કરીનાનો મેકઅપવાળો લૂક જેટલો વાયરલ નથી થયો તેટલો મેકઅપ વગરનો લૂક વાયરલ થઈ રહ્યો છે !

સામાન્ય રીતે આપણને સેલિબ્રિટિઝ હંમેશા ટીપટોપ થયેલા જ જોવા મળે છે. એટલે કે તેઓ હંમેશા જાહેરમાં ફુલ મેકઅપ અને સુંદર બ્રાન્ડેડ વસ્ત્રોમાં જ જોવા મળે છે. પણ જ્યારે ક્યારેય પણ આ સેલિબ્રિટિઝ આપણને ઓછા મેકઅપ અથવા તો નો મેકઅપ લૂકમાં જોવા મળે છે ત્યારે એક ન્યૂઝ બની જાય છે.


તાજેતરમાં કરીના કપૂર સાથે પણ તેવું જ થયું છે. હાલ તેણી લંડનમાં ફેમિલિ સાથે રજાઓ ગાળી રહી છે. અને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટથી લોકોને અપડેટ આપતી રહે છે. તાજેતરમાં તેણીએ પોતાનો નો-મેકઅપ લૂક પોતાના ઇન્સ્ટા અકાઉન્ટથી પોતાના ફેન્સ સાથે શેયર કર્યો હતો.

આજે ફિલ્મી કે પછી કોઈ પણ ક્ષેત્રના સેલિબ્રિટીઝ બોલ્ડ થઈ ગયા છે તેમને સામાન્ય રીતે પોતાના કામથી તેમજ પોતાની ઇમેજથી જ મતલબ હોય છે. આ ઉપરાંત તેઓ પોતાની રીતે હવે પોતાના જ સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા પોતાનો એક નવો જ અંદાજ બતાવતા થયા છે. ઘણીવાર સેલિબ્રિટિઝ પોતાના સામાન્ય દેખાવને પણ શેયર કરતાં થયા છે.


પણ કરીનાની આ મેકઅપ વગરની તસવીર તો જાણે આગની જેમ બધે ફેલાઈ ગઈ છે. હાલ પતિ સૈફ અલી અને દિકરા તૈમુર સાથે તેણી ક્વૉલીટી ટાઈમ પસાર કરી રહી છે. અને તેની આ રજાઓના ફોટો તેણી પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર અવારનવાર શેયર કરે છે.


બે ત્રણ દિવસ પહેલાં તેણીએ પોતાની મેકઅપ વગરની એક તસવીર શેયર કરી છે. આ ફોટામાં કરિના ચોક્કસ સુંદર તો લાગે જ છે પણ મેકઅપના કારણે જે ઉંમર છૂપાઈ જતી હોય છે તે દેખાઈ રહી છે. જેના કારણે તેને કેટલાક લોકો દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી હતી. જો કે સેલિબ્રિટિઝને આવી નેગેટીવ કમેન્ટ્સથી કોઈ જ ફરક નથી પડતો. બીજી બાજુ ઘણા બધા ફેન્સે તેના આ મેકઅપ વગરના લૂકને બિરદાવ્યો પણ છે અને નેગેટિવ કમેન્ટ્સ કરનારાને હડફેટે પણ લીધા છે.


તેનીની આ તસ્વિરમાં તેની આંગળી પરની એંગેજમેન્ટ રીંગે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સુંદર રીંગ છોટે નવાબ સૈફ અલિ ખાને તેની એંગેજમેન્ટ વખતે પહેરાવી હતી. તેણીની આ રિંગ પ્લેટિનમની છે જેમાં મોટો હીરો જડેલો છે. જે ખરેખર એક નવાબની પત્નીને શોભે તેવી રોયલ અને સોબર છે.


જો કે આ કંઈ પહેલીવાર નથી કે કરીનાએ પોતાની મેકઅપ વગરની તસવીર શેયર કરી હોય આ પહેલાં પણ તેણીએ ઘણીવાર વગર મેકઅપના ફોટોઝ પોતાના ફેન્સ સમક્ષ શેયર કર્યા છે. તેણી અવારનવાર પોતાની મોટી બહેન કરિશ્મા કપૂર સાથેની તસ્વીરો પણ શેયર કરે છે અને ઘણીવાર તે બન્ને એક સાથે મેકઅપ વગર જોવા મળી છે.


તેણી જ્યારે ક્યારેય પણ ક્યાંય પણ રજા ગાળી રહી હોય ત્યારે મેકઅપ વગર જ ફરવાનું પસંદ કરે છે. હાલ સૈફ અલી ખાન તેની આવનારી ફિલ્મ ‘જવાની જાનેમન’ના લંડન ખાતેના શૂટિંગમાં વ્યસ્ત છે. તેને કંપની આપવા માટે બન્ને મા-દીકરો ત્યાં પહોંચી ગયા છે.


કરીના પોતાની સાથે સાથે પોતાના ક્યૂટ દીકરા તૈમુરની તસ્વીરો પણ શેયર કરે છે. આ ઉપરાંત પાપારાઝીઓ જેમ પ્રિન્સેસ ડાયનાની પાછળ હંમેશા પડેલા રહેતા હતા તેવી જ રીતે તૈમુરની પાછળ પણ હોય છે અને તેની ઘરની બાલકનીમાં જાંખીને પણ તેની તસ્વીરો લેવાનું તેઓ ચૂકતા નથી.


આમ, મિડિયાએ તૈમુરને તેને કંઈ સમજ પડે તે પહેલાં જ સ્ટાર બનાવી દીધો છે. હાલ કરીના કપૂર ઝી ટીવી પર એક ડાન્સ રિયાલીટી શો હોસ્ટ કરી રહી છે અને વચ્ચે વચ્ચે પોતાના ફેમિલિ સાથે સમય પણ પસાર કરવાનું ચૂકતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ