણ એટલી જ પૂરવાર થાય છે. રોજ એક કેળું ડાયટમાં ઍડ કરો છો તમને તેનાં ઘણાય લાભ મળે છે, પણ આનાં વિશે દરેકને ખબર નહીં હોય.

પાકેલા કેળા માંથી થતાં ફાયદા તમને ખબર જ હશે,  પણ અહીં મહત્ત્વની વાત એ કરવામાં આવી રહિ છે કે પાકા કેળા જેટલા ગુણકારી છે, તેટલા જ કાચા કેળા પણ શરીર માટે લાભદાયક છે. કાચા કેળાનાં ગુણો વિશે આપણાં વડિલોને તો જાણતા જ હશે, પરંતુ આ નવી પેઢી આનાથી બિલકુલ વાકેફ નહીં હોય્. જો તમે એકવાર કાચા કેળા અને તેની છાલનાં ગુણ વિશે જાણી લેશો તો જાત-જાતની દવાઓ વગેરે વાપરવાનું બંધ કરી દેશો.

કાચા કેળામાં પોટેશિયમનો ખજાનો હોય છે જે આપણી ચયાપચયને મજબૂત બનાવે છે. આ સાથે સાથે શરીરને દિવસભર એક્ટિવ પણ રાખે છે. તેમાં રહેલા વિટામીન બી6, વિટામીન સી કોશિકાઓને પુરતા પ્રમાણમાં પોષણ આપવાનું કામ કરે છે. કાચા કેળામાં સ્વાસ્થય માટે સ્ટાર્ચ હોય છે અને સાથે એન્ટી ઓક્સીજેન્ટલ પણ, જે શરીરની ઉર્જા વધારે છે અને શરીર માંથી ગંદકીને પણ બહાર કાઢે છે. એવામાં દરરોજ એક કાચું કેળું ખાવું ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

આપણે હંમેશા કેળું ખાઈને છાલ ફેંકી દેતા હોઈએ છિએ, પણ તમને કેળાની છાલ ખાવાથી થતા ફાયદા કોઈએ નહીં જણાવ્યા હોય. કેળાની છાલ ખાવાનું વિચાર કરતા જ અમુકનાં મોઢા બગડી ગયા હશેને નઈ? તો આજે જાણી લો છાલ ખાવાથી થતા ફાયદા અને હવેથી છાલ ફેંકવાને બદલે તેનું સેવન કરજો. કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે અને આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ તથા બીજા ઘણાં ગુણકારી તત્વો પણ હોય છે, જે શરીર માટે એકદમ બેસ્ટ છે.

આવો તો આજે કાચા કેળા અને છાલથી થતા ફાયદા વિશે જાણીએ અને દિનચર્યામાં કેળાનું સેવન શરુ કરીએ.

કાચા કેળાના ખાવના ફાયદા આ પ્રમાણે છે.
વજન ઘટાડવમાં મદદરૂપ

વજન ઘટાડવાનો પ્રયત્ન કરતાં લોકોએ દરરોજ એક કાચું કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર મળી રહે છે. જે વધારાની ચરબી અને અશુદ્ધિઓ સાફ કરવા માટે મદદરૂપ રહે છે.

કબજિયાતની સમસ્યામાં રાહત

કાચા કેળામાં ફાઇબર અને હેલ્થી સ્ટાર્ચ હોય છે જે આંતરડામાં કોઇ પણ પ્રકારની અશુદ્ધિઓને જામવા દેતા નથી. એવામાં જ તમને કબજિયાતની સમસ્યા રહે તો કાચા કેળા ખાવા તમારા માટે ઘણા ફાયદાકારક રહેશે.

ભૂખને શાંત કરે

કાચા કેળામાં રહેલા ફાઇબર અને બીજા ઘણા પોષક તત્વો ભૂખને નિયંત્રિત કરવાનું કામ કરે છે. કાચા કેળા ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને આપણે બીજા જંક ફૂડ અને અનહેલ્થી ચીજવસ્તુઓ ખાતા બચી જઇએ છીએ.

ડાયાબિટીશ કંટ્રોલ કરવામાં મદદરૂપ

જો તમને ડાયાબિટીસ હોય અને તે શરૂઆતના સ્ટેજ પર હોય તો અત્યારથી કાચા કેળા ખાવાનું શરૂ કરી દો. કેળા ડાયાબિટીશ કંટ્રોલ કરવાની ઉત્તમ ઔષધિ છે. ડોકટરોના મતે કેળા ડાયાબિટિશથી ગ્રસ્ત લોકો માટે ઝેર સમાન છે, પરંતુ વાત એ છે કે કેળાના ફૂલનો રસ ટાઈપ-૧ ડાયાબિટિસ રોગમાં વરદાન સાબિત થયો છે. કેળાનાં મૂળમાં પણ રક્ત શર્કરા ઓછી કરવાના જબરદસ્ત ગુણો છે. બજારમાં ઉપલબ્ધ ગ્લાયબેન્ક્લામાઈડ જેવી દવાઓની સાથે થયેલ તુલનામાં કેળાની જડના ઉપયોગથી સારા પરિણામ પ્રાપ્ત થયા છે.  જેથી લોકોનું માનવું છે કે  કાચા કેળા પણ ડાયાબિટિસ નિયંત્રણ કરવામાં કારગર રહે છે.

પાચન ક્રિયાને સુધારે

કાચા કેળાંનું નિયમિત સેવન પાચન ક્રિયા સારી બનાવે છે. કાચા કેળા ખાવાથી પાચક રસોનું સ્ત્રાવણ સારી રીતે થાય છે. આ ઉપરાંત કેન્સરથી બચવા પણ મદદરૂપ થાય છે. તેમજ હાડકાંને પણ મજબૂત બનાવે છે.

હાડકા મજબૂત કરે

કાચા કેળામાં રહેલા મેગ્નેશિયમ તથા કેલ્શિયમનું પ્રમાણ હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી છે. તેમજ કાચા કેળા સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.

મૂડ સ્વિંગમાં ઉપયોગી

કાચા કેળામાં એમિનો એસિડનું પ્રમાણ રહેલું હોય છે જે મગજમાં થતા પરિવર્તન ખાસ કરીને કેમિકલ પરિવર્તનને સંતુલિત કરે છે. કેળા વારંવાર થતા મૂડ સ્વિંગ એટલે કે મૂડમાં આવતા પરિવર્તનને પણ નિયંત્રિત કરે છે.

કેળાની છાલનાં ગુણો

કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.

કેળાની છાલમાં રહેલા ટ્રિપ્ટોફન કેમિકલને લીધે ઊંઘ સારી આવે છે

ફાયબરને કારણે કેળાની છાલ વજન ઘટાડવામાં પણ મદદરુપ બને છે. આ સિવાય શરીર માટે જરુરી બેક્ટેરિયાને વધારવામાં પણ મદદ કરે છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે.

આંતરડામાં બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.  કેળાની છાલ શરીરમાં રહેલા રેડ બ્લડ સેલ્સને તૂટવાથી બચાવે છે.

કેળાની છાલમાં રહેલું લ્યુટીન તત્વ નાઈટ વિઝન માટે જરુરી છે. આ સિવાય તે મોતિયાથી પણ આંખને બચાવે છે.

મસા, સોરાયસિસ, ખંજવાળ આવવી, જંતુ કરડી ગયુ હોય, રેશિસ થયા હોય, વગેરે માટે કેળાની છાલ ફાયદાકારક સાબિત થાય છે.

કેળા અને કેળાની છાલનાં ઔષધીય ગુણો….

કેળાના ઝાડની વચ્ચે સફેદ હિસ્સો પથરી બનવાની પ્રક્રિયાને રોકે છે. આધુનિક શોધોથી જાણવા મળ્યું છે કે ઝાડનો આ ભાગ ઓક્સેલેટ સ્ટોન્સને બનતા રોકે છે.

કેળામાં વિટામિન બી – ૬ હોય છે, જે શરીરમાં રક્ત પ્રવાહની ક્રિયાને જાળવી રાખવાની સાથે જ ગ્લુકોઝનું લેવલ વધારે છે.

કેળા અલ્સરના રોગીઓ માટે પણ વધારે લાભદાયક હોય છે. કેળા એક એક માત્ર ફળ છે જે હાઈપર એસિડિટી એટલે કે અલ્સરની પણ સારવાર કરે છે.

એક શોધ અનુસાર કેળા સ્મરણ શક્તિ વધારવામાં મદદ કરે છે, સાથે જ મગજ શક્તિને પણ વધારે છે.

પાકેલ કેળુ લગભગ જો ગળી ગયું છે તેને ઘાવ ઉપર લગાવવામાં આવે તો ઘાવ ઝડપથી સૂકાઈ જાય છે.

એસીડિટીના કરાણે ક્યારેક છાતીમાં બળતરા થવા લાગે છે અને કેળા એક સારો પ્રાકૃતિક ઉપાય છે. આ માટે જ્યારે ઍસિડિટી થી પરેશાન થઈ રહ્યા હો તો કેળા ખાઈ લેવા જોઈએ, જેનાથી તરત રાહત મળવા લાગશે.

કેળામાં વધારે માત્રામાં પોટેશિયમ અને ખૂબ ઓછી માત્રામાં મીઠું મેળવવામાં આવે છે. આ માટે બ્લડપ્રેશરના રોગીઓ માટે વિશેષ લાભદાયક છે. કેળા બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે. આ સિવાય નર્વસિસ્ટમ માટે પણ ખૂબ ઉપયોગી છે.

કાચા કેળામાં સ્ટાર્ચ વધુ હોય છે, જે પાચન ક્રિયાની ગતિ ધીમી કરી દે છે, એટલા માટે ઝાડા થાય ત્યારે કાચા કેળાનું સેવન ખૂબ જ લાભદાયી રહે છે.

કાચા કેળાને સૂકવીને ચૂર્ણ તૈયાર કરી લેવામાં આવે અને આ ચૂરણને થોડી માત્રામાં છાલા ઉપર લગાવવામાં આવે તો છાલામાં ઝડપથી આરામ મળે છે. આધુનિક શોધથી જાણવા મળ્યું છે કે કાચા કેળામાં એક મહત્વપૂર્ણ ફ્લેવોનોઈડ રસાયણ લ્યુકોસાયનિડિન જોવા મળે છે જે છાલાઓને સારું કરવામાં સક્ષમ હોય છે.

લોહીની ઉણપ થઈ જવાથી કેળા વિશેષ ફાયદાકારક રહે છે. કારણ કે તેમાં વધારે માત્રામાં આયરન મેળવવામાં આવે છે.

પ્રોસ્ટેટના દર્દીઓને કેળા ખૂબ જ લાભદાયક હોય છે. દર્દીઓને કાચા કેળાના છાલનું ચૂરણ તૈયાર કરી દરરોજ ૨ વાર ઓછામાં ઓછા ૨ ગ્રામ લેવું જોઈએ. કેલાના છાલનું ચૂરણ પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિ રોકવામાં મદદરૂપ થાય છે.

જો તમે એક કેળુ નાસ્તામાં, એક લંચમાં અને એક સાંજે ખાવ છો તો સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે. નિષ્ણાતો જણાવે છે કે, તેનાથી શરીરમાં બનતું પોટેશિયમ મગજમાં બ્લડ કલોટિંગ (લોહીનો ગઠ્ઠો) થવા દેતું નથી.