લેબર પેઈન હોવાં છતાં કર્ણાટકમાં મહિલા મત આપવા પહોંચી, આપ્યો દીકરીને જન્મ….

કર્ણાટકમાં 222 વિધાનસભાની બેઠક માટે મતદાન ચાલુ છે. કૉંગ્રેસ, બીજેપી અને જેડીએસ વચ્ચે કાંટાની ટકકર આ લડાઈને માનવામાં આવી રહી છે. મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી-લાંબી કતાર લાગી જોવા મળી રહી છે.લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન ગુરુવારે થયું. આ દરમિયાન લોકોમાં મતદાન કરવાનો ક્રેઝ જોવા મળ્યો.
કર્ણાટકના પાંડવપૂરા ગામમાં મંગલા નામની મહિલાને લેબર પેન થયું હોવાં છ્તાં તે મહિલા સવારે 7:30 વાગ્યે મત આપવા પહોંચી હતી. જો કે મત આપ્યા પછી તરત જ હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી અને 9:30 વાગ્યે મંગલાએ એક દીકરીને જન્મ આપ્યો. ડોક્ટર્સે કહ્યું કે થોડો સમય પછી જો મંગલા હોસ્પિટલ પહોંચી હોત તો નુકસાન પણ થઈ શકતું હતું.

દરેક ચૂંટણી માં કર્યું મતદાન

સવિતા (31)ને જન્મથી જ બંને હાથ નથી, પણ તેને મતદાનમાં આપવામાં કોઈ જ તકલીફ થતી નથી. તે પોતાના પગનો ઉપયોગ કરીને મત આપે છે. પોલિંગ બૂથ પર હાજર અધિકારીઓ પણ તેમના પગના અંગૂઠા પર શાહીનો સંકેત કરે છે.સવિતા એ પણ કહી રહી છે કે, મતદાન આપવો એ દરેક નાગરીકની ફરજ છે અને તે મતદાનને એક ભારતીય નાગરીકની ફરજ સમજી ને જ મતદાન કરી રહી છે અને સાથે સાથે તે એ પણ જણાવી રહી છે કે હજી સુધી તેને એકપણ ચૂટણીમાં મતદાન ના કર્યું હોય એવું બન્યું નથી. તે દરેક ચૂટણીમાં મતદાન જરૂર કરે છે.

દુલ્હને કર્યું વોટીંગ વર્તમાન લોકસભાની ચૂંટણીઓમાં દેશમાં ઘણા સ્થળોએ જોવામાં આવ્યું કે નવી નવેલી દુલ્હન પણ મત આપવા પહોંચી છે. જમ્મુ-કશ્મીરમાંદુલ્હા દુલ્હન સૌથી પહેલા મતદાન મથક ઉધમપુરના પોલિંગ બૂથ પર પહોંચ્યાં. તેવી જ રીતે યુપીમાં પણ હાથરસ માં એક દુલ્હન વિદાય પહેલાં મત આપવા પહોંચી હતી. આ દરમિયાન કર્ણાટકમાં મત આપવા પહોંચ્યા એક મુસ્લિમ મહિલા. જેને બુરખો ઉતારવાનું, કહેવામા આવ્યું હતું. ત્યારબાદ એ મહિલા વોટર રડવા લાગી હતી. જો કે બેલ્ગાવીની 185 નંબર પોલિંગ બૂથ પર મુસ્લિમ મહિલાને માત્ર ઓળખ માટે જ બુરખો ઉતરવાનું કહેવામા આવ્યું હતું. આ મહિલાએ પહેલા વિરોધ કર્યો અને બુરખો ઉતારવાની ના પાડી દીધી. ત્યારબાદ મહિલા રડવા લાગી હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ