“કાઠ્યાવાડી સ્ટાઈલમાં ઢોકળીનું શાક” – શિયાળામાં કાઠ્યાવાડી જમવાનું મળે એટલે ભગવાન મળે..

“કાઠ્યાવાડી સ્ટાઈલમાં ઢોકળીનું શાક”

સામગ્રી:

૧ કપ ચણાનો લોટ,
પાણી,
મીઠું,
ચપટી ખાવાના સોડા,
૧ tsp હળદર,
૧ tbsp તેલ,
૧ tsp રાઈ,
૧ tsp જીરું,
ચપટી હિંગ,
૧ લીલું મરચું,
લીમડાના પાન,
૧.૫ tsp લસણની પેસ્ટ,
૧.5 કપ ખાટી છાસ,
૧ કપ પાણી,
૧.૫ tsp લાલ મરચું,
૧.૫ tsp ધાણાજીરું,
ઝીણી સમારેલી કોથમીર,

રીત:

સૌ પ્રથમ પાણી સ્ટીમરમાં ઉકાળવા મુકવું. ત્યાંસુધીમાં ચણાના લોટનું પતરીના ભજીયા કરી તેવું ઘટ્ટ ખીરું તૈયાર કરવું. તેમાં હળદર,મીઠું અને સોડા નાખી બરાબર મિક્ષ કરી લેવું. હવે એક પ્લેટને તેલવાળી ગ્રીસ કરી તેમાં ખીરું રેડી દેવું.

ઢોકળી ૫ મિનીટમાં તૈયાર થઇ જશે.તો પણ વચ્ચે ચપ્પાની મદદથી જોઈ લેવું. જો ચપ્પાને ખીરું ન અડકે તો તૈયાર. હવે થોડીક ઠંડી થઇ એટલે કાપા પાળી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડા, મરચાનો વધાર કરી તેમાં લસણની પેસ્ટ મિક્ષ કરવી.

હવે તેમાં છાસ,પાણી,લાલ મરચું,ધાણાજીરું નાખી ઉકાળવા દેવું. મીઠું ધ્યાનથી મિક્ષ કરવું કેમ કે ઢોકળીમાં પેલેથી નાખેલ છે. હવે વધાર ઉકળે એટલે તેમાં ઢોકળી મિક્ષ કરી દેવી,અને ખદબદવા દેવી. ઉપરથી કોથમીર ભભરાવવી. તો તૈયાર છે કાઠ્યાવાડી સ્ટાઈલમાં ઢોકળીનું શાક.

નોંધ:

જે ખીરું બનાવ્યું હોય તેમાં મેથી, ગાજરનું છીણ, ઝીણી સમારેલ કોબી નાખી વેજીટેબલ ઢોકળી બનાવી શકાય.
ઝીણી ડુંગળી કે તેની પેસ્ટનો લસણની જોડે વધાર કરી શકાય.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !