ઔષધીય ગુણોથી ભરપુર હોય છે પાનમાં લગાવવામાં આવતો કાથો…

પાન ખાવાના શોખીન લોકો કાથા વિશે જાણતા જ હશે. કાથો કત્થઇ રંગનો જોવા મળે છે. તેના વગર પાન ક્યારેય સ્વાદિષ્ટ નથી લાગતું. શું તમો જાણો છો પાનમાં લગાવવામાં આવતા કાથામાં ભરપૂર ઔષધીય ગુણો હોય છે. ખૈરવૃક્ષના લાકડામાંથી કાથો કાઢવામાં આવે છે. તીખો, ઠંડો, કડવો અને ગુણકારી કાથો આયુર્વેદ અનુસાર હોય છે. આયુર્વેદના જાણકારો મુજબ તે મુખ રોગ, ખાંસી, ઇજા કે ઘા, રક્ત પિત્ત, કુષ્ઠ રોગ, મેદસ્વીપણુ વગેરે જેવા રોગોમાં મદદરૂપ થાય છે.

 કાથાને સરસોંના તેલમાં મિક્ષ કરીને રોજ ૨ થી ૩ વાર દાંત પર લગાડવાથી દાંતમાં લોહી અને દુર્ગંધ આવતી હોય તો બંધ થઇ જશે. બસોથી છસ્સો એમ.એલ. કાથો સવાર – સાંજ લેવાથી ખાટ્ટી ડકારો આવતી હોય તો બંધ થઇ જશે.

 કાથાને પકવીને ઉપયોગ કરવાથી અતિસાર હોય તો બંધ થઇ જાય છે. તેમજ તેનાથી પાચન શક્તિ મજબુત થાય છે.

 કાથાનું ચૂર્ણ થોડા પ્રમાણમાં મોંમાં રાખીને ચૂસવાથી ગળું બેસી જવું, અવાજ રોકાવવું, ગળાની ખારાશ, ગાળામાં છાલા વગેરે હોય તો તે દૂર થઇ જાય છે. દિવસમાં ૩ થી ૫ વાર ઉપયોગ કરવો જોઈએ.

 કાથો, હળદર અને ૧-૧ ગ્રામની માત્રામાં મિક્ષ કરીને દિવસમાં ત્રણ વખત ચૂસવાથી ઉધરસ દૂર થાય છે.
 માથામાં જો ફોડકાઓ થતા હોય તો સફેદ કાથો, માજુફળ અને ગેરુને પીસીને ફોડ્કાઓ પર લગાવવાથી સારું થઇ જાય છે.

 સફેદ કાથાને પીસીને નરમગરમ પાણીમાં મેળવીને કાનમાં નાખવાથી કાનનો દુખાવો દૂર થાય છે.
 કાથો ઘણાં દ્રવ્યોથી નિર્મિત હોય છે આથી કથાને ચૂસવાથીમોંના તમામ પ્રકારના રોગોમાં રાહત મળે છે અને દાંતોનું ભવિષ્ય મજબુત અને લાંબુ રહે છે.

– લાઈફ કેર ન્યુઝ

રોજીંદા જીવનમાં ઉપયોગી એવી માહિતી જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી