શા માટે કેટરીના કૈફે કાર્તિક આર્યનને બધાની વચ્ચે કરાવી ઉઠક બેઠક? જોઇ લો VIDEOમાં એવુ તો શું થયુ..

કાર્તિક આર્યન

image source

કાર્તિક આર્યન બોલીવુડના ઉભરતા સિતારા છે. કેટલીક ફિલ્મોથી જ કાર્તિક આર્યને ટોપના કલાકારોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. બુધવારના કાર્તિક આર્યન મુંબઈમાં થયેલ આઈફા એવોર્ડની એક પ્રેસ કોન્ફરન્સમાં પહોચ્યા. અહિયાં કાર્તિક આર્યને ફરીથી એકવાર પોતાના દિલચસ્પ મિજાજથી ફેંસ અને મીડિયાના દિલ જીતી લીધા.આ પ્રેસ કોન્ફરન્સમાં કેટરીના કૈફ પણ પહોચી હતી. અહિયાં કેટરીના કૈફ અને કાર્તિક આર્યન વચ્ચે જે કઈપણ થયું તે જોઇને દરેક વ્યક્તિ દંગ રહી ગઈ.

image source

ખરેખરમાં, આઈફા એવોર્ડ સેરેમનીના આયોજકોએ એવોર્ડ સેરેમનીની જાણકારી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં કેટરીના કૈફ, કાર્તિક આર્યન અને દિયા મિર્ઝા સામેલ થયા હતા. કાર્તિક આર્યન ઇવેન્ટમાં મોડા પહોચ્યા. જયારે પ્રેસ કોન્ફરન્સ શરુ થઈ ગઈ તો કેટરીના કૈફે મજાક કરતા કહ્યું કે કાર્તિક આર્યન સૌથી પહેલા આપ બધાની મોડા આવવા બદલ માફી માંગવા ઈચ્છે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood media love ❤ (@bollywoodmedialove) on

આની પર સમય ના લેતા તરત જ કાર્તિક આર્યને નમીને કેટરીના કૈફને પગે લાગ્યા. સાથે જ કાન પકડીને ઉઠક-બેઠક પણ કરી લીધી. ત્યાર પછી કાર્તિક આર્યને માફી માંગી. કાર્તિક આર્યન બોલ્યા કે ‘કાલે રણવીર બધાને પગે લાગ્યા હતા. આજે હું આપના પગે લાગી લવ છું. કાર્તિક આર્યન પ્રેસ કોન્ફરન્સમાં હાથમાં પટ્ટી બંધ સ્લિંગ પહેરીને પહોચ્યા હતા. કાર્તિક આર્યનના હાથમાં વાગી ગયું છે.

image source

આપને જણાવી દઈએ કે સોમવારના રોજ ફિલ્મ ‘સૂર્યવંશી’નું ટ્રેલર રીલીઝ થયું હતું. આ દરમિયાન રણવીર સિંહએ અક્ષય કુમાર અને અજય દેવગણના પગે લાગ્યો હતો. રણવીર સિંહ પણ ફિલ્મ ‘સૂર્યવંશી’ના ટ્રેલર લોન્ચમાં મોડા પહોચ્યા હતા. રણવીર સિંહનો પગે લાગતો વિડીયો ખુબ વાઈરલ થયો હતો. ફિલ્મ સૂર્યવંશી’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં કેટરીના કૈફ પણ હાજર હતી પરંતુ રણવીર સિંહ કેટરીના કૈફને પગે લાગ્યા હતા નહી.

image source

જયારે મોડા આવવાના લીધે અક્ષય કુમાર અને અજય દેવગણએ સ્ટેજ પર જ રણવીર સિંહની મજાક કરી તો તરત જ રણવીર સિંહએ પગે લાગીને બધાની માફી માંગી લીધી હતી. જો કે તે સમયે ત્યાં કેટરીના કૈફ પણ હાજર હતી પણ રણવીર સિંહએ તેને નજર અંદાજ કરી દીધી હતી. અહિયાં કાર્તિક આર્યનએ રણવીર સિહની કમી પૂરી કરી દીધી. આ પ્રેસ કોન્ફરન્સમાં કાર્તિક આર્યન અને કેટરીના કૈફએ ફિલ્મ ‘લવ આજ કલ’ના ગીત પર ડાન્સ પણ કર્યો.

image source

આપને જણાવી દઈએ કે ‘આઈફા એવોર્ડ સેરેમની’ આ વર્ષે મધ્ય પ્રદેશમાં આયોજિત કરવામાં આવશે. તેમજ, એની પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં રાખવામાં આવી હતી, જ્યાં કાર્તિક આર્યન (kartik aaryan) અને કેટરીના કૈફ (katrina kaif) ની સાથે દિયા મિર્ઝા (diya mirza) પણ સામેલ થઈ હતી.

હવે વાત કરીએ વર્કફ્રંટની તો જ્યાં બોલીવુડ એકટર કાર્તિક આર્યન જલ્દી જ ફિલ્મ ‘દોસ્તાના ૨’ જોવા મળી શકે છે તેમજ ફિલ્મ ‘ભૂલભુલૈયા ૨’માં પણ કાર્તિક આર્યન નજર આવી શકે છે.

image source

ત્યાંજ કેટરીના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’ માર્ચ મહિનાની ૨૪ તારીખે થિયેટરમાં રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ‘સૂર્યવંશી’માં કેટરીના કૈફની સાથે બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમારની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ