જલ્સા કરોને જેંતીલાલ

કેટરીનાએ જાહેરમાં વાળ્યો કચરો, અને વિડીયો બનાવીને શેર કરી દીધો અક્ષયે, જોયો તમે?

કેટરીના કૈફ આ દિવસોમાં અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

image source

‘સૂર્યવંશી’ફિલ્મના સેટ પરથી એક વિડીયો સતત વાઇરલ થઈ રહ્યો છે જેમાં કેટરીના કૈફ કચરો વાળતી જોવા મળી રહી છે. અક્ષય કુમારે કેટરીના કૈફનો કચરો વાળતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ વિડિયોમાં કેટરીના સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળી રહી છે. પોતાના હાથમાં ઝાડુ લઈને કેટરીના સફાઇ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો ફિલ્મ ‘સૂર્યવંશી’ના સેટનો છે, જયાં કેટરીના કૈફે સફાઇ અભિયાન ચલાવી રહી છે.

આ વિડીયો શેર કરતાં અક્ષય કુમારે કેટરીના કૈફને સ્વચ્છ ભારત અભિયાનના એમ્બેસેડર પણ જણાવી દીધા છે. અક્ષય કુમાર આ વિડીયો શેર કરતાં કેપ્શનમાં લખે છે કે, “સ્વચ્છ ભારત બ્રાન્ડ કી સબસે નયી એમ્બેસેડર સૂર્યવંશીના પર.”

image source

‘સૂર્યવંશી’ ફિલ્મના શૂટિંગ સેટ પર ચાલી રહેલી હલચલની ખબરો પહેલા પણ આવતી રહી છે. છેલ્લા એક મહિનાથી કેટરીનાએ મનમોહક ફોટોસ શેર કરી હતી જેમાં ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને પોતાના સહયોગી કલાકાર અક્ષય કુમાર સાથે જોવા મળી હતી.

image source

કેટરીનાએ એ ફોટોસ શેર કરતાં લખ્યું હતું કે,”નયે સાલ કી બેહતરીન શુરૂઆત. ક્રૂ મેમ્બર્સ કે સાથ ફિલ્મ સેટ પર હસી, મજાક ઔર દોસ્તી. ફિલ્મ કે સેટ પર હર દિન પ્યાર ઔર ખુશી કી બરસાત. દેખીએ કૈસે ફિલ્મ બનાયી જાતી હૈ. આપસે ૨૭ માર્ચ કો ફિલ્મી પરદે પર મુલાકાત.”

‘સૂર્યવંશી’માં કેટરીના કૈફ, અક્ષય કુમારની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમારએ આતંકવાદ નિરોધી દળને લીડ કરતાં જોવા મળી શકે છે.

‘સૂર્યવન્સી’માં અક્ષય કેટરીના સાથે ૧૧ વર્ષ પછી પરદા પર જોવા મળશે. વર્ષ ૨૦૦૯ ની ફિલ્મ ‘તીસ માર ખાન’માં બંને છેલ્લીવાર સાથે જોવા મળ્યા હતા. અક્ષય અને કેટરીનાએ કેટલીક હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

image source

પહેલીવાર બંને વર્ષ ૨૦૦૭ ની ફિલ્મ ‘નમસ્તે લંડન’માં જ સાથે આવ્યા હતા. ત્યારપછી ‘વેલકમ’, ‘સિંહ ઈઝ કિંગ’ અને ‘દે દના દન’ જેવી ફિલ્મોમાં કેટરીના અને અક્ષયે સાથે કામ કર્યું હતું. હવે વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનાની ૨૭ તારીખે રીલીઝ થતી ફિલ્મ ‘સૂર્યવંશી’માં ફરીથી સાથે જોવા મળશે.

image source

ફિલ્મ ‘સૂર્યવંશી’ ૨૭ માર્ચના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર પોલીસની વર્દી પહેરશે અને રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો ભાગ બનશે. આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ કેમિયોમાં જોવા મળશે.

image source

‘સૂર્યવંશી’ વર્ષ ૨૦૨૦ માં અક્ષય કુમારની પહેલી રીલીઝ ફિલ્મ છે. ‘સૂર્યવંશી’ ફિલ્મ કરણ જોહર અને રોહિત શેટ્ટીના પહેલુ પ્રોડક્શન વેંચર પણ છે. આ ફિલ્મમાં અક્ષય અને કરીનાનું એક ગીત “ટીપ ટીપ બરસા પાની” પણ રિક્રીએટ કરવામાં આવ્યું છે.

image source

ત્યાર પછી અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ ઈદ પર રીલીઝ થશે. પછી દિવાળી સમયે ‘પૃથ્વીરાજ’ ફિલ્મ રીલીઝ થશે. આમ તો વર્ષ ૨૦૨૦ માં અક્ષય કુમારની ચોથી ફિલ્મ ‘બચ્ચન પાંડેય’ પણ રીલીઝ થવાની હતી, જે ક્રિસમસ પર રીલીઝ થવાની હતી.

image source

પરંતુ આમિર ખાનની વિનંતીને ધ્યાનમાં રાખીને ફિલ્મ ‘બચ્ચન પાંડેય’ ની રીલીઝ આગલા વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૧ ના જાન્યુઆરીમાં કરી દીધી છે. એટલે કે આ વર્ષે ૨૦૨૦ માં અક્ષય કુમારની હવે ત્રણ ફિલ્મો રીલીઝ થવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version