જલ્સા કરોને જેંતીલાલ

વજન વધ્યા પછી કરીના કપૂર આટલી જલદી વજન કેવી રીતે ઘટાડી લે છે, જાણો કરીનાના ડાયટ તેમજ ફીટ બોડીના રહસ્ય વિશે

જ્યારે વાત ફિટનેશની આવે છે ત્યારે સૌથી પહેલાં બોલીવૂડ એક્ટ્રેસ કીરના કપૂર ખાનનું નામ યાદ આવે છે. પછી ઝીરો ફીગરની વાત હોય કે પ્રેગ્નન્સી બાદ પાછા શેપમાં આવવાની વાત હોય, કરીના કોઈ ટ્રેંડસેટરથી ઓછી નથી. તમારા મનમાં પણ એ પ્રશ્ન આવતો હશે કે છેવટે 38 વર્ષીય એક્ટ્રેસના ફીટ ફીગર અને ચમકતી સ્કિનનું રહસ્ય શું છે. તો ચાલો જાણીએ કીરનાના ડાયેટ અને તેના ફિટનેસ રૂટીનમાં શેનો-શેનો સમાવેશ થાય છે તે વિષે.

image source

ફીટનેસ માટે વર્કાઉટ – કરીના કપૂર ખાન ફિટનેસના મામલામાં નવી પેઢીની એક્ટ્રેસીસને પણ કમ્પિટિશન આપી શકે છે. તેણી પોતાને ફીટ રાખવા માટે સીડીઓ ચડવા-ઉતરવાથી લઈને પિલાટેસ પણ કરે છે. આ ઉપરાંત તેણી અઠવાડિયાના કેટલાક દિવસો યોગા તેમજ મેડિટેશન પણ કરે છે. કરીના અઠવાડિયામાં છ દિવસ એક્સરસાઇઝ કરે છે અને રવિવારે આરામ લે છે.

image source

મખાના તેનો મનપસંદ નાશ્તો છે – બેબો જ્યારે પણ શૂટિંગ કે પછી કામ માટે બહાર જાય છે ત્યારે પોતાના ડબ્બામાં મખાને જરૂર રાખે છે. મખાનામાં ફાઇબર વધારે હોય છે અને કેલોરી ઓછી હોય છે અને તેને ખાવથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. મખાના મેગ્નેશિયમથી ભરપૂર અને હૃદય માટે સારું માનવામાં આવે છે. આ ઉપરાંત તે એન્ટી-એજિંગ ઇન્ઝાઇમ્સ યુક્ત હોય છે. કરીના મખાનાને રોસ્ટ કે બેક કરી તેના પર મીઠુ ભભરાવીને ખાવાનું પસંદ કરે છે.

ભોજનનું ટાઇમીંગ જાળવી રાખે છે

image source

કરીના પોતાના દિવસની શરૂઆત પલાળેલી બદામ અને કેળાથી કરે છે. તેણી નાશ્તા બાદ જીમ જાય છે. બેબો પોતાનું લંચ દિવસના 12 વાગ્યે કરવાનુ પસંદ કરે છે જેથી કરીને તેનો ખોરાક સારી રીતે પચી જાય. શાકાહારી હોવાના કારણે તેણી લંચમાં ક્યારેક દહીં- ભાત તો ક્યારેક દાળ, શાક, રોટલી,સલાડ વિગેરે ખાવાનું પસંદ કરે છે. બપોરે 2-3 વાગે તેણી ફળનું સેવન કરે છે. કરીના ખાવા-પીવાની ખૂબ શોકીન છે, પણ તેણી પોતાનો ખોરાક પોતાની ફીટનેસને ધ્યાનમાં રાખીને જ લે છે. ડિનરમાં તેણી ક્યારેક પુલાવ-રાયતુ, ફુદીના કે પાલકની રોટલી અને દહીં કે પછી ક્યારેક, દાળ, શાક, રોટલી લેવાનું પસંદ કરે છે.

ચા કે કોફીનું સેવન નથી કરતી કરીના

image source

કરીના સાંજે ચા કે કોફીની જગ્યાએ મોસમી ફળો કે પછી મિલ્કશેક લેવાનું પસંદ કરે છે. તેની સાથે સાથે તેણી ક્યારેક ક્યારેક રોસ્ટ કરેલો ચેવડો લેવાનું પણ પસંદ કરે છે. જો કોઈ સારા મોસમી ફળ ન મળે તો તેણી તેની જગ્યાએ લીંબુ પાણી, છાશ, લસ્સી કે પછી નારિયેળ પાણી પી લે છે. તે તેણીને આખો દિવસ હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે.

હળદરવાળુ દૂધ ચોક્કસ પીવે છે

image source

કરીના રાત્રે સુતા સમયે પહેલાં દૂધમાં હળદર અને ચપટી જાયફળ નાખીને પીવે છે. તે તેની ઇમ્યુનિટી મજબૂત બનાવે છે અને ઇન્ફેક્શનથી લડવામાં પણ મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version