ખાસ કરીને બેવડી સીઝનમાં લોકોના પગની એડીઓ વધારે ફાટતી હોય છે. આ સાથે એવું પણ બને છે કે શિયાળામાં ફાટી ચૂકેલી એડીઓ હવે ભરાતી ન હોય અને સાથે કડક થવાના કારણે પણ તમને દર્દ આપતી હોય કે પછી તેના નિશાન બની જતા હોય ફાટેલી એડીઓના કારણે તમે પગને ખુલ્લા પણ રાખવામાં શરમ અનુભવો છો. આ સાથે જો તમે તેને વધારે ઈગ્નોર કરો છો તો તમને દર્દ થાય તે પણ શક્ય છે. આ સાથે અનેક વાર ઈન્ફેક્શનનો ખતરો પણ રહે છે. આ માટે ફાટેલી એડીઓનો ઉપાય કરી લેવામાં આવે તે ખાસ જરૂરી છે.

આપણે ચહેરા અને હાથને જેટલું મહત્વ આપીએ છીએ તેટલું પગને કે એડીઓને આપતા નથી પણ આ ખોટું છે. જો તમે થોડો સમય તમારી પગની એડીઓ માટે કાઢશો તો તે તમને ફાયદો આપી શકે છે. તમારી એડીઓ મુલાયમ અને સુંદર દેખાશે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક ખાસ ઉપાયો જે તમારી એડીઓને સુંદર બનાવવા માટે તમને મદદ કરશે.

તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ફ્રૂટક્રીમ.
સામગ્રી
એલોવેરા જેલ
કેન્ડલ વેક્સ
એસેન્શિયલ ઓઈલ
નારિયેળ તેલ
ફાયદા

નારિયેળ તેલ ખાસ કરીને ડ્રાય સ્કીનને મોશ્ચરાઈઝ કરવા માટે સારું ઓપ્શન રહે છે. આ તેલ તમારી એડીની ડેડ સ્કીનને હટાવીને સ્કીનની અંદર સુધી જાય છે અને નરમાશ આપે છે. એડીઓની ક્રેકને જલ્દી ભરવા માટે અહીં એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ રીતે બનાવો

ફ્રૂટક્રીમ બનાવવા માટે એક વાટકી લો. તેમાં થોડી કેન્ડલ વેક્સ પીગળાવી લો અને તેમાં નારિયેળ તેલ મિક્સ કરી લો. તેને ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં થોડી એલોવેરા જેલ મિક્સ કરો. હવે એસેન્શિયલ ઓઈલના 3-4 ટીપાં મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે તમારી ફૂટક્રીમ. આ મિશ્રણને તમે એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરી શકો છો.
આ રીતે કરો યૂઝ

રાતે સૂતા પહેલા પોતાના પગન સાબુથી સારી રીતે ધોઈ લો અને પગને સાફ રૂમાલથી લૂસી લો. હવે ફૂટક્રીમને ફાટેલી એડી પર સારી રીતે લગાવી લો. આ ક્રીમ લગાવ્યાના 2 મિનિટ બાદ મોજા પહેરી લો. એક અઠવાડિયા સુધી આવું કરો. આ ઉપાયથી તમારી એડીની સુંદરતા પાછી આવશેે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,