જલ્સા કરોને જેંતીલાલ

જોઇ લો કાર્તિક અને કિયારાનો રો..રો..રોમેન્ટિક વાયરલ વિડીયો

કાર્તિક અને કિયારાનો રોમેન્ટિક વિડિયો થઈ રહ્યો છે વાયરલ – તમે પણ જોઈ લો

image source

કાર્તિક આર્યાન આજકાલ તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 2ના શુટિંગમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે ભૂલ ભુલૈયાના પ્રથમ ભાગમાં અક્ષય કુમાર અને વિદ્યાબાલને મુખ્ય ભુમિકાઓ ભજવી હતી અને લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી.

image source

થોડા સમય પહેલા કાર્તિક આર્યાન આ જ ફિલ્મના શુટિંગ માટે રાજસ્થાનના જયપુર ખાતે શૂટ શરૂ કર્યુ હતું. તેની એરપોર્ટ પરની પણ કેટલીક ફોટો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી અને તેના એક ઇન્સ્ટાગ્રામ ફેન પેજ દ્વારા શૂટિંગ દરમિયાનની એક વિડિયો પણ શેર કરવામાં આવી છે અને જયપુરમાં શુટિંગ ચાલી રહ્યું છે તેવું પણ જણાવ્યું હતું.

હાલ ફિલ્મ ભૂલ ભુલૈયા 2ની સંપૂર્ણ ટીમ ફિલ્મના શૂટિંગમાં જુસ્સાભેર લાગી ગઈ છે અને અવારનવાર શૂટિંગ દરમિયાનની તસ્વીરો તેમજ વિડિયો વાયરલ થતાં રહે છે. તાજેતરમાં એક નવી વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

આ વિડિયો કાર્તિક આર્યન અને ભૂલ ભુલૈયામાં તેની કો સ્ટાર રહેલી કિયારા અડવાણીના રોમેન્ટિક ડાન્સની છે. આ વિડિયોમાં તમે કિયારાને કાર્તિકની બાહોંમાં ઝૂમતી જોઈ શકો છો. આ રોમેન્ટિકે વિડિયોમાં કાર્તિક કિયારાને ઉઠાવીને ફરી રહ્યો છે અને પછી બન્ને એકબીજાની આંખોમાં ખોવાઈ જતાં જોવા મળે છે. આ શોટ જ્યારે કટ થયો ત્યારે તે બન્ને એક બીજાથી દૂર થઈ જાય છે. આ વિડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મિડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

image source

આ વિડિયોમા કાર્તિકે ટ્રેડિશનલ ભારતીય વસ્ત્રો પહેર્યા છે. તેણે શેરવાની પહેરી છે તો કિયારા અડવાણીએ લહેંગા ચોલી પહેર્યા છે. આ વિડિયો જોઈને તમને તે બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોવા મળી જશે. તમને જણાવી દઈએ કે કાર્તિક જયપૂર ખાતે ભૂલ ભુલૈયા 2નું જે શૂટીંગ ચાલી રહ્યું છે તેની તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પણ શેર કરતો રહે છે.

આ ઉપરાંત પણ કાર્તિકના ફેન પેજ પર શુટિંગ દરમિયાનની કેટલીક તસ્વીરો તેમજ વિડિયો શેર કરવામાં આવી હતી. જેમાંથી એકમા કાર્તિક બાઈકની સવારી કરતો જોવા મળ્યો હતો, તો બીજી તસ્વીરમાં તેની પાછળની સીટ પર કીયારા પણ કાર્તિકની કમરમાં હાથ નાખીને બાઈક પર બેસેલી જોવા મળી હતી.

આ પહેલાં તેણે પોતાની તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ લવ આજ કલ સાથે જોડાયેલી કેટલીક વિડિયો તેમજ તસ્વીરો પણ શેર કરી હતી. તેમાંની એક વિડિયોમાં ભારતીય મહિલા ક્રીકેટ ટીમની પ્લેયર જેમિમા રોડિક્સ, ફિલ્મ લવ આજ કલના ગીત હાં મેં ગલત પર ડાન્સ કરતી રહી હતી.

તેણી સાથે ઓફ ડ્યૂટી સિક્યોરિટી ગાર્ડ પણ ડાન્સ કરતી જોવા મળી હતી. કાર્તિકે આ વિડિયો શેર કરતાં લખ્યું હતું, ‘મારી ફેવરીટ ક્રિકેટરે હાં મેં ગલત ગીત પર જબરજસ્ત પર્ફોમન્સ કર્યું. કપ જીતીને આવજે જેમી. અને પોપ્યુલર ડિમાંડ પ્રમાણે સિક્યોરીટીજીને પણ બોલીવૂડમાં લેતા આવજો.’

image source

તમને ભૂલ ભૂલૈયા 2 વિષે વધારે જણાવીએ છે કે અક્ષય કુમાર અને વિદ્યાબાલન અભિનિત ભૂલ ભુલૈયા 2007માં રિલિઝ થઈ હતી. આ ફિલ્મ 1993માં રજૂ થયેલી મલયાલમ ફિલ્મ મણિચિત્રાતાજુની રીમેક હતી, જેને પ્રિયદર્શન દ્વારા ડીરેક્ટ કરવામા આવી હતી.

image source

જ્યારે ભૂલ ભુલૈયા 2નું દીગદર્શન અનીસ બજમી કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રતિભાવાન અભિનેત્રી તબ્બૂની મહત્ત્વની ભૂમિકા છે. આ ફિલ્મ 31મી જુલાઈએ રિલીઝ થવાનો અંદાજો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version