કાઠીયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાનું શાક બનાવવાની પરફેક્ટ રીત

આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “કાઠીયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાનું શાક” જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થયા કરશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.સ્વાદ એટલો બેમિસાલ આવશે કે ખાધા પછી પણ સ્વાદ દાઢે વળગી જશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • મરચા
  • ચણા નો લોટ
  • દળેલી ખાંડ
  • હળદર
  • મીઠું
  • હિંગ
  • તેલ

રીત-

1- સૌથી પહેલા મરચાંને ધોઈ લેવાના છે પછી કોરા કરી લઈશું.આપણે દસ થી બાર મરચા લઈશું.તેને કાપો પાડીશું.અને અંદર થી બીયા જે છે તે કાઢી લઈશું. આ પ્રમાણે આપણે બધા મરચાં તૈયાર કરી લઈશું.

2- હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. સ્ટફિંગ કરવા માટે 1 કપ ચણાનો લોટ લઈશું. તેને શેકી લઈશું.તેને એક પેન માં લઈ ને શેકી લઈશું.ગેસ ધીમો જ રાખવાનો છે જેથી તે બળી ના જાય.આમાં ખૂબ ઓછા મસાલા નો યુઝ થાય છે.સ્વાદ એકદમ ઉભરી ને આવે છે.

3- તમે વીડિયોમાં જોઈ શકો છો કે કલર બદલાય ગયો છે.અને હલકી સુગંધ આવવા લાગી છે.હવે ગેસ બંધ કરી દઈશું. તે શેકાય ગયું છે.હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું.હવે તેમાં થોડી હળદર નાખીશું.થોડી હિંગ નાખીશું.ટેસ્ટ મુજબ મીઠું નાખીશું.અને એક ચમચી દળેલી ખાંડ નાખીશું.

4- હવે બધું મિક્સ કરી લઈશું.હવે તેમાં થોડું એક ચમચી જેટલું તેલ એડ કરીશું.હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે મરચા માં ભરી લઈશું.હવે તેને પ્રેસ કરી ને ભરી લઈશું.

5- હવે બધા મરચાં ભરી લીધા છે અને થોડો મસાલો રહેવા દીધો છે.આપણે એક પેન માં તેલ ગરમ કરવા મુકીશું.હવે તેલ ગરમ થઇ ગયું છે. તેમાં રાય જીરું કંઇજ જ નથી નાખવાનું. હવે સીધાં મરચા જ એડ કરવાના છે.

6- હવે મરચા ને સરસ તેલ માં કોર્ટ કરી લઈશું.હવે તેમાં થોડું પાણી છાંટી શું.હવે જે લોટ હતો તેને ભભરાવી દઈશું.હવે તેને ઢાંકી દેવાનું છે.તેને ધીમા તાપે ચડવા દેવાનું છે.વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.

7- હવે એકવાર ખોલી ને જોઇશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે થોડા ચડ્યા છે.હવે તેને હલાવી લઈશું.જેથી નીચે ચોંટે નહીં.હવે ફરી થી ચેક કરી લઈશું.તમે જોઈ શકો છો કે બે જ વાર આપણે હલાવિયું છે અને આપણા મરચા થઈ ગયા છે.

8- હવે તેને સર્વે કરીશું. ગરમા ગરમ ભરેલા મરચા નુ શાક તૈયાર થઈ ગયું છે. આને જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.