જલ્સા કરોને જેંતીલાલ

ડિપ નેક બ્લાઉઝ પહેરીને કરિના સ્ટેજ પર ચાલી લટક-મટક, જોઇ લો વિડીયોમાં તમે પણ

મનિષ મલ્હોત્રાના ફેશન શો માટે કાર્તિક-કરિનાએ રોયલ અંદાજમાં કરી રેમ્પ વૉક, વાયરલ થઈ રહી છે આ વિડિયો

image source

જાણીતી અભિનેત્રી કરિના કપૂર ખાન અને તાજેતરમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા કાર્તિક આર્યાને એક સાથે રેંપ વૉક કરીને ઇન્ટરનેટ જગતમાં તહેલકો મચાવી દીધો છે. આ બન્નેની રેમ્પ વૉકની તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વિડિયોમાં કરિના કપૂર અને કાર્તિક આર્યાન અત્યંત આકર્ષક લાગી રહ્યા છે.

image source

આ ફેશન શોનું આયેજન મનિષ મલ્હોત્રા દ્વારા હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું હતું. ફેશન શોમાં કાર્તિક અને કરીનાએ દીગ્ગજ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામા આવેલા વ્હાઇટ આઉટફિટ પહેર્યા હતા.

image source

હાલ આ ફેશન શોની તસ્વીરો તેમજ વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કરીના કપૂર વ્હાઇટ રંગના લહેંગામાં અત્યંત આકર્ષક લાગી રહી હતી તો વળી કાર્તિક આર્યાન પણ વ્હાઇટ શોર્ટ કુર્તા પાયજામામાં ગજબનો હેન્ડસમ લાગી રહ્યો હતો.

image source

કરીનાએ આ લૂકમાં પોતાના વાળને શોર્ટ રાખ્યા હતા જે હેરસ્ટાઇલ તેના પર ખૂબ જ સૂટ થઈ રહી હતી. કરીના અને કાર્તિકના આ વિડિયો પર લોકોએ ખૂબ કમેન્ટ કરી છે અને તેને હજારો વાર લાઈક પણ કરવામાં આવી છે. કોઈ યુઝરે કમેન્ટ કરી કે ‘તમે બન્ને એક બીજા સાથે ઘણા ક્યૂટ લાગી રહ્યા છો, પણ છે તો છેવટે સાસૂ માં !’ આમ તેમના ફેન્સે તેમને કોઈને કોઈ રીતે ટ્રોલ પણ કર્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે કરીના અને કાર્તિક એકબીજા સાથે જોવા મળ્યા હોય. આ પહેલાં પણ તે બન્નેને સોશિયલ મિડિયા યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે જ્યારે કાર્તિક કરીનાના રેડિયો ચેટ શો પર આવ્યો હતો ત્યારે કરીના સાથેની કાર્તિકે પોતાની એક સેલ્ફી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. ત્યારે તેણે એક હાર્ટ ઇમોજીની સાથે લખ્યું હતું, ‘યે ઇશ્ક હાય’

અને આ પોસ્ટ પર પણ લોકોએ જાત જાતની કમેન્ટ કરીને તેને ટ્રોલ કર્યો હતો. કોઈકે લખ્યુ હતું કરીના તેની સાસુ છે. આ ફોટા ઉપરાંત કાર્તિક અને કરીનાને તે સમયે પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા જ્યારે એક ઇવેન્ટ દરમિયાન થોડો સમય કાઢીને તેઓ એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા હતા. જેની વિડિયો કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જો કે લોકોને તે બન્નેનો આવી રીતે સમય પસાર કરવો નહોતો ગમ્યો. કોઈકે કરીનાને યુવાન એક્ટર સાથે ફ્લર્ટ કરવા માટે ટ્રોલ કરી હતી. જો કે સ્ટાર્સને પોતાના ટ્રોલર્સના કંઈ પણ કહેવાથી કોઈ જ ફરક નથી પડતો. તેઓ પોતાની મસ્તીમાં જ જીવવાનું પસંદ કરે છે.

image source

કાર્તિક આર્યાન માટે આ એક નસીબવંતો અવસર ગણાવી શકાય કારણ કે આજે કરિના કપૂર એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે ભલ ભલા અભિનેતાઓ તેની સાથે સ્ક્રિન શેર કરવાની ઇચ્છા સેવતા હોય તેવા સમયે કાર્તિકને આ બીજી વાર કરીના સાથે રેમ્પ વૉક કરવાનો મોકો મળ્યો છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યાન કરીનાનો ફેન પણ છે જે તે ઘણીવાર ઇન્ટર્વ્યૂઝમાં કહી ચુક્યો છે.

તો વળી તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પણ કહી શકાય કે તે કરીના કપૂર પર કંઈક વધારે જ ફીદા છે. કારણ કે જ્યારે ક્યારેય પણ તેને કરીના સાથે સ્ક્રીન કે પછી સ્ટેજ શેર કરવાનો મોકો મળે તે પોતાની યાદગાર ક્ષણ પોતાના ફેન્સ સાથે શેર કરવાનું જરા પણ નથી ચૂકતો. હવે લોકો એ રાહ જોઈ રહ્યા છે કે ભવિષ્યમાં તે બન્ને કોઈ ફિલ્મમાં એક સાથે એકબીજાની ઓપોઝીટ જોવા મળશે કે નહીં.

આ બન્નેના ફ્યુચર પ્રોજેક્ટ્સની વાત કરીએ તો બન્ને પોતાની આવનારી ફિલ્મેમાં વ્યસ્ત છે. કાર્તિક હાલ પોતાની આવનારી ફિલ્મ લવ આજ કલ 2નું પોતાની સહ અભિનેત્રી સારા અલિ ખાન સાથે પ્રમોશન કરી રહ્યો છે. તો કરીના કપૂર આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version