કૈટરિનાએ પ્રિયંકાને આપી અત્યાર સુધીની સૌથી મસ્ત ગિફ્ટ, જોઇ લો તસવીરમાં તમે પણ

પ્રિયંકા અને કેટરીનાની મેકઅપ પાર્ટી

image source

પ્રિયંકા ચોપડા જોનાસ તાજેતરમાં જ મુંબઈ આવી છે. પ્રિયંકાએ અ દરમિયાન એક ઇવેન્ટ એટેન્ડ કર્યો અને સાથે જ દોસ્તોની સાથે સમય પસાર કર્યો. પ્રિયંકા આ દરમિયાન પોતાની ફ્રેન્ડ કેટરીના કૈફને પણ મળી.

કેટરીનાએ પ્રિયંકાને એક સ્પેશીયલ ગીફ્ટ પણ આપી છે જેની ફોટો પ્રિયંકાએ ઈનસ્ટાગ્રામ પર શેર પણ કરી છે. ખરેખરમાં કેટરીનાએ પ્રિયંકાને પોતાની કેબ્યુટીના મેકઅપ પ્રોડક્ટ્સ ગીફ્ટ કર્યા છે. આ ગીફ્ત્સ મેળવીને પ્રિયંકા ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

image source

બોલીવુડ અને હોલીવુડ બન્ને જગ્યાએ પોતાની છાપ છોડવાવાળી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ ભારતમાં ખુબ ઓછી જોવા મળે છે. પ્રિયંકા મોટાભાગનો સમય પોતાના પતિ નિક જોનાસની સાથે અમેરિકામાં જ રહે છે. પરંતુ જયારે પણ પ્રિયંકા ઇન્ડિયા આવે છે, ત્યારે તેમની દરેક ફોટો, દરેક વિડીયો વાઈરલ પણ થાય છે અને પ્રિયંકાના ફેંસ દ્વારા પણ તેના ફોટોસ અને વિડીયોને ખુબ પસંદ કરવામાં આવે છે.

કેટરીનાએ પણ અ અવસરની ફોટો શેર કરી છે. કેટરીનાએ પ્રિયંકાની સાથે ફોટો શેર કરતા લખે છે કે, ‘એક છોટી સી મેકઅપ પાર્ટી. કથક કી ટ્રેનીંગ સે લેકર અભી તક પ્રિયંકા કે સાથ હમેશા મજા આતા હૈ’.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

ત્યાંજ પ્રિયંકા ચોપડાએ પણ આ જ ફોટો શેર કરતા લખે છે કે, ‘ઈન મેકઅપ સામાન કે લિએ શુક્રિયા. યે સારે પ્રોડક્ટ બેહતરીન હૈ. મુઝે તુમ પર ગર્વ હૈ.’ હવે આપને જણાવીએ કે, કેટરીના કૈફએ પોતાની એક મેકઅપ બ્રાંડ લોન્ચ કરી છે. કેટરીનાએ એ જ બ્રાન્ડની કેટલીક પ્રોડક્ટ પ્રિયંકા ચોપડાને ગીફ્ટ કરી છે.

image source

આની પહેલા પ્રિયંકા ચોપડાને ગ્રૈમી આઉટફીટ માટે કેટરીનાએ કર્યો હતો સપોર્ટ….

પ્રિયંકા ચોપડાના ગ્રૈમી આઉટફીટને લઈને ખુબ ધમાલ મચી હતી. તો જયારે કેટરીનાને પ્રિયંકાના આ આઉટફીટને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો કેટરીનાએ કહ્યું કે, ‘મને નથી ખબર કે પ્રિયંકા ચોપડાની ડ્રેસને લઈને શું વાતો થઈ રહી છે અને મને એ પણ ખબર છે કે લોકોએ શું કહ્યું છે.

image source

હું બસ એટલું જાણું છું કે મેં તે આઉટફીટ જોયું છે અને મને તે ખુબ જ પસંદ આવ્યું છે. મને લાગે છે કે પ્રિયંકા તેમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. તે ખુબ જ શાનદાર જોવા મળી રહી હતી. મને નથી લાગતું કે પ્રિયંકાની ડ્રેસને કોઈએ યોગ્ય રીતે જોઈ છે, નહી તો આ વાત જ ના બનતી.’

image source

બંનેની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લે ફિલ્મ ‘સ્કાઈ ઈઝ પિંક’માં જોવા મળી હતી. પ્રિયંકાની આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ચાલી હતી નહી. હવે પ્રિયંકા ચોપડા ફિલ્મ ‘ધ વાઈટ ટાઈગર’માં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની સાથે મુખ્ય ભૂમિકામાં રાજકુમાર રાવ જોવા મળશે. આ ફિલ્મ ‘ધ વાઈટ ટાઈગર’ નેટફ્લીક્સ પર રીલીઝ થવાની છે.

image source

ત્યાંજ કેટરીના કૈફની વાત કરીએ તો કેટરીના છેલ્લે ફિલ્મ ‘ભારત’માં કેટરીના કૈફ સલમાન ખાન સાથે જોવા મળી હતી. ઉપરાંત ફિલ્મ ‘ભારત’માં દિશા પટાની પણ મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી હતી. કેટરીનાની ફિલ્મ ‘ભારત’એ બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હતી.

image source

હવે કેટરીના કૈફ તેની આવનાર ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળી શકે છે. ફિલ્મ ‘સૂર્યવંશી’માં કેટરીના કૈફની સાથે અક્ષય કુમાર સાથે જોવા મળી શકે છે. અક્ષય કુમાર અને કેટરીના કૈફની જોડી ઘણા લાંબા સમયગાળા પછી ફિલ્મના પરદે ફરીથી જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ