કરો આવી રીતે લાલ ચંદનનો ઉપયોગ , ગમે તેવા જૂના ખીલના ડાઘને પણ મટાડશે કાયમ માટે…

અત્યારની વ્યસ્ત જીવનશૈલીના કારણે સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ પ્રદૂષણ ને ખરાબ ખાન પાનની રીતે જોઈએ તો સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે સ્કીન ડેમેજ થાય ત્યારે આપણે ટીવીમાં આપવામાં આવતી લોભામણી જાહેરાત વાંચીને મોંઘા ભાવે એ ખરીદી લાવી ને ઇનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સ્કીન પહેલા કરતાં વધારે ખરાબ થઈ જાય છે ને કોઈ ફર્ક પડતો નથી, જો તમે આવી લલચામણી ને મોંઘી મોંઘી સુંદરતા વધારાનાર કોસ્મેટિકનો સહારો લેશો તો આવું જ થશે ને એવું પણ બને કે આના કરતાં વધારે ખરાબ પરિણામ નો સામનો પણ કરવો પડે. સાથે સાથે સ્કીનને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ખોરાક લેવો જોઈએ ને તડકાથી ને પ્રદુષણથી સ્કીનને બચાવીને પણ રાખવી જોઈએ. સાથે સાથે ઘરેલુ ફેસપેક પણ લગાવવું જોઈએ જેથી તમે તમારીસ્કીનને હેલ્ધી બનાવી શકો ને પોતાની સુંદરતા વધારી પર્સનાલિટીમાં પણ વધારો કરી શકો છો.

સુંદરતા વધારનાર ને રાતોરાત ગોરા કરવાનો દાવો આપનાર મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટ ના વધારે પડતાં ઉપયોગથી તમે તમારી સ્કીનની ચમક ઓછી કરી શકો છો. એ તમને ફાયદાની જગ્યાએ સ્કીનને નુકશાન પણ પહોંચી શકે છે.

અપનાવો લાલ ચંદનનો આ પ્રયોગ :

લાલ ચંદન વિષે તમે સંભાળ્યું હશે જ જે આપણી સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજે તેનો જ ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ.
સાઈથી પહેલા તો લાલ ચંદન પાઉડર લો એક વાટકીમાં ને એમાં લીંબુનો રસ એડ કરો ને તેને હલાવી તેની પેસ્ટ બનાવો.
પછી આ બનાવેલી પેસ્ટને સ્કીન ઉપર લગાવી નકહો ને દસ મિનિટ સુધી સુકાવા દો ને પછી ઠંડા પાણી થી ચહેરો સાફ કરો.
નિયમિત આ પ્રયોગ કરવાથી ચહેરો ફેસિયલ કરેલો હશે એવો ચમકદાર ને ખીલના ડાઘ વગરનો એકદમ ગોરો ગોરો બની જશે.