કરીના કપૂરનું આ ડાયેટ અપનાવીને તમારું વજન અઠવાડિયામાં જ ઘટવા લાગશે

કરીના કપૂરનું આ ડાયેટ અપનાવીને તમારું વજન અઠવાડિયામાં જ ઘટવા લાગશે

કરીના કપૂર એક જાદૂઈ ફીગર ધરાવે છે. તે મન ફાવે ત્યારે વજન ઘટાડી શકે છે અને મન ફાવે ત્યારે વજન વધારી શકે છે. આજકાલ કરીના કપૂર પોતાની અક્ષય કુમાર સાથે આવનારી ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્નમું એક ગીત છે ‘દીલા દે ઘર ચંડીગઢ મેં’ જેમાં પર્ફેક્ટ લૂક મેળવવા માટે કરીનાએ રુજુતા દિવેકર દ્વારા તૈયાર કરી આપવામાં આવેલા ડાયેટને ફોલો કર્યું હતું અને તેને અનુસરવાથી જ તેણી ફરી પાછી સ્લિમ ટ્રીમ થઈ ગઈ હતી.

image source

શું તમે પણ તેણીનો આ ડાયેટ પ્લાન જાણવા માગો છો ? તમને જણાવી દીએ કે આ ડાયેટ દ્વારા કરીનાએ માત્ર એક જ અઠવાડિયામાં વજન ઘટાડ્યું હતું. અને તેના પ્રતાપે જ તેણી ગુડ ન્યૂઝ ફિલ્મના ગીત ‘દીલા દે ઘર ચંડીગઢ…’માં સુપર એટ્રેક્ટિવ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે તેણીનો આ ડાયેટ પ્લાન સેલિબ્રિટી ન્યુટ્રીશનિસ્ટ રુજુતા દિવેકરે તૈયાર કર્યો હતો અને તેને તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ફેન્સ માટે પણ શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

રુજુતા દિવેકર કરિનાકપૂર, અનિલ અંબાણી, આલિયા ભટ્ટ, વરુન ધવન, સૈફ અલી ખાન, અનુપમ ખેર કરિશ્મા કપૂર, રિચા ચઢ્ઢા ઉપરાંત પણ ઘણા બધા સેલેબ્રીટીની ન્યુટ્રીશનિસ્ટ છે. તેણીએ ડાયેટ પર ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. વાસ્તવમા તેણી લોકોની જરૂરિયાત પ્રમાણે અને તેમના શારીરિક સ્વભાવ પ્રમાણે તેના ક્લાયન્ટના ડાયેટ પ્લાન નક્કી કરે છે. તાજેતરમાં કરીના કપૂરને ફિલ્મ ગુડ ન્યૂઝ માટે એક ગીતનું શૂટીંગ કરવું હતું પણ તે પહેલા તેણી પોતાના વજનને ઓર વધારે ઘટાડવા માગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) on

તેણીએ આ ડાયેટ પ્લાન શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું છે, “શું તમે પણ કરીનાની જેમ ઝળકવા માગો છો તો આ અત્યંત સાદો ડાયેટ પ્લાન ફોલો કરો. જ્યારે જ્યારે તમે કરીનાને આવી રીતે સ્ક્રીન પર ઝળકતી જોતા હશો ત્યારે ત્યારે તમને વિચાર આવતો હશે કે આ ખાઈ છે શું, તો હું તમને જણાવું કે તે શું ખાય છે. આ એજ ચોક્કસ મિલ પ્લાન છે જે કરીનાએ આ ગીતનું શૂટ કરવા જઈ રહી હતી તેના અઠવાડિયા પહેલાં ફોલો કર્યું હતું.”

સવારે ઉઠીને

image source

સવારે ઉઠીને પલાળેલી કાળી કીશમિશ અને થોડું કેસર. તમને જણાવી દઈએ કે કીશમીશને એમનમ ખાવા ખરતાં તેને પલાળીને ખાવાથી તેના ગુણો ઉભરીને બહાર આવે છે જે તમારા શરીરને પણ લાભ પહોંચાડે છે. કિશમિશમાં વિટામિન્સ, મિનરલ્સ અને ભરપુર ઉર્જા હોય છે. તેમાં પોટેશિયમ, આયરન, વિટામિન તેમજ એન્ટી ઓક્સિડન્ટ્સ પણ હોય છે જે શરીરને ઘણી બિમારીઓથી દૂર રાખે છે.

સવારનો નાશ્તો

image source

સવારના નાશ્તામાં કરીના માટે પરોઠો અને ચટનીની સલાહ છે. પરાઠા અને ચટની ખવાથી પેટ ભરાઈ જાય છે અને આડું અવળું ખાવાની લાલચ પણ નથી થતી.

બપોરના ભોજન પહેલાં

બપોરના ભોજન પહેલાં કરિનાને રુજુતાએ નાળિયેર પાણી અને તેમાં એક ચપટી તુલસીના બીજ લેવાની સલાહ આપી હતી.

image source

તમને જણાવી દેઈએ કે તુલસીના બીજ વજન ઘટાડવામાં ખુબ જ મદદરૂપ છે. તુલસીના બીજને સબ્જાના બીજ પણ કહેવાય છે. તેમાં આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે જે તેમાં હાજર ઓમેગા-3 પેટી એસિડ્સના વધારે પ્રમાણના કારણે આવે છે. આ એસિડ શરીરમાં હાજર ફેટને બર્ન કરવામાં મદદ કરે છે.

બપોરનું ભોજન

image source

બપોરના ભોજનમાં કરીનાને દહીં અને ભાત અને સાથે પાપડની સલાહ આપવામાં આવી હતી. દહીં પેટના નુકસાનકારક બેક્ટેરિયાને મારે છે અને શરીરને પુરતું પોષણ પણ પુરુ પાડે છે તેમજ અપચો નથી થવા દેતું.

બપોરનો નાશ્તો

સાંજના નાશ્તામાં કરીશ્માને અખરોટ અને ચીઝ લેવાની સલાહ આપવામાં આવી હતી. અખરોટમાં શરીરને લાભ પહોંચાડતી ચરબી હોય છે, જે વજન વધારવાની જગ્યાએ તેને ઘટાડવામાં મદદ કરે છે.

image source

સાંજનો નાશ્તો

સાંજના નાશ્તામાં કરીનાને બનાના મિલ્ક શેકની સલાહ આપવામાં આવી હતી. કેળામાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે જે તેમાં હાજર ફ્રક્ટોજનના કારણે હોય છે. તેમાં કેલરી હોવાની સાથે સાથે ફાયબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે ધીમે ધીમે ખોરાકને પચાવીને ધીમે ધીમે એનર્જીને રીલીઝ કરે છે અને માટે જ ઘણા લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

રાત્રીનું ભોજન

image source

રાત્રીના ભોજનમાં દહીં તેમજ ખીચડી અથવા તો સૂરણની ટીક્કી તેમજ વેજ પુલાવ લેવાની સલાહ આપવામાં આવી હતી. વજન ઘટાડવા માટે તેમજ ડાયાબીટીસ માટે સુરણ એ યોગ્ય કંદમુળ છે. સુરણમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, મિનરલ, વિટામિન્સ અને ફાઇટોન્યૂટ્રિએન્ટનું યોગ્ય મિશ્રણ હોય છે. માટે તેને શરીર માટે ખુબ જ સ્વસ્થ માનવામાં આવે છે.

સૂતા પહેલાં

સૂતા પહેલાં જો ભૂખ લાગી હોય તો દૂધ અથવા તો બનાના મિલ્ક શેક.

image source

ઉપર જણાવ્યા પ્રમાણે કરીનાએ આ મિલ પ્લાનને સતત એક અઠવાડિયું ફોલો કર્યું હતું અને ત્યાર બાદ તેને સ્લિમ ટ્રીમ એટ્રેક્ટિવ બોડી મેળવી હતી. જે તમે આ સોંગમાં જોઈ જ શકો છો. જો તમે પણ આ મિલ પ્લાનને અનુસરો અને સાથે સાથે કરીનાની જેમ નિયમિત જીમાં પણ જશો તો તમે પણ ખુબ જ ઓછા સમયમાં કરીના જેવું ફીગર મેળવી શકશો.

image source

આ એક સંપુર્ણ ડાયેટ છે જેમાં કરીનાની ભુખ પણ સંતોશાય અને તેણીને દરેક પોષણ પણ મળી રહે તેનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. તેમાં પ્રોટિનથી લઈને વિટામિન્સ, કાર્બ્સ, કેલ્શિયમ અન્ય ખનીજતત્ત્વો વિગેરે પુષ્કળ પ્રમાણમાં છે. કરીના અઠવાડિયામાં માત્ર ચારથી પાંચ કલાક જ વ્યાયામ કરે છે. તમે પણ તેના આ રૂટીનને ફોલો કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ