કતલખાનાના કસાઈએ તે દિવસે પાડાની આંખ માં જે જોયું, સત્યઘટના વાંચીને અચંબિત રહી જશો..

સતાધારના પાડાનું અદ્ભુત સત, કતલખાનામાં પાડાનું ગળુ કાપવા જતાં કરવતોના થઈ ગયા હતા બે કટકા !

સૌરાષ્ટ્રની ધરતી અગણિત આધ્યાત્મિક સત્યકથાઓથી ભરેલી છે. પછી તે દેવી ગંગાસતી હોય કે પછી જેસલ તોરલ હોય કે પછી તાનારીરી અને તાનસેનની વાત હોય. પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રના ગીરમાં વહેતી અંબાઝર નદીના કાંઠે આવેલાં સતાધાર ગામ અને તેના દિવ્ય પાડા વિષે. આ ગામ તેના આધ્યાત્મિક ઇતિહાસ માટે જગપ્રસિદ્ધ છે.

image source

અહીંની આપાગીગાની સમાધી અને અને અહીંનો પાડો કે જેને પીર તરીકે પુજવામાં આવે છે. તેની પાછળ એક અત્યંત સુંદર સત્યકથા રહેલી છે જેને ઘણા ઓછા લોકો જાણે છે. આપાગીગાનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો. તે સમયે સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ના છૂટકે આપાગીગા અને તેમની માતા સુરઈએ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું હતું.

image source

તેઓ સ્થળાંતર કરીને ચલાળા આવ્યા. જ્યાં તેમને દાનાબાપુએ પોતાના આશ્રમમાં આશરો આપ્યો. સુરઈ અને તેમનો દીકરા આપાએ બાપુનો આ ઉપકાર માથે ચડાવ્યો હતો અને તેઓ દાનાબાબુની દેવ તરીકે સેવા કરવા લાગ્યા હતા તેમણે પોતાનું જીવન તેમને જ સમર્પિત કરી દીધું હતું. તો સામે દાનાબાપુ પણ આપાને દીકરાની જેમ ઉછેરી રહ્યા હતા.

દાનાબાપુ ગૌશાળા ચલાવતા હતા અને આપાગીગા તેમાંની ગાયોની સેવા કરતાં. તેમાં તેઓ બાળપણથી જ ભક્તિમય હતા. કામ કરતાં કરતાં હંમેશા તેમના મોઢા પર ભગવાન અને તેમના માનેલા આપા દાનાનું જ નામ ચાલતું રહેતું. આપાદાનાનું નામ સ્મરણ કરવાની આપાગીગાની તો હવે હંમેશની ટેવ બની ગઈ હતી.

image source

એક વખત પાળિયાદના આશ્રમના આપાવિસામણ ચલાળાના આશ્રમમાં મહેમાન બન્યા હતા. આપાવિસામણ ગીગાને જોતાં જ તેના પ્રત્યે આકર્ષાયા હતા. તેમને તેનામાં કંઈક અલગ જ અલૌકિકતા દેખાતી હતી. તેમણે આપાદાનાને કહ્યું કે તેઓ ગીગાને બોલાવીને તેના પરથી છાણનું સુંડલુ ઉતકારી તેને બીજે જગ્યા બાંધવાનું સુચન કરે. આપાગીગાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમણે કુતુહલથી તેની પાછળનું કારણ પુછ્યું ત્યારે આપાદાનાએ તેમને જણાવ્યું કે તું મારા કરતાં પણ સવાયો સાબિત થઈશ અને ભવિષ્યમાં લોકો તને પીરની જેમ પુજશે.

image source

1809માં દાનબાપુનો આદેશ માનીને આપા ગીગાએ સતાધારમાં જગ્યા બાંધી ત્યાં તેમણે આપાદાના જેવું જ આશ્રમ સ્થાપ્યું જ્યાં રોગીઓની સેવા, ભુખ્યાઓને ભોજન, અબોલ પ્રાણીઓની સેવા વિગેરેનું કામ શરૂ કર્યું જે આજે બે સદી બાદ પણ અવિરતપણે ચાલુ છે. આપાગીગા તો સમય વિત્યે દેવલોક પામ્યા પણ ત્યાર બાદ તેમની ગાદી ઘણા બધા બાપુઓએ સંભાળી તેમાં શામજી બાપુ બધાથી સવાયા નીકળ્યા. તેમના આવ્યા પછી સેવા કાર્યો પુરજોશમાં થવા લાગ્યા.

image source

આ શામજીબાપુ સાથે જ સાતાધારના પાડાનું સત જોડાયેલું છે. સતાધારના પાડા સાથે જે બન્યું હતું તે ખરેખર અલૌકિક હતું અને જે લોકોએ તે જોયું હતું તેઓ તો ધન્ય જ બની ગયા હતા. શામજી બાપુને અલાહબાદના કુંભના મેળામાં સમગ્ર દેશમાંથી ભેગા થયેલા સાધુસંતોએ સમ્માન આપીને હાથીની સવારી કરાવી માન આપ્યું હતું. ઘણા ઓછા સાધુઓને આ પ્રકારનું માન આપવામાં આવે છે. તેઓ 1983માં સ્વર્ગ લોક પામ્યા અને તેમની સમાધી બનાવવામાં આવી. પણ આજે પણ તેમના ચમત્કારની વાતો લોકોના માનસમાંથી આછી નથી થઈ.

વાત કંઈક આમ બની હતી. મહંત શામજી બાપુએ સતાધારની જગ્યાનો એક પાડો અમરેલીમાં આવેલા સાવરકુંડલાના નેસડી ગામે આપ્યો હતો. પાડાનું શરીર અદ્ભુત હતું. જાણે કોઈ દિવ્ય શક્તિ તેનામાં જીવંત હોય તેવું ભાસતું હતું. શામજી બાપુ ક્યારેય કોઈ પ્રાણી પર અત્યાચાર નહોતો થવા દેતાં માટે જ તેમણે પાડો આપતા પહેલાં જ શરત રાખી હતી કે જો પાડો પાળવો મોંઘો પડે તો તેને અહીં સતાધારમાં વળતો કરવો.

image source

ધીમે ધીમે દિવસો વિતતા ગયા અને પેઢી પણ બદલાઈ નેસડીના લોકો જુની વાતો ભુલી ગયા અને લોકોએ પાડાને રઝળતો કરી મુક્યો. રખડતો રખડતો આ પાડો રાજકોટ આવી પહોંચ્યો. ત્યાંથી રખડતો રખડતો તે સુરત અને ત્યાર પછી મુંબઈ પોહોંચી ગયો. મુંબઈથી તેને ત્યાંના કતલખાનામાં લઈ જવામાં આવ્યો.

કતલખાનામાં આવતા જ હવે પાડાનું ભાવિ નિશ્ચિત થઈ ગયું હતું. પણ તે કોઈ જેવો તેવો પાડો નહોતો. કતલખાનામાં જ્યારે તેને કાપવા માટે કરવત ચલાવવામાં આવી ત્યારે તે કરવતના ટુકડે ટુકડા થઈ ગયા. તે જોઈ ત્યાં હાજર કસાઈને ભારે અચરજ થયું. તેણે બીજો પ્રયાસ કર્યો બીજા પ્રયાસમાં પણ કરવતની તેજ હાલત થઈ. આમ કરવતો ભાંગતી રહી પણ પાડો તો તેમનો તેમ જ અડિખમ રહ્યો તેને એક ઘસરકો પણ નહોતો પડ્યો.

image source

હવે કતલખાનાના લોકોને આ પાડા માટે કંઈક અલગ જ લાગણી થઈ આવી. તેમને તેની દિવ્યતાનો આભસ થઈ ગયો હતો. આવો અદ્ભુત પાડો તેમના કતલખાનામાં કેવી રીતે પોહંચ્યો તેની ભાળ શોધતા તેમને ખબર પડી કે તે સતાધારનો પાડો હતો.

કતલખાનાનો કસાઈ પાડાને તેના મૂળ ગામ એવા સતાધાર લઈને પોહંચ્યો. મહંત શામજી બાપુને કસાઈએ વિગતે બધી વાત કરી અને પોતાના કૃત્ય બદલ માફી પણ માગી અને પાડાને તેમને હવાલે કરતાં ત્યાથી રવાના પડ્યો. તેણે છેલ્લીવાર પાડાની સામે જોયું. તેની નજર પાડાની આંખો પર પડી. તેમાં તેને જે તેજ જોવા મળ્યુ હતું તે તેણે ક્યારેય કોઈ જ પ્રાણીમાં નહોતું જોયું. તે જોતાં જ તેને ખ્યાલ આવી ગયો કે આ પાડો ખરેખર દૈવી જ હોઈ શકે.

image source

ધીમે ધીમે આ વાત ગામડે ગામડે ફેલાવા લાગી. પાડાની જે રીતે રક્ષા કરવામાં આવી હતી તે જોઈ લોકો શામજી બાપુને દેવસમાન ગણવા લાગ્યા હતા. પણ બાપુના મનમાં તેવી કોઈ જ લાગણી નહોતી તે તો જે કંઈ થયું હતું તે બધું જ દેવતાની કૃપા જ માનતા હતા. માત્ર શામજી બાપુને જ નહીં પણ હવે તો લોકો પાડાને પણ પુજવા લાગ્યા હતા. અને પાડાના મૃત્યુ બાદ તે દૈવી પાડની સમાધી પણ બનાવવામાં આવી.

આજે પણ સત્તાધાર જ્યારે પણ લોકો દર્શન કરવા જાય છે ત્યારે આપાગીગાની સમાધીની સાથે સાથે સતાધારના પાડાની સમાધીના પણ અવશ્ય દર્શન કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ