કરીના કપૂર ખાન અને કપિલ દેવ રિયાલીટી શોમાં મળ્યાં અને કરી જોરદાર બલ્લેબાજી…

સાડી પહેરીને કરીના રમી ક્રિકેટ ! ડાન્સ રિયાલીટી શોના પ્રોમોશનમાં કપિલ દેવ સાથે જજ તરીકે બહુ જલ્દી નજર આવશે… કરીના કપૂર ખાન અને કપિલ દેવ રિયાલીટી શોમાં મળ્યાં અને કરી જોરદાર બલ્લેબાજી…


છેલ્લા કેટલાય સમયથી ઝીરો ફિગરથી સૌની માનીતી થઈ ગયેલ કરીના કપૂર ખાન મા્તા બન્યા બાદ પોતાનો સંપૂર્ણ સમય દીકરા તૈમૂરને આપી રહી છે. પુત્રના ઉછેરમાં કોઈ જ ઊણપ ન રહે અને તેનું બાળપણ તે મોજથી માણી શકે તે માટે પોતાનું હાઈએસ્ટ સ્ટારડમવાળું કેરિયર પણ તેણે મૂકીને માત્ર પરિવાર સાથે જ સમય ગાળવામાં વીતાવ્યો હતો. જોકે ફિલ્મી પડદે તે નહોતી દેખાતી તેમ છતાં તેના ફેન્સ માટે પરિવાર સાથે, પતિ સૈફ અલિ ખાન સાથે અને દીકરા તૈમૂર સાથેના ફોટોઝ અવારનવાર તેના સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા હતા. તેના વીડિયોઝ અને ફોટોઝને ફેન્સ ખૂબ પસંદ કરતા અને તે વાઈરલ પણ ખૂબ જ થતા હતા. હવે, તે ફરીથી પર્સનલ લાઈફમાંથી બહાર આવીને લાઈમ લાઈટમાં ઝળકી રહી છે, અને લાંબા સમય બાદ એક રિયાલીટી શોમાં જજ તરીકે દેખાશે તેવા સમાચાર છે. ક્રિકેટનો રોમાંચ ડાન્સના સ્ટેજ ઉપર ઊભો થશે એવું લાગે છે.

ઝી. ટી.વી.એ ઓફિશિયલ પ્રોમો મૂક્યો છે ટ્વીટર ઉપર…


મેક અપ વિના પણ એટલીજ ખૂબસૂરત લાગે છે કરીના, જેને આપણે ઘણાં વખત પછી ટીવીના પડદે જોઈ રહ્યાં છીએ એવા ઝી. ટી.વી.ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર થયેલ એક પ્રોમો વીડિયોમાંથી જાણવા મળ્યું છે. આપણને જાણીને નવાઈ લાગશે કે અભિનયના ચમકારા બતાવ્યા બાદ કરીના સ્પોર્ટ્સમાં પણ એટલો જ રસ લે છે. તે કપિલ દેવની સાથે આગામી ડાન્સ ઇન્ડિયા ડાન્સના મંચ ઉપર કપિલ દેવની બોર્લિંગ ઉપર તેણે ચોક્કા છગ્ગા માર્યા છે!

આ શોમાં કરીનાએ સાડી પહેરીને ઉપાડ્યો છે ક્રિકેટ બેટ…


આગામી ડાન્સ ઇન્ડિયા ડાન્સના એપિસોડમાં કપિલ દેવ ખાસ મહેમાન તરીકે આવનાર છે ત્યારે લાંબા અંતરાલ બાદ કરીના કપૂર ખાન આના રેગ્યુલર જજ તરીકે પોતાની ખાસ સ્ટાઈલમાં જજ્મેન્ટ્સ આપતી દેખાય છે. આ વખતનો એપોસોડ એટલે પણ ખાસ છે કે તે માત્ર અભિનેત્રી તરીકે જ નહીં પણ ખિલાડી પણ બની શકી હોત એવો ખુલાસો થયો છે! તેણે ગુલાબી રંગની ડિઝાઈનર સાડી પહેરીને પણ લેજેન્ડરી ક્રિકેટર કપિલ દેવ સાથે ક્રિકેટ રમી અને બાઉન્ડરી બહારના સોર્ટ્સ માર્યા છે. ત્યાર બાદ કરીનાએ પણ કપિલ માટે બોર્લિંગ કરી અને અંતે તે બેટ ઉપર કપિલ દેવનો ઓટોગ્રાફ લેતી હોય એવું પણ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે.

આ એપિસોડ રહેશે રસપ્રદ, કપિલની નવી ફિલ્મની વાતો મળશે જાણવા…


કરીના અને ડાન્સના કલાકારોને માણવાની સાથે આ વખતનો એપિસોડ એટલે પણ ખાસ હશે કે ૧૯૮૩માં જીતેલ વર્લ્ડ કપને આધારે કપિલ દેવના જીવન પર બની રહેલ ફિલ્મ ‘૮૩’ વિશે પણ રોચક વાતો જાણવા મળશે. આપને જણાવીએ કે આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં કપિલ દેવનો રોલ રણવીર સિંઘ કરી રહ્યો છે. ૮૩ના સમયમાં જે ક્રિકેટનો માહોલ હતો અને જે જુસ્સો હતો એવો રોમાંચ ફરીથી ખડો થશે, એવું આ વીડિયો જોઈને લાગી રહ્યું છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ