શા માટે કડવાચોથની રાતે ચંદ્રને ચારણીમાંથી જોવામાં આવે છે? – જાણો કારણ…

કડવા ચોથની પૂજા કરવા પહેલાં પત્ની કેમ ચાયણીથી ચાંદની તરફ જુએ છે, તેનું કારણ જાણો

image source

પરણિત સ્ત્રીઓ માટે સૌથી મહત્વનું અને શુભ માનવામાં આવતું આ વ્રત છે, જે કડવા ચોથના નામે ઓળખાય છે. લાલ રંગની સુંદર સાડી અને સોળેય શણગાર સજીને સવારના પહોરથી લઈને છેક રાતે ચંદ્રમા દર્શન આપે ત્યાં સુધી તેઓ નિર્જળા રહે છે. તેમના મનમાં એકજ મનોકામના રહે છે કે તેમનું સુહાગ અમર રહે એટલે કે તેઓ તેમના પતિની દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેમના હાથે ચંદ્રના દર્શન કર્યા બાદ જ જળ અને ખોરાક લે છે.

image source

દરેક સુહાગિન કડવા ચોથના દિવસે આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે છે. કડવા ચોથ વિવાહિત મહિલાઓ માટેનો સૌથી મોટો દિવસ છે અને તે આખા ભારતમાં આ વ્રત ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે.

સ્ત્રીઓ દિવસભર ભૂખી અને તરસી રહેતી હોય, સાંજના સમયે સોળ શણગારો કરીને મહિલાઓ ચંદ્રની પૂજા કરવા માટે સૌથી પહેલાં દીવડો પ્રગટાવીને પછી ચાયણીમાંથી આરપાર ચંદ્રના દર્શન કર્યા પછી જ પછી, તેઓ તરત જ તેમના પતિને જુએ છે અને પછી પતિના હાથે જ ઉપવાસ ખોલે છે. આ પ્રથા આપણે વર્ષોથી આપણે આપણી સહેલીઓ, બહેનો કે માતાને ચાયણીમાંથી જોઈને ચંદ્રની પૂજા કરતા જોયા છે.

image source

કડવા ચોથના વ્રતની પૂજામાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું આગવું મહત્વ છે. પણ આજ સુધી જો તમને પણ એ ખ્યાલ ન આવ્યો હોય કે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ શા કારણે ચંદ્રને ચાયણીથી આરપાર કેમ જોએ છે? જો તમારા મનમાં આ પ્રશ્ન છે, તો પછી ચોક્કસપણે આ લેખ તમને વાંચવો ગમશે….

કડવા ચોથના દિવસે ચાયણીનું મહત્વ જાણો…

image source

કડવા ચોથના દિવસે ચાયણી વડે પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. પૂજાની થાળીમાં રખાતી બીજી બધી પૂજા સામગ્રીઓની જેમ ચાયણીનું પણ પોતાનું એક વિશેષ સ્થાન છે. હા, કડવા ચોથની રાત્રે સ્ત્રીઓ આ ચાયણીથી તેમના પતિના ચહેરાને જોઈને વ્રત પૂર્ણ કરે છે. આ વિધિમાં સૌભાગ્ય વતી મહિલાઓ ચંદ્ર તરફ દીવો કરીને ચાયણીની વચ્ચે રાખે છે અને તેની આરપાર ચંદ્રને જુએ છે અને પછી તરત જ તેમના પતિનો ચહેરો જુએ છે. જે બાદ પતિ તેમને પાણી આપીને વ્રત પૂર્ણ કરવામાં તેમની પત્નીની મદદ કરે છે.

image source

હિન્દુ માન્યતાઓ અનુસાર

ચાયણીની આરપાર ચંદ્ર દર્શન કરવાની પ્રથા અનોખી લાગે છે. આ એટલા માટે છે કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર, ચંદ્રને ભગવાન બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે અને બ્રહ્માજી આયુષ્યનું વરદાન પણ આપે છે. આ ઉપરાંત, ચંદ્રમાં સુંદરતા, ઠંડક, પ્રેમ અને દીર્ધાયુષ્ય પ્રદાન કરવા જેવા ગુણો પણ રહેલા છે. આ કારણોસર, પરિણીત મહિલાઓ ચંદ્ર તરફ જુએ છે અને તેમના દર્શન કરીને પતિ માટે આ બધા ગુણોની કામના કરે છે.

image source

ઉત્તર ભારતમાં આ વ્રત ખૂબ જ દ્રઢપણે દરેક રીત રિવાજ મુજબ રૂઢીચૂસ્ત માન્યતા મુજબ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ કહેવાય છે કે કડવા ચોથ પરનો ચંદ્ર કાર્તિકનો ચંદ્ર છે અને તે ભગવાન શિવ અને માતા પાર્વતીના તેમના પુત્ર છે તેઓ ભગવાન ગણેશના ભાઈ છે અને તેમનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. વળી, ઉત્તર ભારતમાં મહિલાઓ વડીલોના આદરના સંકેત રૂપે માથે ઓઢીને લાજ કાઢે છે. તેથી, ચંદ્રનું સન્માન કરીને પૂજા કરવાના સમયે પરિણીત મહિલાઓના પ્રતીક તરીકે તેમના ચહેરાને ઢાંકી દે છે. તેઓ સીધે સીધો ચહેરો બતાવતી નથી. તેથી આ આમન્યાને અનુસરીને પતિને પણ તરત ચહેરો નથી બતાવતી તેને બદલે ચાયણીની આડશે તેઓ પોતાનું વ્રત પૂજન કરે છે અને ઉપવાસ છોડે છે.

image source

અન્ય માન્યતા

બીજી માન્યતા એ છે કે સ્ત્રીઓ જ્યારે વ્રતની પૂજાના રૂપમાં ચંદ્રમાના કિરણોથી કડવા ચોથની ઉપાસનાના બદલામાં જ્યારે આશીર્વાદ લેવા માટે પ્રાર્થના કરે છે. ફિલ્ટર કરેલ કિરણો જ તેમના જીવનમાં પ્રવેશે જે તેમના દાંપત્ય જીવનમાં સુખી અને સમૃદ્ધ જીવનને આશીર્વાદ રૂપે શુભ ફળ પ્રાપ્ત થઈ શકે.

image source

હિન્દુ પરંપરામાં, દરેક નાની વસ્તુનું એક અલગ જ મહત્વ હોય છે. આ રીતે, ચાયણી વડે પૂજા કરવાથી સૌભાગ્યવતી સ્ત્રી તેમના સુખમય અને આનંદીત જીવનની મનોકામના ચંદ્રમા પાસે યાચના કરે છે. જે આ પ્રથા પાછળનું આ અનોખું કારણ છે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ