શું તમને ખબર છે માછલી જોવાથી થાય છે આટલા બધા લાભ?

માછલી જોવાથી પણ થાય છે અઢળક લાભ, જાણીને થશે આશ્ચર્ય

image source

હિંદૂ ધર્મમાં માછલીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો વર્ષની શરૂઆતમાં એટલે કે કારતક માસમાં માછલી ખાતા નથી. માછલીનો સંબંધ ભગવાન સાથે હોવાની સાથે વૈજ્ઞાન સાથે પણ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ માછલીનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે. માછલી વ્યક્તિને આર્થિક લાભ આપનાર પણ છે. તેનો પ્રભાવ સકારાત્મક હોય છે.

image source

તો ચાલો જણાવીએ એવા લાભ વિશે જેને આજ સુધી તમે જાણ્યા નહીં હોય.

1. જો કુંડળીમાં દોષ હોય તો માછલી પાળવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માછલી પાળવાથી જીવનમાં જે પણ ગ્રહ દોષ કે કુંડળીના દોષ હોય છે તે ધીરે ધીરે દૂર થવા લાગે છે. પરંતુ જો તમે માછલી પાળી શકો નહીં તો તેને લોટની ગોળીઓ ખવડાવવી.

image source

2. એવું પણ કહેવાય છે કે તમે માછલીને સતત જોતાં રહો તો તમે ધ્યાન મુદ્રામાં ઝડપથી જઈ શકો છો. માછલીની મુવમેન્ટસ જોવાથી માણસનું મગજ રિલેક્સ થાય છે અને આંખનું તેજ વધે છે. આ કામ ટિમ સોલ બોર્ક, ફ્લાવર હોન અને ફાઈટર ફિશ વિશેષ રીતે કરે છે.

image source

3. માન્યતા એવી પણ છે કે સાઉથમાં માછીમારો માછલી પકડવા જાય છે ત્યારે ફ્લાવર હોનને પોતાની સાથે રાખે છે. તેમની માન્યતા અનુસાર આ ફ્લાવર હોન સમૃદ્ધિ લાવે છે. આવી જ માન્યતા ગોલ્ડન ફિશ માટે પણ છે. કહેવાય છે કે ગોલ્ડન ફિશ સકારાત્મક વાઈબ્સ જનરેટ કરે છે.

image source

4. નિષ્ણાંતોનું જણાવવું એવું પણ છે કે માછલીને એક નજરે જોતાં રહેવાથી આંખનું તેજ વધે છે. આ કસરત કેટલાક ડોક્ટર્સ પોતાના દર્દીઓને કરવા માટે કહે પણ છે. ડોક્ટરોનું કહેવું છે કે નિયમિત આ કસરત કરવાથી આંખના સ્નાયૂ સ્ટ્રોંગ થાય છે. માછલીઓની મૂવમેંટ જોતાં રહેવાથી આઈ સાઈટમાં વૃદ્ધિ થાય છે.

image source

5. ડોક્ટરના કહેવાથી માછલીઓને જોવાની કસરત કરનાર દર્દીઓનું પણ જણાવવું છે કે આ સુજાવ બાદ ઘરમાં એક્વેરીયમ રાખ્યા બાદ તેમને ઘણા લાભ થયા છે. તેઓ નિયમિત થોડા સમય માટે માછલીઓને જોતાં રહે છે અને તેનાથી તેમને માનસિક શાંતિ અનુભવાય છે તેમજ આંખનું તેજ પણ વધેલું અનુભવાય છે.

image source

6. માછલીઓને સતત જોતાં રહેવાથી તેમના પર ફોકસ કરવાની આદત થાય છે. આ સ્થિતિથી વ્યક્તિ કોઈપણ વસ્તુ પર એકાગ્ર થવાની કળામાં ઝડપથી પારંગત થાય છે. આ એક પ્રકારના યોગ જેવી ક્રિયા છે. તેને નિયમિત કરવાથી મન એકાગ્ર થાય છે.

image source

આમ માછલી ઘર ઘરમાં રાખવાથી જ લાભ થાય છે તેવું નથી. માછલીઓને જોવાથી પણ લાભ થાય છે. તેથી જો તમે ઘરમાં માછલી રાખી હોય તો તેને જોવા માટે થોડો સમય કાઢજો અથવા જો તમે માછલીને દાણા નાંખવા બહાર જતા હોય પણ સમય કાઢી અને માછલીઓને એકચિત્તે જોવાની ટેવ પાડો. આ ક્રિયાથી તમને પણ લાભ અનુભવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ