અભિષેક પહેલા કરિશ્માની વાત ચાલતી હતી અક્ષય ખન્ના સાથે, પણ આ વ્યક્તિએ લગ્ન પહેલા જ બધુ વેરવિખેર કરી નાખ્યું

બોલિવુડની સુંદર એક્ટ્રેસ કરિશ્મા કપૂર ફિલ્મોથી ભલે દૂર હોય પણ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે. એમને બોલીવુડમાં એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો કરી છે અને એમની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધારે છે. કરિશ્મા કપૂરનું નામ બોલિવુડના ઘણા કલાકારો સાથે જોડાયું હતું પણ એમને વર્ષ 2003માં દિલ્લીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા એ વાત તો બધા જાણે જ છે કે સંજય સાથે લગ્ન કરતા પહેલા કરિશ્મા બચ્ચન પરિવારની વહુ બનવાની હતી. જો કે કરિશ્મા અને અભિષેક બચ્ચન લગ્ન બંધનમાં ન બંધાઈ શક્યા. પણ શુ તમે જાણો છો કે અભિષેક બચ્ચન પહેલા કરિશ્માના લગ્ન માટે આ ખાનદાનમાં વાત ચલાવવામાં આવી હતી.

image source

ખબરોનું માનીએ તો અભિષેક બચ્ચન પહેલા કરિશ્મા કપૂરના સંબંધની વાત બોલિવુડના એકટર અક્ષય ખન્ના સાતે ચાલી હતી. એટલે સુધી કે કરિશ્માના પિતા રણધીર કપૂર તરફથી વિનોદ ખન્નાના ઘરે એમના દીકરા અક્ષય ખન્ના માટે સંબંધની વાત મોકલવામાં આવી હતી. પણ કહેવાય છે કે કરિશ્માની માતા બબીતા આ સંબંધની વિરોધી હતી. એ નહોતી ઈચ્છતીનકે કરિશ્માને હમણાં લગ્ન થાય.

image source

વાત જાણે એમ હતી કે જે સમયે કરિશ્મા અને અક્ષય ખન્નાના લગ્નની વાત ચાલી રહી હતી એ સમયે કરિશ્મા પોતાના કરિયરમાં પિક પર હતી. બબીતા એ સમયે નહોતી ઈચ્છતી કે કરિશ્મા પોતાના કરિયર સાથે કોઈપણ કોમ્પરોમાઇસ કરે. એ સમયે હિરોઇનોનું લગ્ન પછી કરિયર લગભગ ખતમ જ થઈ જતું હતું અને બબીતા નહોતી ઈચ્છતી કે કરિશ્માનું કરિયર બગડે. જો કે આ બધી વાતો ખુલીને ક્યારેય સામે ન આવી શકી.

image soucre

અમુક ખબરોનું માનીએ તો કરિશ્મા અને અભિષેક બચ્ચનનો સંબંધ પણ બબીતાના કારણે જ તૂટ્યો હતો. કરિશ્મા અને અભિષેક એકબીજાને પ્રેમ કરતા હતા પણ બબીતા નહોતી ઈચ્છતી કે કરિશ્મા તરત લગ્ન કરી લે. ખબરોનું માનીએ તો બબીતાએ લગ્ન સમયે અમુક એવી શરતો મૂકી હતી જે બચ્ચન પરિવારને બિલકુલ પસંદ નહોતી આવી અને આ લગ્ન તૂટી ગયા. એના કારણે કપૂર અને બચ્ચન પરિવારમાં ઘણા વર્ષો સુધી ખટાશ પેદા થઈ ગઈ હતી.

image source

કરિશ્મા કપૂરના લગ્ન સંજય સાથે સફળ ન રહ્યા અને વર્ષ 2015માં એમને છૂટાછેડા લઈ લીધા. સંજયે બીજીવાર લગ્ન કરી લીધા પણ કરિશ્મા હજી સુધી સિંગલ છે. એ પોતાના બન્ને બાળકો સાથે સમય પસાર કરવું પસંદ કરે છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ છે. અને એમના ફોટા પણ વાયરલ થતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ