Kareenaની ડાયટીશિયનની સલાહ, જો તમે પેટને લગતી સમસ્યાથી પીડાવ છો તો આ રીતે જમાવો દહીં અને પછી ખાઓ

મિત્રો, તંદુરસ્ત રહેવા માટે તથા તમારા પેટને તંદુરસ્ત રાખવુ અત્યંત આવશ્યક છે કારણકે, તમારુ ખરાબ પેટ એ તમારા આખા શરીરનુ સ્વાસ્થ્ય બગાડી શકે છે અને તે તમારા મૂડ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. ફીઝીકલ એક્ટીવીટીનો અભાવ, અનિયમિત ખાણીપીણી અને અનિયમિત જીવનશૈલી તમારા પેટના સ્વાસ્થ્યને ખરાબ અસર કરી શકે છે.

image soucre

પરંતુ, એ વાત વાસ્તવિક છે કે, યોગ્ય ખાણીપીણીની આદત બે થી ચાર દિવસની અંદર તમારું માઇક્રોબાયોમ ઠીક કરી શકે છે. તમારા પેટનું માઇક્રોબાયોમ માત્ર તમારા સારા ડાઈજેશન માટે જ જરૂરી નથી પરંતુ, તંદુરસ્ત ત્વચા, સેક્સ સ્ટેમ, એનર્જી લેવલ અને હોર્મોનનું સંતુલન પણ સુધારે છે. ઘણા જૂના રોગો માઇક્રોબાયલ બેલેન્સ સાથે પણ સંકળાયેલા છે. આજે આ લેખમા અમે તમને બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂરના ડાયટીશિયને જણાવેલ એક નુસખા વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.

કેવી રીતે તૈયાર કરવો આ નુસખો?

સામગ્રી :

image source

ફુલ-ક્રીમ ગરમ દૂધ : ૧ બાઉલ, કાળા કિશમિશ : ૧ બાઉલ, દહીં : ૧/૨ ચમચી

બનાવવાની રીત :

image source

સૌથી પહેલા એક વાટકી ગરમ દૂધ લો અને તેમા ૪-૫ કિશમિશ ઉમેરો. ત્યારબાદ અડધી ચમચી દહી લો અને તેને દૂધમા મિક્સ કરો. તેને યોગ્ય રીતે મિક્સ કરો અને તેને ઢાંકણથી ઢાંકી દો અને ૮-૧૨ કલાક સુધી સેટ રાખો. જ્યારે ઉપરનુ સ્તર જાડુ દેખાય છે ત્યારે દહી ખાવા માટે તૈયાર છે. તમે તેને બપોરના ભોજન સમયે અથવા બપોરના ભોજન પછી ૩ કે ૪ વાગ્યે ખાઈ શકો છો.

ફાયદા :

image source

જો તમારે તમારા સ્વાસ્થ્યને સુધારવુ હોય તો તેના માટે પેટના બેક્ટેરિયા વધારવા જરૂરી છે અને દહીં જેવી પ્રોબાયોટિક્સથી સારું બીજું કશું જ નથી. દહીં અને કિશમિશનું મિશ્રણ એ તમારા પેટ પર બે રીતે કાર્ય કરે છે. દહીં એ પ્રોબાયોટિક તરીકે કામ કરે છે અને કિશમિશ તેના દ્રાવ્ય ફાઇબરની ઊંચી માત્રા સાથે પ્રિ-બાયોટિક તરીકે કામ કરે છે.

image source

કિશમિશ સાથે દહીંનું સેવન પાચનતંત્રને ખલેલ પહોંચાડતા ખરાબ બેક્ટેરિયાને મારી નાખે છે, જે અનેકવિધ બીમારીઓ ઉદ્ભવવા માટે જવાબદાર છે. કિશમિશ અને દહીંનું મિશ્રણ એ તમારા પેટમાં તંદુરસ્ત બેક્ટેરિયાની સંખ્યા વધારવામા પણ સહાયરૂપ સાબિત થાય છે, જે તમારી આંતરિક વ્યવસ્થાને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે.

image source

આ ઉપરાંત કિશમિશ અને દહીં બંનેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે તમારા હાડકાંને મજબૂત કરવામાં અને હાડકાંની ઘનતા વધારવામા સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય પેટમાં ખરાબ બેક્ટેરિયાની સંખ્યામાં વધારો આપણા મોઢાને પણ અસર કરે છે. જો તમારે તમારા દાંત અને પેઢાને તંદુરસ્ત રાખવા હોય તો આ વસ્તુને નાસ્તામા પણ તમે સેવન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત