કરીના કપૂર અને સૈફ અલી ખાનના “પટૌડી પેલેસ” ની આ ખાસ વાતો બહુ ઓછા જાણે છે ! જુઓ તસ્વીરો સાથે

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાન સિનેમા જગતના એ મુકામ પર પહોંચી ચૂક્યા છે, જ્યાં તેમને એક સફળ અભિનેતા અને અભિનેત્રી કહી શકાય છે. જોકે કરીના કપૂર અને સૈફ અલી ખાન ની સફળતા ની વાર્તા હજી સુધી થોભી નથી.

image source

હા, તે લોકો હવે એક નવા પેદાન પર પહોંચી ચૂક્યા છે. કરીના કપૂરે બોલીવુડ માં મેટરનીટી પછી કમબેક કર્યુ છે જ્યારે સૈફ અલી ખાન હવે ખાલી ગંભીર ભૂમિકાઓ તરફ જ ધ્યાન આપી રહ્યા છે. ત્યાંજ કરીના અને સૈફ નો દીકરો તૈમૂંર પણ બોલીવુડ નો સૌથી પોપ્યુલર સ્ટાર કીડ બની ચૂક્યો છે.

image source

આપને જણાવી દઈએ કે દીકરા તૈમૂંર અલી ખાન સાથે કરીના અને સૈફ મુંબઈ માં રહે છે. પણ, શિયાળો આવતાંની સાથેજ રજાઓ માણવા માટે સૈફ અને કરીના પોતાના દીકરા તૈમૂંર સાથે થોડા દિવસો માટે હરિયાણાના ગુરુગ્રામ માં આવેલ પોતાના વિશાળ મહેલ અને પૂર્વજ ઘર ‘પટૌડી પેલેસ’ જરૂર જાય છે.

image source

આપ સૌને જાણીને ખૂબ નવાઈ લાગશે કે સૈફ અને કરીના નું આ પેલેસ 800 કરોડ રૂપિયા કીંમત નું છે.

image source

પટૌડી પેલેસ ની ખાસિયતો અહીંયા પૂરી નથી થઈ જતી. પટૌડી પેલેસની પોતાની ઘણી બધી ખાસિયતો છે.

image source

1. આપને જણાવી દઈએ કે આજે પણ આ પેલેસમાં સૈફ અલી ખાન ની માતા શર્મિલા ટાગોર અને તેમની બહેન સબા અલી ખાન રહે છે.

image source

સૈફ અને કરીના પોતાની મા શર્મિલા ને મળવા પટૌડી પેલેસ આવતા રહે છે. શર્મિલા ટાગોર પણ પોતાની વહુ કરીના અને દીકરા સૈફ ને મળવા માટે મુંબઈ જતાં હોય છે.

image source

2. પટૌડી પેલેસ, 1900 માં સૈફ અલી ખાનના દાદાજી ઈફ્તીખાર અલી ખાને બનાવડાવ્યું હતું. ત્યારે એને રોબર્ટ ટોર રસેલે ડિઝાઇન કર્યું હતું. એના પછી આ પેલેસ મંસૂર અલી ખાન પાસે આવી ગયું.

image source

નોંધપાત્ર છે કે મંસૂર અલી ખાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રહી ચૂક્યા છે અને તે પટૌડી ના છેલ્લા નવાબ પણ હતા.

image source

મંસૂર અલી ખાન પછી એમના દીકરા સૈફ અલી ખાન ને તેમની ગાદી પર બેસાડવામાં આવ્યા તો ખરા પણ, એ પોતાના નામની આગળ નવાબ ના જોડી શક્યા.

image source

3. આ પેલેસ વર્ષ 2005 સે 2014 સુધી નીમરાના હોટલ પાસે હતું. પણ પછી સૈફ અલી ખાને એને રિનોવેટ કરાવ્યું.

image source

હવે આ પેલેસમાં શર્મિલા ટાગોર પોતાની દીકરી શબા સાથે રહે છે. ‘જીક્યૂ’ મેગેઝિનના રિપોર્ટ મુજબ આ પેલેસમાં 150 રૂમો (ઓરડા) છે.

image source

એમાં 7 ડ્રેસિંગ રૂમ્સ, 7 બીલીયર્ડ રૂમ્સ, અને કેટલાક મોટા લિવિંગ રૂમ્સ છે. એની સાથેજ આ પેલેસમાં 7 મોટા મોટા બેડરૂમ્સ અને ડાઇનિંગ રૂમ્સ છે.

image source

4. આ પેલેસમાં હોલીવુડ એક્ટ્રેસ Julia Roberts ની ફિલ્મ “Eat Pray Love” નું શૂટિંગ થયું હતું. ખૂબ ઓછા લોકોને જાણ છે કે પટૌડી પેલેસમાં ફિલ્મ્સ જેમકે મંગલ પાંડે, વીર ઝારા, ગાંધી માય ફાયટર અને મેરે બ્રધરકી દુલ્હન ના શૂટિંગ થયા છે. આપને જણાવી દઈએ કે સૈફે આ પેલેસ ને ફરીથી સજાવવાનું કામ ઇન્ટિરિયર ડિઝાઇનર દાર્શની શાહને સોપ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ