શાકની ગ્રેવીમાં ઉપયોગી કસૂરી મેથી બનાવતા શીખો

શિયાળામાં શાકભાજી માર્કેટ તાજી-તાજી ભાજીથી ભરાય ગયુ છે. એવામાં મેથીની ભાજી તો જ્યાં જોઈએ ત્યાં જેટલી જોઈએ એટલી ભરપૂર માત્રામાં મળે છે. એમાંથી અવનવી વાનગી તો બને છે. પરંતુ જો એની સુકવણી કરીએ તો આખા વર્ષ દરમ્યાન બધીરીતે ઉપયોગી બની રહે છે.

મેથી સ્વાદમાં કડવી લાગે છે પરંતુ, સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવતી હોય છે.

તો ચાલો આજે લીલી મેથીની કેવી રીતે સૂકવણી કરીને એને કસુરી મેથી બનાવી શકાય છે. તેની સ્ટેપ બાય સ્ટેપ રીત કહીએ.

સ્ટેપ – ૧ – મેથીના ફક્ત પાન અલગ કરી પાણીથી બરાબર સાફ કરી લો.

સ્ટેપ – ૨ હવે એને પેપર પર ફેલાવી કોરી થવા દો. ૧૦ મિનીટ જેવું રાખી શકાય !

સ્ટેપ – ૩ ત્યાર બાદ એક કોરા કપડાંને માઇક્રોવેવમા મૂકો (કપડું સહેજ પણ ભીનું ન હોવુ જોઈએ) અને એના પર કોરી મેથી ફેલાવી દો.(પાતળું લેયર પાથરવુ).

સ્ટેપ – ૪ માઇક્રોવેવ ના હાઈ પાવર મોડ પર 3 મિનિટ કૂક કરો. (વચ્ચે 1 મિનિટે હળવા હાથે હલાવી ફેલાવી દો). બહાર કાઢી જરુર લાગે તો ફરી 30 સેકન્ડ માટે મૂકવું. હવે, મેથીમાથી પાણીનો ભાગ દૂર થઈ જાય ત્યાં સુધી કરવુ.

સ્ટેપ – ૫ લગભગ કુલ 4 મિનિટમાં થઈ જશે. અને એકદમ કિસ્પી થઈ જશે.

સ્ટેપ – ૬ હાથેથી મસળી ઠંડી થઇ ગયા પછી એરટાઈટ ડબ્બામા ભરી ફ્રીજમાં સાચવી રાખો. આ રીતે બનાવેલ કસૂરી મેથી આખુ વર્ષ ક્રિસ્પી (crispy) રહેશે અને એનો લીલો રંગ પણ જળવાઈ રહેશે. આ કસૂરી મેથી કોઈપણ ગ્રેવી વાળા શાકમાં ઉમેરવાથી શાકનો સ્વાદ ખૂબ સરસ થઈ જશે.

રસોઈની રાણી : લીના જય પટેલ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી