જલ્સા કરોને જેંતીલાલ

કાશ્મીરમાં હનીમૂન મનાવી રહ્યા છે આદિત્ય નારાયણ અને શ્વેતા, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

સિંગર આદિત્ય નારાયણ લગ્ન બાદ પત્ની શ્વેતા અગ્રવાલ સાથે હનીમૂન પર નીકળી ગયા છે. આ ન્યૂલીવેડ કપલ કાશ્મીરના સુંદર હિમાચ્છાદિત પહાડોના સાનિધ્યમાં પેતાનું હનીમૂન એન્જોય કરી રહ્યા છે. આદિત્યએ શ્રીનગરના ડાલ લેકથી તસ્વીરો શેર કરી પોતાની ખુશી ફેન્સ સાથે શેર કરી છે.

image source

તસ્વીરમાં આદિત્ય અને શ્વેતા લેકમાં શિકારામાં બેઠા સનસેટની મજા માણતા જોઈ શકાય છે. આદિત્યએ તસ્વીરની સાથે સાથે કેપ્શનમાં તેનો પણ ઉલ્લેખ કર્યો છે. સૂર્યાસ્ત, સુકુન, શ્વેતા અને શિકારા, છેને સુંદર દ્રશ્ય.

image source

બીજી તસ્વીરમાં આદિત્ય અને શ્વેતા શ્રીનગરની ગલિયોમાં જોઈ શકાય છે. તેમણે સેલ્ફી શેર કરતા લખ્યું – હનીમૂનની શરૂઆત… ધરતી પર હાજર સ્વર્ગ કાશ્મીરમાં પહેલીવાર.

image source

બન્ને તસ્વીરોમાં આદિત્ય અને શ્વેતા ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હનીમૂન પર ગયેલી આ ક્યૂટ જોડીને ફેન્સ અને તેમના શુભેચ્છકોએ શુભેચ્છાઓ પાઠવી છે. તમને જણાવી દઈ કે આદિત્ય અને શ્વેતાએ આ મહિનાની 1લી ડીસેમ્બરે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વયારલ થઈ હતી. આદિત્યની જાનની વિડિયો પણ ઇન્ટરનેટ પર ખૂબ છવાયેલી રહી હતી.

image source

આદિત્ય અને શ્વેતાના લગ્ન કોરોના કાળમાં થવાના કારણે તેમના લગ્નના ફંક્શનમાં વધારે મહેમાનો હાજર નહોતા રહી શક્યા. પરિવારના નજીકના અને ખાસ લોકો જ લગ્નમાં હાજર રહ્યા હતા. જો કે તેની જાન અને લગ્ન કોઈ ભવ્ય સેલિબ્રેશનથી ઓછા નહોતા.

image source

આદિત્યએ શ્વેતા સાથે પેતાના રિલેશનશીપની વાત કેટલાક દિવસો પહેલાં જ જાહેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર શ્વેતા સાથેની એક ફોટો શેર કરીને પોતાના લગ્ન અને સંબંધ વિષે જણાવ્યું હતું. અચાનક જાહેરાત થતાં ફેન્સ પણ સરપ્રાઇઝ્ડ રહી ગયા હતા.

image source

જો કે ઇન્ડિયન આઇડલની છેલ્લી સિઝનમાં તેના અને નેહા કક્કડના સંબંધ હોવાની ખબર ઉડી હતી. અને તેઓ લગ્ન કરવાના છે તેવી પણ વાત થઈ રહી હતી. અને શો પર આદિત્ય નારાયણના માતાપિતા અને નેહા કક્કડના માતાપિતાએ બન્નેને સ્વિકારી પણ કરી લીધા હતા. પણ પાછળથી આ બધી જ વાતો શોનો એક સ્ટન્ટ જ સાબિત થયો હતો માત્ર પ્રેક્ષકોને મનોરંજન પુરુ પાડવા માટે જ આ ખોટી વાર્તા ઉભી કરવામા આવી હતી.

image source

જોકે આ જ વર્ષે નેહા કક્કડે પણ પોતાના બોયફ્રેન્ડ સાથે ડિસેમ્બરમાં જ લગ્ન કર્યા હતા અને આદિત્યએ પણ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. જો કે હવે સમાચાર મળી રહ્યા છે કે નેહા કક્કડ પોતાના પ્રથમ બાળક સાથે પ્રેગ્નન્ટ છે અને તે સમચારા તેણીએ પોતાની એક તસ્વીર શેર કરીને પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version