પત્ની અને એક્સ ગર્લફ્રેન્ડ કરીનાની વચ્ચે ખરાબ રીતે ફસાવાનો છે શાહિદ કપૂર,આ નવા શોમાં દેખાશે એ બંન્ને સાથે…

કરીના કપૂર અને તેના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને તેના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂર વર્ષો પહેલા એકબીજાથી અગલ થઈ ચૂક્યા હતા. ફિલ્મ’જબ વી મેટ’ દરમિયાન બન્નેનાં સબંધમાં તિરાડ પડી ગઈ હતી અને સ્ટાર્સનું બ્રકઅપ થઈ ગયુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ ફિલ્મ બાદથી આજ સુધી સ્ટાર્સે એકબીજા સાથે વાત નથી કરી .શાહિદ અને કરીનાનો સબંધ તૂટ્યાનાં ઘણા વર્ષ થઇ ગયા.આજ બન્ને સ્ટાર્સ પોતાના વિવાહિત જીવનમાં ખૂશ છે.તેની વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે.ખબરોનું માનીએ તો દર્શકો અરસા બાદ એકવાર ફરીથી બન્ને સિતારાને ટીવી શો ‘નચ બલીયે’ની સીઝન ૯ માં જોઈ શકાશે.

કરીના કપૂર- શાહિદ કપૂર – મીરા રાજપૂત-નચ બલીયે ૯ જજ

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

જી હા ,કહેવામાં આવી રહ્યુ છે કે આ શો માં કરીના-શાહિદ જજ તરીકે નજર આવશે.જોકે તેમાં કરીના અને શાહિદ સિવાય શાહિદની પત્ની મીરા રાજપૂત પણ શામેલ થશે .શોને ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ અને સુનીલ ગ્રોવર હોસ્ટ કરતા નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

‘નચ બલીયે’ ની સીઝન ૯ ને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે.આ સમય શાહિદ અને કરીનાને એક સાથે લાવવાની તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. જોકે શો માં શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતનાં જજ તરીકે શામેલ થવાની ખબરો ખૂબ પહેલાથી છે.પરંતુ કરીનાનું નામ હાલમાં જ સામે આવ્યું. આ વિશે અભિનેત્રી કરીના કપૂર ખાનનું કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું .

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

મતલબ એ છે કે મીરા રાજપૂત આ શોથી નાના પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે.ત્યાં જ કરીના કપૂર ખાનની વાત કરીએ તો તે પહેલા પણ ટીવીમાં કામ કરવાની મનાઈ કરી ચૂકી છે.તેવામાં જોવું પડશે કે આ શો માટે કરીના શું જવાબ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

એક રિપોર્ટ અનુસાર, આ શો માટે જજ કરવા માટે સિંગર નેહા કક્ક્ડનું નામ પણ ફાઈનલ કરવામાં આવ્યું છે, એક મુલાકાતમાં નેહાએ પોતે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ અન્ય શો જજ કરશે. નેહાએ એ પણ કહ્યું હતું કે દર્શકો ટૂંક સમયમાં મને એક અન્ય રીઆલિટી શોમાં જજ તરીકે જોશે. આ વખતે હું મારી પર્સનૅલિટીનું બીજું પાસું લોકોની સામે લાવી રહી છુ. મને ડાન્સ કરવો ખૂબ જ ગમે છે. શો માટે ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ અને કોમેડિયન સુનીલ ગ્રૉવરનું નામ પણ ચર્ચામાં છે. તમને એ પણ જણાવી દઈએ કે આ પહેલા પણ શાહિદ કપૂર આ પહેલા પણ એક ડાન્સ શોના જજ રહી ચૂક્યા છે.