શું કરીના ફરી આપશે ગુડ ન્યૂઝ! જાણો ‘બેબો’ શું બોલી ગઇ તેના બીજા બેબી પ્લાનિંગ વિશે..

કરીના કપૂર તેનું સેકન્ડ ચાઈલ્ડ પ્લાન કરી રહી છે?

image source

જાણો શું જણાવે છે કરીના પોતાના બીજા બાળક વિષે

કરીના કપૂર હાલ પોતાની ફિલ્મિ કેરિયરમાં ખુબ જ વ્યસ્ત છે. તેણી પોતાની કેરિયર તેમજ પોતાની પર્સનલ લાઈફમાં બેલેન્સ કરવાનું સારી રીતે જાણે છે.

તેણી અવારનવાર પોતાના દીકરા તૈમુર સાથે જાહેરમાં જોવા મળે છે અને તેમની એક એક તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ જાય છે.

image source

આજે સોશિયેલ મિડિયા પર તૈમુર અલિ ખાનનું એક ફેન પેજ પણ છે. કરીના કપૂર પોતાની પ્રેગ્નન્સી દરમિયાન તેમજ તૈમુરના જન્મ બાદના બોડી વેઇટ લૂસ માટે ખૂબ જ ચર્ચામાં રહી છે.

હાલ તેણી પોતાની આવનારી ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રમોશન માટે અક્ષય કુમાર તેમજ સાથી કલાકારો કીઆરા અડવાણી અને દલજીત દોસાંજ સાથે વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે.

ફિલ્મનું ટાઈટલ આપણે બધા જાણીએ છે તેમ બાળકના જન્મ પર છે અને આખી ફિલ્મની સ્ટોરી પણ બાળકના જન્મ આસપાસ જ ફરી રહી છે.

image source

અને આ દરમિયાન તેણીને એક પ્રશ્ન પુછવામાં આવ્યો કે શું તેણી અને તેના પતિ સૈફ અલિ ખાન બીજા બાળક મટે પ્લાનીંગ કરી રહ્યા છે કે નહીં ત્યારે તેણીએ કંઈક આમ જવાબ આપ્યો હતો.

તેણીએ આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ રીતે આપતા જણાવ્યું હતું, ‘અમારા બીજા બાળક સંબંધીત કોઈ જ ગુડ ન્યૂઝ નથી. હું અને સૈફ બન્ને અમારા દીકાર તૈમુર અલી ખાન સાથે ખુબ જ ખુશ છે. હાલ તો અમારું બીજા બાળક માટે કોઈ જ પ્લાનીંગ નથી. અમે બન્ને અમારાકામમા ખુબ જ વ્યસ્ત છે અને અમારી પ્રોફેશનલ તેમજ પર્સલન લાઈફમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

image source

તમને જણાવી દઈએ કે 20મી ડીસેમ્બરે તૈમુર અલીખાન પેતાનો ત્રીજો બર્થડે સેલિબ્રેટ કરશે.

અને તેના માતાપિતા કરીના અને સૈફે તેના માટૈ ચોક્કસ કંઈક ખાસ પ્લાન કર્યું હશે. થોડા દિવસ પહેલાં કરીનાએ પોતાના દીકરાના બર્થડે સેલિબ્રેશનના આયોજન વિષે ચોખવટ કરી હતી.

તેણીએ જણાવ્યું હતું કે તેઓ તૈમુર અલિ ખાનનો બર્થડે સેલિબ્રેટ કરવાના છે. તેણીએ જણાવ્યુ હતું કે તે અને સૈફ તૈમુર માટે સ્પેશિયલ પ્લાનીંગ કરી રહ્યા છે.

image source

તેણીએ જણાવ્યું હતું કે તૈમુરના બર્થડે પર તેઓ મુંબઈમાં જ રહેશે. વધારામાં તેણીએ કહ્યું હતું કે તેણી તે સમયે પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહી હશે અને સૈફ પણ મુંબઈમાં જ હાજર હશે.

અને તેમનું આયોજન આ દિવસે ફેમિલિ સાથે સમય પસાર કરવાનું છે. તેણીએ જણાવ્યું હતું કે તૈમુર પેતાના બર્થડે પર પોતીના 8-10 મિત્રો સાથે આનંદ કરશે.

કરીનાની પ્રોફેશનલ કેરિયરની વાત કરીએ તો તેણી હાલ ગુડ ન્યૂઝ ફિલ્મના પ્રમોશનમાં અત્યંત વ્યસ્ત છે. આ ફિલ્મ 27 ડીસેમ્બરે રિલિઝ થવા જઈ રહી છે.

image source

આ ફિલ્મમાં કરીનાનું પાત્ર એક આધુનિક ઇન્ડીપેન્ડન્ટ વુમનનું છે જેણીને ‘બેબી ફીવર’ છે. ત્યાર બાદ તેણી આમીર ખાન સાથે ફિલ્મ લાલ સિંઘ ચડ્ઢામાં જોવા મળશે.

આ ફિલ્મ હોલીવૂડની ક્લાસિક ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું જ એક એડોપ્સન છે. ફોરેસ્ટ ગમ્પ ફિલ્મમાં હોલીવૂડના દિગ્ગજ અભિનેતા ટોમ હેંક્સે અદ્ભુત અભિનય આપ્યો હતો.

image source

આ ફિલ્મમાં આમીર ખાન મુખ્ય પાત્ર કરી રહ્યો છે જ્યારે કરીના કપૂર તેનો લવ ઇન્ટ્રેસ્ટ છે. જો કે આ ફિલ્મમાં આમીરનો અદ્ભુત અભિનય જોવા માટે તમારે આવતા વર્ષની ક્રીસ્મસ સુધી રાહ જોવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ