પરફેક્ટનીસ્ટ કહેવાતા આમિર ખાને અમિતાભ બચ્ચનના ‘KBC’ના નિયમનો ભંગ કર્યો..

‘કોન બનેગા કરોડપતિ’ અમિતાભ બચ્ચનની મહાન પ્રતિભા સિવાય તેના સવાલો, જીતેલી રકમ અને નિયમો માટે જાણીતો છે.

૧૮ વર્ષથી ચાલતા આ શો માં હજી સુધી કોઈએ પણ નિયમનો ભંગ કર્યો નથી પરંતુ સુત્રો પ્રમાણે આમિર ખાને અમિતાભ બચ્ચનની હાજરીમાં આ નિયમ તોડ્યો.

આ વાતની આમિર ખાને ટવીટર ઉપર માફી પણ માંગી હતી.

આમિર ખાન, તેની યશરાજ સાથે આવનારી ફિલ્મ ‘થગ્સ ઓફ હિન્દોસ્તાન’ જે દિવાળીના દિવસે રીલીસ થવાની છે, તેના પ્રમોશન માટે KBCના સેટ ઉપર આવ્યો હતો.

એક હોનહાર અને હોશિયાર અભિનેતા હોવાથી આમિર ખાને કેટલાક રાઉન્ડ તો પાસ કરી દીધા અને એટલામાં જ સમય પૂરો થઈ ગયો. આ દરમિયાન આમિર ખાન, તેમને પુછાયેલા અલગ અલગ સવાલો અને તેની વિભિન્નતા જોઇને ખુબ જ ખુશ થઈ ગયા હતા.

આજ દિન સુધી, સમય પૂરો થવાનો એલાર્મ વાગે પછી એ એપિસોડ પૂરો જ થઈ જાય. કોઈ પણ સવાલ આગળ ન પુછાય. પરંતુ આમિર ખાન પોતાનું નોલેજ ચેક કરવા માંગતો હતો અને તેણે અમિતાભ બચ્ચનને નવો સવાલ પૂછવા વિનંતી કરી અને તેઓ માની પણ ગયા.

‘કોન બનેગા કરોડપતિ’ના ઈતિહાસમાં એ વખતે પહેલી વાર સમય પત્યા પછી ખાસ આમીર ખાનને એક ‘ડેમો ક્વેશ્ચન’ પૂછવામાં આવ્યો.

અને સુત્રો અનુસાર એવું પણ જાણવા મળ્યું કે, આમિર ખાને એ સવાલનો જવાબ ખોટો આપ્યો.

જો કે એક દિલદાર વ્યક્તિ તરીકે આમિર ખાને જીતેલી રકમને એક અનાથ છોકરાઓની સ્કુલમાં ચેરીટી રૂપે આપી દીધા.

ત્યારબાદ આમિર ખાને ટવીટર ઉપર ‘KBC10’ના સેટ ઉપરનો અમિતાભ બચ્ચન સાથેનો ફોટો મુક્યો જેમાં કેપ્શન લખ્યું હતું

‘મારી ખાસ રીક્વેસ્ટ માટે સોરી…હું થોડો ઉત્સાહમાં આવી ગયો હતો…’

જો કે આ બધા દરમિયાન બધા ઓડીયન્સને ખુબ જ મજા આવી હતી.

લેખ. સંકલન : યશ મોદી