જાણો ક્યારે છે કાર્તિકી પૂર્ણિમા, આ દિવસે દેવતાઓ ઉજવે છે દિવાળી, જાણો તેનું મહત્ત્વ અને કથા, હા પણ ભૂલ્યા વગર રાશિ પ્રમાણે કરજો આ દાન

કાર્તિકી પૂર્ણિમાના દિવસે તમારી રાશિ પ્રમાણે આ રીતે કરો દાન અને મેળવો દેવતાઓના આશિર્વાદ

કાર્તક મહિનાના શુક્લ પક્ષની પૂનમને કાર્તિકી પૂર્ણિમા કહે છે. પંચાગ પ્રમાણે પૂર્ણિનાની તિથિ 30મી નવેમ્બરે પડી રહી છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ છે. આ ગ્રહણને ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ કહેવાઈ રહ્યું છે. કાર્તિકી પૂર્ણિમાનું મહત્ત્વ શું છે ચાલો તે જાણીએ

એક પૌરાણિક કથા પ્રમાણે કાર્તિકી પૂર્ણીમાની રાત્રે દેવતાગણ પોતાની દિવાળી મનાવે છે. માટે આ એક શુભ દિવસ તરીકે માનવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિના દિવસે સ્નાન અને દાનનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. માન્યતા રહેલી છે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે.

કાર્તિકી પૂર્ણિમાના દિવસે કરો દીપ દાન

image source

કાર્તિકી પૂર્ણીમાના દિવસે દાનનું ખાસ મહત્ત્વ છે. દેવતાઓની દિવાળી હોવાના કારણ આ દિવસે દેવતાઓને દીપ દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છેકે દીપ દાન કરવાથી બધા જ પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય છે. દીપ દાન કરવાથી દેવતાઓનો આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

ક્યારે છે કાર્તિકી પૂર્ણિમા

પંચાગ પ્રમાણે કાર્તિકી પૂર્ણોમાનો ઉત્સવ 30મી નવેમ્બર 2020ના રોજ છે. પૂર્ણિમા તિથી 29 નવેમ્બરે બપોરે 12 વાગીને 47 મિનિટે શરૂ થઈને 30મી નવેમ્બરે બપોરે 2 વાગીને 59 મિનિટે પૂર્ણ થાય છે.

કાર્તિકી પૂર્ણિમાની કથા

image source

ભગવાન શિવને ત્રિપુરારી પણ કહેવાય છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ ભગવાને ત્રિપુરારીનો અવતાર લઈને ત્રિપુરાસુર નામના અસુર ભાઈની એક તીગડીનો વધ કર્યો હતો. આ જ કારણે આ પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. અસુરોનો વધ કરવાના કારણે દેવતાઓએ આ દિવસે દિવાળીની ઉજવણી કરી હતી.

આ દિવસે રાષિ પ્રમાણે જરૂર કરો આ કામ

મેષ

મેષ રાશિના જાતકોએ કાર્તક માસની પૂનમના દિવસે ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ તેમ કરવાથી તમને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

વૃષભ

આ રાશિના જાતકોએ કાર્તિકી પૂર્ણિમાના દિવસે મિશ્રી એટલે કે સાકરનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.

મિથુન

આ રાશિના જાતકોએ કાર્તક મહિનાની પૂનમના દિવસે લીલા રંગના મગની દાળને ચોક્કસ દાન કરવી જોઈએ. આમ કરવાથી તેમના વૈવાહિક જીવનમાં ઉભી થયેલી મુશ્કેલીઓનો અંત આવશે.

કર્ક

આ રાશિના જાતકોએ આ દિવસે ચોખાનું દાન ચોક્કસ કરવું જોઈએ. આમ કરવાથી તેમને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

સિંહ

સિંહ રાશિના જાતકોએ આ દિવસે ઘઉંનું દાન ચોક્કસ કરવું. આમ કરવાથી તમારું માન-સમ્માન વધે છે.

કન્યા

આ રાશિના જાતકોએ આ દિવસે જાનવરોને લીલા રંગનો ચારો ખવડાવવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનવમાંની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.

તુલા

આ રાશિના જાતકોએ આ દિવસે કન્યાઓને ખીર ખવડાવવી જોઈએ. આમ કરવાથી તમને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ આ દિવસે ગોળ અને ચણા વાંદરાઓને ખવડાવવા જોઈએ. આમ કવરાથી તમારા શત્રુઓનો નાશ થાય છે.

ધન રાશિ

ધન રાશિવાળા લોકોએ આ દિવસે કોઈ મંદિરમાં ચણાનું દાન ચોક્કસ કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં સુખનું આગમન થાય છે.

મકર

આ રાશિના જાતકોએ આ દિવસે ધાબળાનું દાન ચોક્કસ કરવું જોઈએ. આમ કરવાથી તમારી નોકરીમાં આવી રહેલી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે.

કુંભ

કુંભ રાશિના જાતકોએ આ દિવસે કાળા અડદની દાળ ચોક્કસ દાનમાં આપવી જોઈએ. આમ કરવાથી તમારા બિઝનેસમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

મીન

મીન રાશિના લોકોએ કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે હળદર ચણાના લોટની મીઠાઈનું દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધનની ખોટ નહીં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ