જલ્સા કરોને જેંતીલાલ

આ છે કેટરીના કૈફની 4 મનમોહક તસવીરો, જેમાં તમે ખાસ એ વસ્તુ જોઇ શકશો કે….

મિત્રો, ખૂબસૂરત અને ગ્લેમરસ દેખાતી કેટરીના કૈફને જોતા એક વાત ચોક્કસપણે કહી શકાય છે કે, આ અભિનેત્રી હંમેશા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટને જાળવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરવામા જરાપણ સંકોચ અનુભવતી નથી. જ્યારે હાઈપ્રોફાઈલ લગ્નમા ભાગ લેવાની વાત આવે છે ત્યારે કેટરિનાનો દેખાવ એવો હોય છે કે લોકોને તે પહેલી નજરમા જ પસંદ આવી જાય છે. આ અભિનેત્રીનો સ્ટાઇલિશ દેખાવ હંમેશાં લોકોનું દિલ જીતી લે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, શા માટે છે તે સ્ટાઈલીસ્ટ વેડિંગ ગેસ્ટ?

ફિટ એન્ડ ફલેર લહેંગા :

image source

તમને સૌ ને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનુ મુંબઈ રિસેપ્શન તો યાદ જ હશે કે જ્યા બોલીવૂડ ફિલ્મજગતની અનેકવિધ સેલિબ્રિટીઓ તેમજ રમતગમતના લોકોએ પોતાની હાજરી આપી હતી. કેટરિના કૈફે પણ આ રિસેપ્શનમા ભાગ લીધો હતો, અહી તેમના બ્લુ ફિટ ફ્લેર લહેંગા એ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કેટરિનાએ મનીષ મલ્હોત્રા દ્વારા ઇવેન્ટ માટે બનાવેલ મરમેઇડ હેમ સ્કર્ટ સાથે સુશોભિત આઇસ-બ્લુ લહેંગો પહેર્યો હતો. તેના લુકને આકર્ષક બનાવવા માટે તેણે મેકઅપની સાથે એરિંગ્સની જોડી સ્ટાઇલ કરી હતી.

રેડ લહેંગા :

image source

સોનમ કપૂરના રિસેપ્શનમા પોતાની હાજરી દર્શાવવા માટે આ અભિનેત્રીએ ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવવામા આવેલ લાલ લહેંગો પહેર્યો હતો. તેણીને લાલ લહેંગામા જોઇને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણીના આ લાલ લહેંગામા આકર્ષક ફૂલોનુ ભરતકામ હતુ. આકર્ષક દેખાવ આપવા માટે તેણે લહેંગાને નાના સ્ફટિકોથી પ્રકાશિત કર્યુ હતુ. પોતાની જાતને સ્ટાઇલિશ ટચ આપવા માટે તેણીએ હળવો મેકઅપ લગાવ્યો હતો.

આઇવરી સાડી :

image source

આ વાતમા કોઈ જ શંકા નથી કે, શાનદાર અભિનય સિવાય તે તેના આકર્ષક ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. જ્યારે આ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના મુંબઇ રિસેપ્શનમા જોવા મળી હતી ત્યારે બધા જ તેમને જોતા રહ્યા. આ ઇવેન્ટ માટે તેણીએ ભારતીય ફેશન લેબલ અનુશ્રી રેડ્ડી દ્વારા ડિઝાઇન કરેલી આઈવરી સાડી પહેરી હતી અને તેની સાથે અનમોલ જ્વેલર્સ દ્વારા બનાવેલી ગોલ્ડ જ્વેલરી અને બંગડીઓ પણ પહેરી હતી. તમને જણાવી દઈએ કે કેટરિનાની આ સાડી ચારથી પાંચ હજાર રૂપિયાની નથી પરંતુ, તેની વાસ્તવિક કિંમત ૯૦,૦૦૦ હજાર રૂપિયા છે.

ગોલ્ડન સાડી :

image source

જે લોકો કેટરિના કૈફને સાવ નજીકથી જાણે છે તેમણે ખ્યાલ છે કે, તે પોતાની મરજી પ્રમાણે કપડા પહેરવાનુ પસંદ કરે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના મુંબઈ રિસેપ્શન વિશે વાત કરીએ તો આ ઇવેન્ટ માટે કેટરિનાએ ભારતીય પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અબુ જાની સંદિપ ખોસલાની ખૂબસૂરત ડિઝાઈનવાળી સોનેરી રંગની સાડી પહેરી હતી. જેના કારણે તેને પ્રિન્ટેડ જેકેટમાં સુંદર દેખાવાની કોઈ તક છોડી નહોતી રહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version