કરોડોપતિ હોવા છતાં બોલીવૂડના આ સિતારાઓએ લગ્ન પાછળ એક રૂપિયો પણ નથી ખર્ચ્યો !

સ્ટાર્સ લોકો હંમેશા પોતાના જીવનમાં મસ્ત રહેનારા હોય છે તે પછી બોલીવૂડના હોય કે હોલીવૂડના હોય. તેમને દુનિયા શું કહેશે તેનાથી કશો જ ફરક નથી પડતો. પણ તેમના ફેન્સ તો હંમેશા તેઓ શું કરે છે ? તે જાણવાની તાગમાં રહેતા હોય છે. ખાસ કરીને તેમના સંબંધો વિષે ફેન્સ હંમેશા અપડેટ રહેવા માગે છે અને લગ્નની તસ્વીરો માટે તો જાણે પડાપડી જ કરે છે.

ગયા વર્ષે ચાર-ચાર બોલીવૂડ સ્ટાર્સના લગ્નો થઈ ગયા અને તેની તસ્વીરો સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ. તે લગ્ન પછી વિરાટ-અનુષ્કાના હોય પ્રિયંકા-નિકના હોય કે દિપીકા-રણવીરના હોય લોકોએ તેમના લગ્નોની તસ્વીરો ખુબ જોઈ.

આ બધા જ લગ્નોમાં કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હતો આ ત્રણ લગ્નોમાંના બે તો વિદેશમાં યોજાયા હતા જ્યારે પ્રિયંકાએ રાજસ્થાનના રાજમહેલ પર પોતાના લગ્ન માટે પસંદગી ઉતારી હતી. અને આ સ્ટાર્સે ઓછામાં ઓછા ત્રણ-ત્રણ રિસેપ્શન આપ્યા હતા જેમાં આખેઆખુ બોલીવૂડ ઉમટી પડ્યું હતું. પણ બોલીવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે પોતાના લગ્નમાં એક રૂપિયો પણ નથી ખર્ચ્યો તો ચાલો જાણીએ આ અત્યંત સાદા પણ કરોડપતિ બોલીવૂડ સ્ટાર્સ વિષે.

જોહ્ન અબ્રાહમ

જોહ્ન અબ્રાહમે ખુબ જ સાદાઈથી લગ્ન કરી લીધા હતા. તેમણે ખુબ જ પ્રાઇવેટ રીતે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે લગ્ન કર્યા હતા જેની જાણ જ્યાં સુધી તેમણે જાહેરાત ન કરી ત્યાં સુધી લોકોને નહોતી થઈ. અને તેમના લગ્નમાં ગણ્યાગાંઠ્યા જ મહેમાન આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે જોહ્નની પત્નિ પ્રિયા રંચાલ એક એનઆરઆઈ છે. તેણી યુ.એસ.એ. માં ફાયનાન્શિયલ એનાલિસ્ટ અને ઇનવેસ્ટમેન્ટ બેંકર છે.

રાની મુખરજી

રાનીના લગ્ન આમ તો વિદેશમાં થયા હતા પણ તેમણે ખુબ જ સાદાઈથી આ લગ્ન કર્યા હતા. તેના લગ્ન યશરાજ ફિલ્મના માલિક આદિત્ય ચોપરા સાથે થયા છે. આપણે બધા જાણીએ છીએ કે રાની એક સ્થાપિત અભિનેત્રી છે જ્યારે આદિત્ય ચોપરા કરોડોની સંપત્તિ ધરાવે છે તેમ છતાં તેમણે લગ્ન માટે સાદાઈનો માર્ગ જ અપનાવ્યો. તેમણે લગ્ન તો સાદાઈથી કર્યા જ પણ પછીથી કોઈ રિસેપ્શન પણ નહોતુ રાખ્યું.

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈના લગ્ન ફિલ્મ કરીબની હિરોઈન નેહા સાથે થયા છે. તેમણે 2006માં લગ્ન કર્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે એટલી ઉતાવળમાં આ લગ્ન કર્યા હતાં કે તેમના માતાપિતા પણ તેમાં હાજર નહોતા રહી શક્યા.

તમને જણાવી દઈએ કે મનોજના આ બીજા લગ્ન છે તે પહેલાં પણ તેણે લગ્ન કર્યા હતા જે તેના સંઘર્ષના દિવસો દરમિયાન ટકી ન શક્યા અને તેણે ડીવોર્સ લેવા પડ્યા. નેહા અને મનોજને એક સુંદર મજાની દીકરી પણ છે.

સેલિના જેટલી

સેલિના જેટલી બોલીવૂડમાં આવી ખરી પણ તેણીને એટલી સફળતા નહોતી મળી શકી. કેટલીક ગણતરીની ફિલ્મો જ તેના નામે બોલે છે. તેણીએ દુબઈ સ્થિત એક વિદેશી બિઝનેસમેન પીટર હૉગ સાથે ખુબ જ ખાનગી રીતે 2011માં લગ્ન કરી લીધા હતા જેની જાણ કેટલાએ સમય સુધી કોઈને પણ નહોતી થઈ. સેલિનાએ પણ પોતાના લગ્ન માટે ક્યારેય બોલીવૂડમાં કોઈ રિસેપ્શન નહોતું રાખ્યું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ