નવેસરથી આવી રહી છે નવા સ્વરૂપમાં પ્રેરણા, અનુરાગ અને કોમોલિકા, શું કરશો દર્શકો ફરી પસંદ?

સ્ટાર પ્લસની જૂની લોકપ્રિય સિરિયલ કસોટી ઝિંદગી કી દેખાશે હવે નવેસરથી નવા લૂકમાં નવા કલાકારો સાથે…

સતત સાત વર્ષો સુધી ચાલેલ આ સુપર હિટ સિરિયલ કસૌટી ઝિંદગી કી… જેમાં એના પાત્રોના નામ અનુરાગ બાસુ, પ્રેરણા અને મીસ્ટસ બજાજ સાથે ગ્લેમરસ ખલનાયિકા કોમોલિકા સહિત દરેકને ખૂબ જ ચાહના અને નામના મળી હતી. બંગાળી પૃષ્ઠભૂમી પર રચાયેલી આ સિરિયલ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ સિરિયલનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ટાઈટલ સોન્ગ અને ખાસ કરીને કોમોલિકા જેવા સશક્ત પાત્રોની જ્યારે એન્ટ્રી થતી એ સમયનું મ્યુઝિક પણ બહુ જ પોપ્યુલર થયું હતું. એની સફળતાને નવેસરથી અજમાવી જોવા માટે સ્ટાર પ્લસ અને એની નિર્માતા એકતા કપુરે એક નવતર પ્રયોગ કર્યો છે. જુની જ એજ પટકથાને નવા પાત્રો ને નવી ટ્રીટમેન્ટ સાથે ફરીથી ટી.વીના પરદા શરુ કરી છે.

સાંજે પ્રાઈમટાઈમ ૮ વાગ્યે આ સિરિયલને પ્રસારિત કરાય છે અને તે ૨૫ સપટેંબરથી શરુ કરાઈ છે. આ સિરિયલમાં મુખ્ય પાત્રોમાં અગાઉ અનુરાગ બાસુના પાત્રમાં કેઝાન ખાનની જગ્યાએ પાર્થ સમથાન અને પ્રેરણાના પાત્રમાં શ્વેતા તિવારીના સ્થાને એરિકા ફર્નાન્ડિસ ભજવી રહી છે. પાર્થ અગાઉ ૨૦૧૬માં આવતી ‘ગુગલી હો ગઈ’માં દેખાયો હતો જ્યારે ઇરિકા ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’માં અભિનય કરી ચૂકી છે.

હવે આ અઠવાડિયે બાલાલી ફિલ્મસની પ્રોડ્યુસર અને સિરિયલ જગતની ક્વીન કહેવાતી એકતા કપુરે બહુ ચર્ચિત એવી કોમોલિકાનું નવું લૂક સોશિયલ મીડિયા પર રીલિઝ કર્યું છે.

જેમાં ખૂબ મોટાં અને ભરાવદાર ઝૂંમકાં, લાંબો હાર અને સૌથી વધુ આકર્ષે છે ગોળાકાર અને ડિઝાઈનર નાકની મોટી વાળી. કાળું લોંગ સ્લીવ બ્લાઉઝ અને લાલ ઘાઘરાના કોમ્બિનેશનમાં ડિઝાનર લૂકમાં હિના ખાનનો ફોટો એમણે ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે અને લખ્યું છે કે હવે સિરિયલમાં આવશે કોમોલિકાની એન્ટ્રી.

આ સિરિયલ શરુ થયાને હજુ બે અઠવાડિયાં થયાં છે જેમાં દરેક પરિવારના પાત્રોની એન્ટ્રી થઈ છે અને અનુરાગ તથા પ્રેરણાની ઓળખાણ અને પ્રણયની શરૂઆત બતાવાઈ રહી છે. વિલન અને જાજરમાન એવી આ કોમોલિકાની એન્ટ્રી થશે ત્યારે સિરિયલનો રંગ જામશે એવું નિર્માતા અને આખી ‘કસૌટી…’ની ટીમને લાગી રહ્યું છે. હજુ તો રોનિત રોયને જે રોલમાં સૌથી વધુ પ્રસંશા મળેલી એ પાત્ર મીસ્ટર બજાજનું પણ આવવાનું બાકી છે આ સિઝન ૨માં.

જોઈએ કેવો રહે છે આ સ્ટાઈલનો પ્રયોગ બની શકે બીજી પણ કોઈ જુની અને પોપ્યુલર સિરિયલ્સ આ રીતે રીમેક થઈને દર્શકોના મનોરંજન માટે આવી પહોંચે ભવિષ્યમાં…

લેખન.સંકલન : જલ્સા કરોને જેંતિલાલ ટીમ