આજથી જ કરો આ પાઠ, ધનની દેવી થશે ખુશ અને નહીં રહે ટેન્શન

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે તેમ માનવામાં આવે છે. માન્યતા છે કે શુક્રવારના દિવસે વિધિ વિધાન સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે. ભક્તો પર ધનની વર્ષા કરે છે. જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્રત રાખવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ રીતે પૂજા કરવાથી માત પ્રસન્ન થાય છે. દેવી લક્ષ્મી સંપદા, ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. દર શુક્રવારે દેવી લક્ષ્મીની વિશએષ પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. પૌરાણિક માન્યતા અનુસાર દેવરાજ ઈન્દ્રને મહાલક્ષ્મી કૃપા પ્રાર્થના સ્તોત્રની રચના કરી હતી. આ સ્તોત્રનો પાઠ કરવાથી ધન વૈભવ, સૌભાગ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, શીલ, વિદ્યા, વિનય અને ઓજની પ્રાપ્તિ થાય છે. આ માટે આજે અમે આપને જણાવી રહ્યા છીએ મહાલક્ષ્મી કૃપા પ્રાર્થના સ્તોત્ર.

શ્રી લક્ષ્મી સ્તોત્ર

image soucre

नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते ।

शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोऽस्तुते ॥ 1॥

नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि ।

सर्वपापहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ॥ 2॥

सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि ।

सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ॥ 3॥

सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि ।

मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोऽस्तुते ॥ 4॥

आद्यन्तरहिते देवि आद्यशक्तिमहेश्वरि ।

योगजे योगसम्भूते महालक्ष्मि नमोऽस्तुते ॥ 5॥

स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे ।

महापापहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ॥ 6॥

पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि ।

परमेशि जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते ॥ 7॥

image soucre

જ્યારે પણ તમે માતા લક્ષ્મીની શુક્રવારે પૂજા કરો છો ત્યારે દેવી લક્ષ્મીને પ્રિય એવો કંસાર થાળમાં ધરાવો. આ સાથે જ લક્ષ્મીજીની પૂજા અને આરતી પણ કરો. આ દિવસે વ્રત રાખનારી મહિલાઓએ લાલ રંગના કપડાં પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરવાની રહે છે. કેટલીક જગ્યાઓએ આ રીતની પૂજાને લાલ શુક્રવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા લક્ષ્મીના માનેલા શુક્રવાર તમે પૂરા કરો છો તો તમારે માનેલી સંખ્યામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યને સામાન દાનમાં આપવાનો રહે છે. તેમાં તમે યથાશક્તિ દાન કરી શકો છો.

જાણો શું ન કરવું

image soucre

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો રાતના સમયે વાળમાં કાંસકો ફેરવવો નહીં. આ સિવાય સંભોગ માટે ફક્ત રાતના સમયની જ પસંદગી કરવી. નહીં તો તમને ધન સંબંધી મુશ્કેલીઓ આવી શકે છે.

જે ઘરમાં દીવો ફૂંક મારીને ઓલવી દેવાય છે ત્યાં ક્યારેય દેવી લક્ષ્મી વાસ કરતી નથી.

જો તમને રાતે પગ ધોયા વિના સૂવાની આદત છે તો તે અપશુકન મનાય છે. તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં બરકત થતી નથી.

image soucre

જે લોકો રાતે વોશ બેસિનમાં એંઠા વાસણ રાખે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થતો નથી.