દેશની સંસદ કે કોઈ વિધાનસભામાં આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય..

કર્ણાટક રાજ્યની વિધાન પરિષદ ચુંટણીનો વિડીયો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસ એમએલસીના સ્પીકરને હાથ પકડીને ઘસેડીને અને ખુરશીને હટાવતા જોઈ શકાય છે. બીજેપીનું કહેવું છે કે, શરમ આવી રહી છે કે, જનતા તેમના વિષે શું વિચારી રહી હશે.

  • -કર્ણાટક રાજ્યની વિધાન પરીષદમાં કોંગ્રેસ એમએલસીએ મર્યાદા પાર કરી, સ્પીકરને ખેંચીને ખુરશી પરથી ઉતારી દીધા.
  • -વિધાન પરીષદમાં ગોહત્યા વિરોધી બીલ પર વાતચીત કરવા દરમિયાન થયો હંગામો, કોંગ્રેસ એમએલસીએ આપી સ્પષ્ટતા.
  • -આ પહેલી ઘટના છે નહી આની પહેલા પણ આવા ઘણા અવસરો આવ્યા ભારતના લોકતંત્રને શર્મસાર થવું પડ્યું છે.
image source

દેશની સંસદ હોય કે પછી રાજ્યોના વિધાન ભવન, મોટાભાગના જનપ્રતિનિધિઓને અહિયાં બિલ કે પછી કોઈ મુદ્દા પર વાતચીત કરતા જોવામાં આવ્યા છે પરંતુ કેટલીક વાર વાતચીત દરમિયાન મર્યાદાનું ઉલ્લંઘન થયાની ઘટનાઓ સામે આવી છે. આવી ઘટનાઓ લોકતંત્રમાં કાળા ડાઘથી ઓછી હોતી નથી. કઈક આવી જ ઘટના આજે કર્ણાટક રાજ્યની વિધાન પરિષદમાં થઈ, જ્યાં એક બિલ પર વાતચીતએ હિંસક રૂપ લઈ લીધું. સ્પીકરની સાથે ના ફક્ત ધક્કામુક્કી કરવામાં આવી ઉપરાંત સ્પીકરને ખુરશી પરથી ખેંચીને હટાવી દેવામાં આવ્યા.

આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલા તેને જોઈએ.:

આ કોઈ ગલીઓની કે પછી સોસાયટીમાં થતા લડાઈના દ્રશ્યો નથી, પરતું કર્ણાટક વિધાન પરિષદમાં જે કઈપણ આજે થયું તે બતાવ્યું છે. કોંગ્રેસ એમએલસીએ સ્પીકરનો હાથ પકડીને ઘસેડતા અને ખુરશી પરથી હટાવતા જોઈ શકાય છે. બીજેપી એમએલસીનું કહેવું છે કે, શરમ આવી રહી છે કે, જનતા તેમના વિષે શું વિચારતી હશે.

ગોહત્યા વિરોધ બિલ પર ચર્ચા કરવા દરમિયાન ઝઘડો.

ખરેખરમાં કર્ણાટકની બીજેપી સરકારએ બુધવારના રોજ રાજ્ય વિધાનસભામાં ગોહત્યા વિરોધ બિલ પાસ કરાવી લીધું. કર્ણાટક ગોહત્યા અટકાવ અને મવેશી સંરક્ષણ વિધેયક ૨૦૨૦ના નામથી પારિત થયેલ બિલમાં રાજ્યમાં ગાયોની હત્યા કરવાની સાથે જ ભેસોની તસ્કરી અને અત્યાચાર પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ જ બિલ પર આજે વિધાન પરીષદમાં ચર્ચા થવાની હતી.

હંગામા પર કોંગ્રેસ એમએલસીની સ્પષ્ટતા:

એકાએક સદનમાં હંગામો થવા લાગ્યો અને કોંગ્રેસ એમએલસીએ જબરદસ્તી વિધાન પરિષદના અધ્યક્ષને ખુરશી પરથી ઉતારી દેવામાં આવ્યા. આ મામલામાં કોંગ્રેસના એમએલસી પ્રકાશ રાઠૌડએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, જયારે સદન ચાલી રહ્યું હતું નહી તે સમયે બીજેપી અને જેડીએસએ અવૈધાનિક રીતોથી અધ્યક્ષને ખુરશી પર બેસાડ્યા છે. દુર્ભાગ્યથી બીજેપી આવા અસંવૈધાનિક કામ કરી રહી છે. કોંગ્રેસએ અધ્યક્ષને હતી જવાનું કહ્યું. કેમ કે, તેઓ અવૈધ રીતે ખુરશી પર બેઠા હતા એટલા માટે અમારે તેમને હટાવવા પડ્યા.

કર્ણાટક વિધાન પરીષદમાં ગુંડાઓ જેવું વર્તન:

કર્ણાટક બીજેપી એમએલસી લહર સિંહ સીરોઈયાએ આને ગુંડાઓ જેવું વર્તન જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘કેટલાક વિધાયકો ગુંડાઓની જેમ વર્તન કરી રહ્યા હતા. તેમણે વિધાન પરિષદના ઉપાધ્યક્ષને બળજબરી કરીને ખુરશી પરથી હટાવી દીધા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. અમે પરિષદના ઇતિહાસમાં આવા શર્મનાક દિવસ ક્યારેય નથી જોયો. મને શરમ આવે છે કે, જનતા અમારા વિષે શું વિચારી રહી હશે.’

કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં માઈક ફેંકવામાં આવ્યા હતા.:

આપને જણાવી દઈએ કે, આ પહેલી ઘટના નથી આની પહેલા પણ આવી ઘટનાઓ ઘણીવાર બની છે જેના લીધે લોકતંત્રને શર્મસાર થવું પડ્યું છે. આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦માં સપ્ટેમ્બર મહિનામાં રાજ્યસભામાં કૃષિ વિધેયકો પર ચર્ચા કરવા દરમિયાન સાંસદોની મધ્યે ધક્કામુક્કી, માઈકની તોડફોડ, રુલ બુકના પન્ના ફાડીને ફેંકવા, હલ્લા અને શોરબકોર પણ જોવા મળ્યો હતો.

નાગપુરમાં વિધાનસભા સત્ર દરમિયાન થઈ હતી મારપીટ:

આની પહેલા ગયા વર્ષે તા. ૧૭ ડીસેમ્બર, ૨૦૧૯ નાગપુરમાં વિધાનસભા સત્ર દરમિયાન શિવસેના અને બીજેપી વિધાયકોની મધ્યે મારપીટ થઈ ગઈ હતી. જોરદાર હંગામો થવાના કારણે વિધાનસભાની કાર્યવાહીને બે વાર સ્થગિત કરવામાં આવી હતી. બીજેપી વિધાયક અભિમન્યુ પવાર સદનમાં ‘સામના’માં ખેડૂતોને લઈને છાપવામાં આવેલ મોટા બેનર બતાવી રહ્યા હતા.

બેનર બતાવતા- બતાવતા ત્યાં સીએમ ઉદ્ધવ ઠાકરેની પાસે પહોચી ગયા ત્યાર બાદ શિવસેનાના વિધાયકોએ પણ વિરોધ કરવાનું શરુ કરી દીધું. આ દરમિયાન હાથાપાઈ શરુ થઈ ગઈ. અન્ય નેતાઓની વચ્ચે આવતા મામલો શાંત થયો.

image source

યુપી વિધાનસભાનો તે કાળો દિવસ:

ભારતીય લોકતંત્રના ઈતિહાસનો સૌથી કાળો દિવસ તા. ૨૨ ઓક્ટોબર, ૧૯૯૭ના દિવસે જોવા મળ્યો હતો. જયારે યુપી વિધાનસભા અખાડામાં ફેરવાઈ ગઈ હતી. કલ્યાણ સિંહને શક્તિ પ્રદર્શન કરવું હતું. પરંતુ વાતચીતના બદલે મારપીટ શરુ થઈ ગઈ. વિધાયકોએ એકબીજા પર ઘણા માઈક અને જૂતા ફેક્ય. કેટલાક વિધાયકો જખમી પણ થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ