જલ્સા કરોને જેંતીલાલ

માત્ર 8 હજાર રૂપિયામાં ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, અને દર મહિને કમાવો 1 લાખથી પણ વધારે, જાણી લો તમામ માહિતી

લગભગ દરેક માણસ પોતાના અને પોતાના પરિવારનો પેટનો ખાડો પુરવા કોઈને કોઈ કામધંધો કરે છે. વળી, કોઈ ધંધો એવો નથી કે જેમાં મહેનત વિના વળતર મળે. હા, એ વાત સાચી કે મહેનતના પ્રકાર અલગ અલગ હોય છે. દાખલા તરીકે એક ડોકટર પોતાના જ્ઞાનના આધારે શરીરમાં કાપકૂપ અને સારવાર કરી ફરી ચામડીને સોય દોરાથી સાંધી દે છે, એ જ રીતે એક મોચી ચામડાને કાપી, માપ સાઈઝ કાઢી તેને સોય દોરા વડે સીવી લે છે.

image source

એક રીતે જોવા જઈએ તો આ બન્ને લોકોના કામમાં બહુ ઝાઝો ફેર નથી પરંતુ બન્નેને કામ બદલ મળતા વળતરમાં હાથી ઘોડાનો ફરક છે. કોઈ વ્યક્તિ એસી ઓફિસમાં બેસી કામ કરે છે તો કોઈક ખરા તડકે ખેતરોમાં પરસેવે રેબઝેબ થાય છે.

image source

વળી, અમુક ધંધા એવા પણ હોય છે જે બહુ નાનકડા રોકાણથી શરૂ થઈ શકે જ્યારે અમુક ધંધા માટે બહુ તોતિંગ રોકાણ જોઈએ. આજના આ આર્ટિકલમાં અમે આપને એક એવા ધંધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઓછા રોકાણે શરૂ કરી શકાય અને જો એ ધંધામાં યોગ્ય પ્રતિભાવ મળે તો આરામથી આવક વધતી જાય.

image source

આ બિઝનેસ એટલે ટિફિન બિઝનેસ. આપણે જોઈએ છીએ કે મોટા શહેરોમાં તો ઠીક પણ હવે નાના શહેરોમાં પણ બહારના લોકો કામ કરવા માટે આવે છે અને તેમને વ્યાજબી ભાવે ઘર જેવું ભોજન મળે તેનો સ્ત્રોત શોધતા હોય છે. વળી, ફક્ત ધંધાર્થીઓ જ નહીં પણ વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પણ ઘસર જેવા ભોજનની શોધમાં હોય છે. ટૂંકમાં આ ટિફિન બિઝનેસ શરૂ કરવા માટે શરૂઆતમાં તમારે ફક્ત થોડા ગ્રાહકો શોધવા પડશે અને તેમને સારી ટિફિન સર્વિસ પુરી પાડી તેમનો વિશ્વાસ જીતવાનો રહેશે જેથી તેઓ બીજા ગ્રાહકોને પણ તમારી ટિફિન સર્વિસનો લાભ લેવા પ્રોત્સાહિત કરી શકે.

ટિફિન બિઝનેસમાં રોકાણ કેટલું ?

image source

આમ તો આ બિઝનેસ ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ શરૂ કરી શકાય. હા, તમારે ગ્રાહકોને સ્વાદિષ્ટ અને ગુણવત્તા યુક્ત ભોજન સમયસર આપવાની જવાબદારી ખંતથી નિભાવવી પડે. બિઝનેસ શરૂ કરવા ખાસ સાધન સામગ્રીની જરૂર પણ નથી. બસ રસોઈ બનાવવા માટેના વાસણો, ચૂલા, કરીયાણું અને ટિફિન પહોંચાડવા માટે વાહન વ્યવસ્થા કરવાની જ જરૂર રહે છે.

image source

જો તમે નાના પાયે આ બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો ફક્ત 10,000 થી 12,000 રૂપિયામાં આ બિઝનેસ શરૂ કરી શકો છો અને આગળ જતાં તમારા ભોજનની ગુણવત્તા, વ્યાજબી ભાવ, સમયબદ્ધતા અને સ્વચ્છતા જાળવી રાખો તો શક્ય છે તમે અમુક મહિનામાં જ હજારો કે લાખ રૂપિયા પણ કમાઈ શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version