કારકિર્દી હોય કે પછી વ્યવસાય,પ્રગતી માટે ખૂબ જ કામનું છે ફેંગશુઈનું ક્રિસ્ટલ ગ્લોબ

જો ક્રિસ્ટલ ગ્લોબને ઘરનાં શયનખંડની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવામાં આવે તો તેનાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ સંબંધ વધે છે.

એ મ માનવામાં આવે છે કે ફેંગશુઇ એટલે કે ચીની વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસ્ટલ ગ્લોબ ન ફક્ત તમારા ટેબલની સુંદરતા વધારે છે,પરંતુ આ એ ક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા પણ આપે છે જેનાથી તમારો ખરાબ સમય તો સમાપ્ત થાય જ છે સાથે સાથે તમને તમારા વેપારમાં પ્રગતિનાં રસ્તા પણ ખોલે છે.

આ તો આપણે બધા જાણીએ છીએ કે વાસ્તુનું આપણા જીવનમાં કેટલું વધારે મહત્વ છે અને ફેંગશુઇ પણ વાસ્તુનો જ એ ક ભાગ છે. જણાવી દઈએ કે ફેંગશુઇમાં આવી અનેક વસ્તુઓ વિષયમાં જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં રાખવાથી આપણી અનેક મુશ્કેલીઓનું સમાધાન થઈ શકે છે અને ક્રિસ્ટલ ગ્લોબ પણ એ જ ચીજોમાંથી એ ક છે. આજ અમે તમને જણાવીશું કે જો તમે પણ ફેંગશુઈનું આ ક્રિસ્ટલ ગ્લોબ તમારા ઘર કે ઓફિસમાં રાખો છો તો તેનાથી તમને કઈ પ્રકારબાં લાભ મળે છે.

સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે જે લોકોનાં જીવનમાં વેપાર અને અભ્યાસ સંબંધિત ઘણા પ્રકારની તકલીફો સતત આવી રહી છે તો તે લોકોને માટે આ ક્રિસ્ટલ ગ્લોબ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં ફેંગશુઇ મુજબ માનવામાં આવે છે કે જો તમારે તમારા ધંધા રોજગાર વગેરામાં લાંબા સમયથી ખૂબ મહેનત કરવા બાદ પણ કોઈ ખાસ પ્રગતિ નથી મળી રહી તો તમને જણાવી દઈએ કે આવી પરિસ્થિતિમાં તમારે જોઈએ કે તમે પોતાના ઓફિસનાં ટેબલ કે દુકાનમાં ક્રિસ્ટલ ગ્લોબ રાખો છો તો તેમાથી આવનાર આગલો દિવસ તમારા માટે ઘણીબધી ખૂશખબરી લઈને આવી શકે છે જે ચોક્કસ તમારા ધંધા રોજગારમાં પ્રગતિનાં સમાચાર પણ હોય શકે છે.

આ પણ જણાવવામાં અાવે છે કે ફેંગશુઈમાં આવી માન્યતા છે કે જો કોઈપણ છાત્ર કે છાત્રા જેને એ મ લાગે છે કે તે મહેનત બરાબર કરી રહ્યા છે પરંતુ આમ છતા પણ તેને તેની મહેનત અનુસાર સફળતા નથી મળી રહી તો આ પરિસ્થિતિમાં તેને પોતાના રૂમમાં ક્રિસ્ટલ ગ્લોબ રાખવું જોઈએ ,તેનાથી ત્યાં એ ક સકારાત્મક ઉર્જા આવે છે અને સાથે સાથે તેમની યાદશક્તિ પણ સારી થાય છે જેના કારણે તેમને તેમના કેરિયરમાં સફળતા પણ મળે છે.

ક્રિસ્ટલ ગ્લોબનું ફેંગશુઈમાં ખૂબ વધારે મહત્વ જણાવવામાં આવ્યુ છે પરંતુ એ વું પણ નથી કે આ તમે ક્યાંયથી પણ લઈ આવો અને કોઈપણ સ્થાન પર રાખી દેવાથી તમને લાભ મળવા લાગશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આમ તો આને કોઇપણ દિશામાં રાખવામાં આવી શકે છે પરંતુ અહીં ધ્યાન આપવા વાળી વાત એ છે કે આ દક્ષિણ કે દક્ષિણપૂર્વ દિશામાં રાખવું સૌથી વધારે સારું માનવામાં આવે છે.

તમને આ પણ જણાવી દઈએ કે જો ક્રિસ્ટલ ગ્લોબને ઘરનાં બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવામાં આવે તો તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધ વધે છે.

આ વાતનું ધ્યાન રહે કે જે મેટલ રીંગ પર ક્રિસ્ટલ ગ્લોબ લાગેલું હોય તે જો ગોલ્ડન રંગની હોય તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

જોકે ક્રિસ્ટલ પ્રકાશ અને ઉર્જાને પોતાની અંદર સમાહિત રાખે છે એટલે એવું જણાવવામાં આવે છે કે ફેંગશુઇની માન્યતા મુજબ આ ગ્લોબ જે પણ સ્થાન પર રહે છે ત્યાંની ઉર્જાને વધારે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ