જલ્સા કરોને જેંતીલાલ

‘કસોટી જિંદગી કી 2’ની અભિનેત્રીએ સ્વિમિંગ પૂલમાં ભૂક્કા બોલાવી દીધા, બ્લેક કપડામાં શેર કર્યા બોલ્ડ ફોટોઝ

ટીવીની અભિનેત્રીઓ અવાર નવાર રિયલ લાઈફમાં બોલ્ડ અવતારમાં જોવા મળતી હોય છે. ત્યારે હાલમાં ફરી એકવખત એવું જોવા મળ્યું છે. આ વખતે એકતા કપૂરની ટીવી સીરિયલ કસૌટી જિંદગી કી 2માં તન્વી બજાજ અને નજરમાં રૂબીની ભૂમિકા ભજવીને લોકોનું મનોરંજન કરનારી અભિનેત્રી સોન્યા અયોધ્યા હાલમાં ફરી એકવાર ચર્ચામાં આવી છે.

image source

સોન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. સોન્યા અયોધ્યાની બોલ્ડ અને સુંદર શૈલી તેના ચાહકોમાં ચર્ચામાં આવે છે અને ઘણી વાર છવાયેલી રહે છે અને ફરી એક વાર આવું જ કંઈક થયું છે.

image source

સોન્યા અયોધ્યાએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સોન્યા પૂલમાં ચિલિંગ જોવા મળી રહી છે. જેમાં તેની સ્ટાઇલ ખુબ જ બોલ્ડ છે અને લોકોને જોવી ગમી રહી છે. અભિનેત્રીના ચાહકો આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. અને તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

image source

બોલ્ડ લુક માટે ફેમસ સોન્યા અયોધ્યા આ તસવીરોમાં ખૂબ જ પોઝ આપતી જોવા મળી રહી છે. સોન્યા અયોધ્યાના આ ફોટોશૂટને તેના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. બ્લેક કલરના સ્વીમસ્યુટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ટિપ્પણીઓમાં સોન્યા અયોધ્યાના ચાહકો તેમને જલપરી ગણાવી રહ્યા છે. સોન્યા અયોધ્યાની પર્સનલ લાઈફ વિશે વાત કરતાં તેણે 2019 માં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા.

image source

ઉલ્લેખનીય છે કે 2019માં‘કસોટી જિંદગી કી 2’ અને ‘નજર’ જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સોન્યા અયોધ્યા પોતાના બોયફ્રેન્ડ હર્ષ સિમોર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી.

image source

પિંક સીટીમાં ડેસ્ટિનેશન વેડિંગમાં મહેંદી અને સંગીત કાર્યક્રમ યોજાયો હતો જ્યાં બે પરિવાર વચ્ચે પોલો મેચ પણ રમાઈ હતી. ગુરુવારે સોન્યા અને હર્ષે સાત ફેરાને લગ્નના બંધનમાં બંધાયા હતાં.

image source

ઉલ્લેખનીય છે કે સોન્યા અયોદ્ધયા અને હર્ષ સિમોર બંને એકબીજાને દોઢ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. આ અવસર પર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

image source

આ લગ્ન પ્રસંગે મિત્રોએ ખૂબ જ મસ્તી કરી હતી. ‘કસોટી જિંદગી કી 2’ની એક્ટ્રેસ સોન્યા અયોધ્યા ઓક્ટોબરમાં જ પોતાના લગ્નની જાહેરાત કરી ચૂકી હતી. બંને જણાના લગ્નની વાતો છેલ્લા 6 મહિનાથી ચર્ચામાં હતી અને આખરે તેમણે આ અંગે જાહેરાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version