આવો બોસ મળવો એ બધાના નસીબની વાત નથી, એવો કમાલ કર્યો-કે બધા જ કર્મચારી બની ગયા કરોડપતિ

નોકરી અને બિઝનેસમાં લોકો બિઝનેસને વધારે પસંદ કરે છે કારણ કે બિઝનેસ કરવામાં આપણે જ આપણા બોસ હોઈએ છીએ. ક્યારેય કોઈને ગુલામીની આશા નથી રહેતી. ત્યારે હવે એક કહાની વાયરલ થઈ રહી છે જે એક એવા બોસની છે કે જેણે રાતોરાત તેના કર્મચારીઓને કરોડપતિ બનાવી દીધા છે. તો આવો વિસ્તારથી જાણીએ કે આ બોસે એવું તો શું કર્યું કે વિશ્વ લેવલે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. બોસ હોય તો એવો જ હોવો જોઈએ કે જે પોતાની અને કંપનીની સાથે સાથે કર્મચારીઓના ફાયદા વિશે વિચારે અને તેને લાભ અપાવે.

image source

વિગતે વાત કરીએ તો યુકેના એક ઉદ્યોગપતિએ તેમની કંપનીના નફાના શેર્સને તેના કર્મચારીઓમાં વહેંચી દીધા. હવે તેની કંપનીના મોટાભાગના કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. ઉદ્યોગપતિએ આ સરસ કામ ત્યારે કર્યું કે જ્યારે કંપનીના શેર ઝડપથી વધ્યા અને કંપનીને ઘણો નફો થયો. આ કંપનીનું નામ છે ધ હટ ગ્રુપ. તેના માલિક છે મૈથ્યુ મોલ્ડિંગ. મૈથ્યુ મોલ્ડિંગએ તેની કંપનીના નફામાંથી તેની કંપનીના કર્મચારીઓમાં 830 મિલિયન પાઉન્ટ એટલે કે લગભગ 8183 કરોડના શેરનું વિતરણ કર્યું હતું. તેણે બાય બેક સ્કીમ ચલાવી હતી.

image source

હવે બન્યું એવું કે આ સ્કીમ તમામ કર્મચારીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી. હટ ગ્રુપ વિશ્વના 164 દેશોમાં કાર્યરત છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ફોર્બ્સે પ્રથમ વખત અબજોપતિઓની યાદીમાં મૈથ્યુને પણ સ્થાન આપ્યું છે. કંપનીના 200 જેટલા કર્મચારીઓને શેર પ્લાનનો સીધો ફાયદો થયો છે અને બધા કરોડપપતિ બની ગયા છે. આ સ્કીમનો લાભ એવા કર્મચારીઓને મળ્યો કે જેમણે કદી વિચાર્યું પણ નહીં હોય. કર્મચારીઓની પસંદગી તેમના મેનેજરો દ્વારા કરવામાં આવી હતી અને આ લિસ્ટને મૈથ્યુ મોલ્ડિંગ સુધી પહોંચડાવામાં આવ્યું હતું.

image source

સૌથી સારી વાત એ છે કે આ યોજનાનો લાભ કંપનીના ડ્રાઇવરોથી લઈને મૈથ્યુ મોલ્ડિંગના પર્સનલ આસિસ્ટન્ટ સુધીના લોકોને મળ્યો છે. કોઈ જ નાનું મોટું એમ નહીં, બધાને સારો લાભ મળે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મૈથ્યુ મોલ્ડિંગના મદદનીશો આ વિશે કહે છે કે તેને એટલી બધી રકમ મળી છે કે તે 36 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ શકે છે. તો વળી બ્રિટીશના એક અખબાર સાથે વાત કરતાં મૈથ્યુ મોલ્ડિંગે કહ્યું હતું કે, મારી ઈચ્છા હતી કંપનીનો ફાયદો દરેક સાથે વહેંચું. તો આ પ્લાન વિશે આઈડિયા આવ્યો. જેના કારણે દરેકને પૈસા મળ્યા છે. આ સમયે ઘણા લોકો વેપારના વિરોધમાં કંઈકને કંઈક બોલી રહ્યા હતા, પરંતુ મને વિશ્વાસ છે કે સ્ટોક વધશે. કોઈ પણ માણસ પરફેક્ટ નથી, પરંતુ આપણે બધાં ચોક્કસપણે નફામાં અને પૈસામાં ભાગની ઈચ્છા રાખતા હોઈએ. હટ ગ્રુપ એ ઇ-કોમર્સ બિઝનેસ છે.

image source

ઉલ્લેખનીય છે કે મેથ્યુ મોલ્ડિંગને ગાઇમિંગનો શોખ છે. તદ્દન ફિટ. લેમ્બોર્ગિની ડ્રાઈવો. ખાસ કરીને તેની બ્રાન્ડના પ્રોટીન શેક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સ માટે જાણીતું છે. મેથ્યુને ઘણા વ્યવસાયિક એવોર્ડ મળ્યા છે. વિશ્વભરના ઘણા દિગ્ગજ નેતાઓનો પરિચય છે. મેથ્યુ તેની કલ્પિત પાર્ટીઓ માટે પણ જાણીતો છે. ઉલ્લેખનીય છે કે મૈથ્યુ મોલ્ડિંગે જ્હોન ગૈલમોર સાથે 2004માં ધ હટ ગ્રુપની સ્થાપના કરી. 48 વર્ષનો મૈથ્યુ મોલ્ડિંગ છેલ્લા 16 વર્ષથી ઘણી કમાણી કરી રહ્યો છે. તેનો ધંધો ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે. એવો અંદાજ છે કે તેણે તેના શેરધારકોને 1.1 અબજ ડોલર એટલે કે 8122 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ