બેબોએ BFFs સાથે કરી ધમાકેદાર પાર્ટી, ચહેરા પર જોવા મળ્યા ચરબીના થર, જુઓ તસવીરોમાં પ્રેગનન્ટ કરિના કેવી કરે છે મસ્તી

કરીના કપૂરે પોતાની બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે કરી ધમાકેદારપાર્ટી – નવા ઘરમાં શિફ્ટ થવાની અટકળો થઈ શરૂ – જુઓ તસ્વીરો

અભિનેત્રી કરીના કપૂર ખાન જલદી જ બીજીવાર માતા બનવા જઈ રહી છે. આ અભિનેત્રીએ ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં પાર્ટી રાખી જેમાં તેની બેસ્ટ ફ્રેન્ડ્સ હાજર રહી હતી. મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર અને કરીનાની પાર્ટીની તસ્વીરો આજે ખુબ ચર્ચામાં રહી છે. આ તસ્વીરો જોઈને નવા ઘરમાં શિફ્ટ થવાની અટકળો ઓર વધારે ઝડપી બની છે.

image source

આ તસ્વીર જોઈને એવો પ્રશ્ન ઉઠે છે કે શું કરીના કપૂર ડિલીવરી પહેલાં નવા ઘરમા શિફ્ટ થવા જઈ રહી છે ? કરીનાએ પાર્ટીની તસ્વીર પોસ્ટ કરતા જે કેપ્શન લખ્યું તેના કારણે આ પ્રશ્ન ઉઠી રહ્યા છે.

કરીનાએ આ તસ્વીર પોસ્ટ કરતા લખ્યું – It’s been a FORTUNE of memories… on to the next… to new beginnings ! તેની સાથે કરીનાએ લખ્યું છે #EndOfAnEra

image source

તમને જણાવી દઈ કે કરીના કપૂરે પોતાના એપાર્ટમેન્ટનું નામ ફોર્ચ્યુન હાઇટ્સ રાખ્યું છે એવી ખબર છે કે તેણી જલદી જ પોતાના પતિ સૈફ અને દિકરા તૈમુર સાથે આ નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહી છે. જો કે હાલ સૈફ અલી ખાન પોતાની ફિલ્મના શૂટિંગમાં જયપુર ખાતે વ્યસ્ત છે તેવામાં કરીના પોતાના મિત્રો સાથે સમય પસાર કરી રહી છે.

image source

સૈફે જ થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે તેમના અપાર્ટમેન્ટનું રેનોવેશનનું કામ થઈ રહ્યું છે માટે આ કપલ નવા ઘરમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. હવે જ્યારે કરીના આ પ્રકારના ફોટો પોસ્ટ કરીને કેપ્શન લખી રહી છે ત્યારે ફેન્સને લગભગ કન્ફર્મ થઈ ગયું છે કે તેણી શિફ્ટ કરી રહી છે.

image source

ગઇકાલે રાત્રે કરીના કપૂરના ઘર ખાતેની પાર્ટી પહેલાં આ તસ્વીરો પાપારાઝી દ્વારા ક્લિક કરવામા આવી હતી. તેની ખાસ બહેનપણીઓ મલાઈકા અરોરા કરીનાના ઘરે પહોંચી હતી અને સાથે સાથે કરીનાની મોટી બહેન કરીશ્મા કપૂર પણ પહોંચી હતી. કરિશ્માએ આ દરમિયાન ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. કરીનાની ફ્રેન્ડ્સના લૂક પરથી લાગી રહ્યું હતું કે તેઓ પાયજામા પાર્ટી કરી રહ્યા હોય. કારણ કે દરેક વ્યક્તિ નાઇટ્રેડસમાં જોવા મળી હતી. તમે મલાઇકા અને તેની બહેન અમૃતા અરોરાનો લૂક પણ જોઈ શકો છો.

કરીનાની સાથે સાથે તેની ફ્રેન્ડ્સે પણ પાર્ટીની એક જ તસ્વીર શેર કરીને તેના કેપ્શનમાં #FortuneNights લખ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે કરીના હવે ટૂંક જ સમયમાં પોતાના બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. અને તાજેતરમાં અનુષ્કા અને વિરાટ કોહલીના ઘરે પણ બાળકીનો જન્મ થયો છે. જેને લઈને ગઈકાલે સોશિયલ મિડિયાના બધા જ પ્લેટફોર્મ્સ અનુષ્કા અને વિરાટને આપવામાં આવતી શુભકામનાઓથી છલકાઈ ગયા હતા. અત્યાર સુધી પાપારાઝી કરીનાના પુત્ર તૈમુરની તસ્વીરો લેવા પડાપડી કરતી હતી અને હવે અનુશ્કા અને વિરાટની દીકરીની તસ્વીરો લેવા પાપારાઝી તલપાપડ થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ