જલ્સા કરોને જેંતીલાલ

કારગિલ દીવસને યાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેયર કરી યુદ્ધ દરમિયાનની કારગિલની મુલાકાતની તસ્વીરો

આજે છે 26 જુલાઈ, આ દિવસ ભારતના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ છે. આજે ઓપરેશન વિજયની વીસમી વર્ષગાંઠ છે. જેને આપણે બધા કારગિલ દીવસ તરીકે જાણીએ છીએ અને દર વર્ષે આ દીવસે આપણે કાર્ગીલયના યુદ્ધના શહિદોને યાદ કરીએ છીએ.


આ યુદ્ધમાં ભારતીય સૈન્યને ભારતીય એરફોર્સની મદદથી પાકિસ્તાની ફોર્સને પોતાના વિસ્તારમાં પાછી ખધેડીને પોતાની બધી જ પોસ્ટ પાછી લઈ લીધી હતી. આ યુદ્ધમાં 527 જવાનો શહીદ થયા હતા. જ્યારે 1363 જવાનો ઘાયલ થયા. હતા પાકિસ્તાનનાં પણ સેંકડો જવાનો માર્યા ગયા હતા પણ તેમણે ક્યારેય તે અંગેનો સાચો આંકડો જાહેર કર્યો નથી.


આ નિમિતે વડા પ્રધાન મોદીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાની 1999ના વર્ષમાં કાર્ગીલ યુદ્ધ દરમિયાન સૈનિકોની મુલાકાત લીધી હતી તેની તસ્વીર શેયર કરી છે.


તેમણે લખ્યું છે “1999ના કાર્ગિલ યુદ્ધ દરમિયાન, મને કાર્ગીલ જવાની તક મળી હતી અને આપણા સૈનિકોને મળવાની પણ તક મળી હતી.”

આ સમય દરમિયાન હું મારી પાર્ટી માટે જમ્મુ અને કશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાનની સૈનીકો સાથેની મુલાકાત હું ક્યારેય નહીં ભુલું”


વધારામાં તેમણે કારગિલ યુદ્ધના શહિદોને શ્રદ્ધાંજલી આપતાં લખ્યું છે કે ‘કારગિલ વિજય દિવસ પર હું ભારત માતાના દરેક વીરસપૂતોને હૃદયથી વંદન કરું છું. આ દીવસ આપણને આપણા સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણની યાદ અપાવે છે. આ પ્રસંગે તે પરાક્રમી યોદ્ધાઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે માતૃભૂમિની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. જય હિંદ !’ તેમણે આ ટ્વીટ કર્યું હતું.


આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ નવી દિલ્લી ખાતેના નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચ્યા હતા  જ્યાં તેમણે કારગીલ યુદ્ધમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપી. તેમજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાના ટ્વીટર અકાઉટ પર ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે દેશના સૈન્યબળનો આભાર માન્યો છે.


તેમણે લખ્યું છે “કારગિલ વિજય દિવસ, અમારા કૃતજ્ઞ રાષ્ટ્ર માટે 1999માં કારગિલના પહાડો પર પોતાના સશસ્ત્ર બળોની વીરતાનું સ્મરણ કરવાનો દિવસ છે. અમે આ અવસર પર, ભારતની રક્ષા કરનારા યોદ્ધાઓના ધૈર્ય તેમજ શૌર્યને નમન કરીએ છીએ. અમે બધા જ શહીદોના આજીવન ઋણી રહીશું. જય હિન્દ.”


તેમજ બોલીવૂડ સુપર સ્ટાર અને મનોજકુમાર બાદ ભારતનું ખિતાબ મેળવનાર અક્ષયકુમાર પોતાની દેશભક્તિની ફિલ્મોને લઈને ખુબ જ લોકપ્રિય રહ્યો છે તે આ દિવસને લઈને કંઈ ન કહે તે તો કેવી રીતે બની શકે. અક્ષય કુમારે પણ સોશિયલ મિડાય પર એક હૃદયદ્રાવક પોસ્ટ શેયર કરી છે.


કારગીલ યુદ્ધ લગભગ 60 દિવસ સુધી ચાલ્યું હતું અને 26 જુલાઈ 1999ના રોજ તેનો અંત આવ્યો હતો. ભારતીય સેના અને વાયુસેનાએ પાકિસ્તાનના કબ્જાવાળી જગ્યાઓ પર હૂમલો કરી ધીમે ધીમે આંતરરાષ્ટ્રિય સહયોગથી પાકિસ્તાનને પોતાની સિમામા જવા મજબૂર કર્યું હતું. કારગિલ યુદ્ધ ભારતીય સેનાના સાહસ અને દેશ પ્રત્યેની કુરબાનીનું એક ઉત્તમ ઉદાહરણ છે જેના પર દરેક ભારતીય નાગરિકને ગર્વ થવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version