જલ્સા કરોને જેંતીલાલ

કરિનાએ કરિશ્મા સાથેની થ્રો બેક તસવીર કરી શેર, ઓળખવામાં થાપ ખાઇ જશો તમે પણ

કરીના-કરિશ્માની થ્રો બેક ફોટો

કરીનાએ બહેન કરિશ્મા સાથેની શેર કરી થ્રો બેક ફોટો, કપૂર સિસ્ટર્સને ઓળખવા થયા મુશ્કેલ

image source

દેશમાં કોરોના વાયરસ લોકડાઉન(COVID-19 Lockdown)ના કારણે આવા દિવસોમાં કેટલાક સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસ સાથે જોડાયેલા છે. કરીના કપુર (kareena Kapoor) પણ કઈક આમ જ કરતા જોવા મળી રહી છે, કરીનાએ જ્યારથી ઇન્સટાગ્રામ ડેબ્યુ કર્યું છે ત્યારથી કરીના સતત પોતાની, પોતાના દીકરા તૈમુર (Taimur Ali Khan) અને પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ફોટોઝ શેર કરતી રહે છે.

આ બધાની વચ્ચે કરીના દ્વારા શેર કરવામાં આવેલ એક ફોટો ખુબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેની સાથે તેની મોટી બહેન કરિશ્મા કપૂર (Karishma Kapoor) પણ જોવા મળી રહી છે. ખરેખરમાં, આ કરિશ્મા અને કરીનાની નાનપણની ફોટો છે જેને કરીના કપૂરે પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર શેર કરી છે. આ ફોટોમાં કરીના આગળ ઉભી છે અને કરિશ્મા કરીનાને પકડેલ પાછળ ઉભી છે. આ ફોટોમાં કરિશ્માને તો ઓળખી શકાય છે પરંતુ કરીનાને ઓળખવી થોડી મુશ્કેલ છે.

કરીનાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખે છે કે, ‘આપ નાનપણની કઈ વાતો ભૂલી શકો છો.’ કરીનાની આ ફોટો તેમના ફેંસને ખુબ પસંદ આવી રહી છે અને તેઓ કમેન્ટ્સ દ્વારા ફોટો પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

ફોટોમાં કરિશ્મા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે, જેમાં તેઓ ગાઉનમાં જોવા મળી રહી છે., ફોટો જોઇને લાગી રહ્યું છે જેમ કે, તેઓ કોઈ પાર્ટીમાં જવા માટે તૈયાર છે, પરંતુ આગળ ઉભી રહેલ કરીના ખુબ જ સિમ્પલ લુકમાં છે.કરીનાએ ફોટોમાં એક ફ્રોક પહેરી રાખ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે, કરીના અને કરિશ્મા એકબીજાની કેટલા નજીક છે. તેની સાબિતી આ ફોટોથી ફરી એકવાર મળી ગઈ.

image source

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કરીનાની ઈરફાન ખાન સાથે ને ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ માં જોવા મળી હતી. દર્શકોએ ફિલ્મને ઘણી પસંદ પણ કરી હતી. પરંતુ કોરોના વાયરસ ના કારણે ચાલી રહેલ લોકડાઉનના લીધે ફિલ્મ ઉમ્મીદથી ઓછું પરફોર્મ કરી શકી. ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ પહેલા કરીના કપૂરની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં દર્શકોની સામે આવી હતી જે એક શાનદાર મુવી હતી અને બોક્સઓફીસ પર મુવીએ સારી કમાણી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version