કરીના કપૂરે શેર કરી બીજા દીકરાની તસવીર, સૈફ-તૈમુર અને નાનો ભાઈ ગાર્ડનમાં જોવા મળ્યા એક સાથે

અભિનેત્રી કરીના કપૂરે 21 ફેબ્રુઆરીએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, હજી સુધી કરીનાના નાના પુત્રનું નામ જાહેર થયું નથી. ચાહકો બેબી બોયનું નામ જાણવા અને તેનો ચહેરો જોવાની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે કરીનાએ બીજી વખત તેના બીજા પુત્રની એક ઝલક બતાવી હતી અને સૌ કોઈ જોતા રહી ગયા હતા.

image source

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે સૈફ અલી ખાન, તૈમુર અને તેનો નાનો ભાઈ જોવા મળી રહ્યા છે. પરંતુ આ પહેલાની જેમ આ વખતે પણ કરીનાએ તેના બીજા પુત્રનું મોં છુપાવીને રાખ્યું છે. ફેન્સ તેના મોં જોવાની રાહમાં છે અને શું નામ રાખે એ પણ જાણવાની કોશિશ કરી રહ્યા છે.

આ પહેલાં 9 માર્ચે કપૂર ખાને ઘણા સમયે બીજા પુત્રની પહેલી ઝલક બતાવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અભિનેત્રી કરીના કપૂર ખાને ચાહકોને એક ખાસ ભેટ આપી હતી. મહિલા દિવસ નિમિત્તે કરિનાએ ચાહકોને તેમના બીજા પુત્રની પહેલી ઝલક આપી હતી હકીકતમાં, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઇટ સેલ્ફી શેર કરી હતી, જેમાં તે તેના બીજા બાળક સાથે જોવા મળી રહી હતી.

આ તસવીરમાં કરીનાના બીજા બાળકનો ચહેરો દેખાઈ રહ્યો નથી અને તે તેની માતા કરીનાના માથાના ખભા પર સૂઈ રહ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આ તસવીર શેર કરવા ઉપરાંત કરીનાએ પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સૌને અભિનંદન પાઠવ્યા છે. કરીનાએ લખ્યું – ‘એવું કોઈ કામ નથી જે મહિલાઓ ન કરી શકે, મહિલા દિવસની તમામ મહિલાઓને શુભેચ્છા.’

કરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી હતી અને ચાહકો તેની પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. કરીનાની આ તસવીર પર પ્રતિક્રિયા આપતાં તેની ભાભી સાબા અલી ખાને લખ્યું – ‘લવ યુ.’ ઉલ્લેખનીય ચે કે કરીના કપૂરે ઓક્ટોબર 2012 માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. 2016 માં, કરીના અને સૈફ પુત્ર તૈમૂરના માતાપિતા બન્યા. કરીના કપૂર ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરીનાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ આ વર્ષના અંતમાં રિલીઝ થશે.

બીજા દીકરાના જન્મ સમયે રણધીર કપૂરે દીકરી કરીના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘કરીના તથા દીકરો બંને એકદમ સારા છે. મેં હજી સુધી દૌહિત્રને જોયો નથી. જોકે, મેં કરીના સાથે ફોન પર વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે તે તથા દીકરો એકદમ ઠીક છે. હું ઘણો જ ખુશ છું. ખરું કહું તો બીજીવાર નાના બનીને હું અત્યારે સાતમા આસમાને વિહરી રહ્યો છું. હું નાનકડાં દૌહિત્રને જોવા માટે આતુર છું. હું તેના સારા ભવિષ્યમાં માટે પ્રાર્થના કરું છું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!