જાણો – કરીના થી માંડીને ટાઈગર શ્રોફ સુધીના સેલિબ્રીટીઝના ટીશર્ટ ઉપર શું લખેલું હોય છે..

ફેશન આ એક એવી વસ્તુ છે જે આજકાલ લોકો બોલીવુડના કલાકારોને જોઈને વધુ ફોલો કરે છે. બોલીવુડની અનેક સેલિબ્રિટી એ જે પહેરે તે ફેશન બની જાય છે, અમુક વાર તેઓ એવા કપડાં પણ પહેરતા હોય છે કે તે બોલીવુડમાં ચર્ચાનો વિષય બની જાય છે.

image source

આજે અમે તમારી માટે એવી જ મજેદાર વાત લઈને આવ્યા છીએ જે બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવી હશે, આજે અમે બોલીવુડના એવા ફેમસ સેલિબ્રિટીની ટીશર્ટ વિષે જણાવીશું કે જે વાંચીને તમને હસવું તો આવશે જ સાથે સાથે તેઓની એ ટીશર્ટ પર લખેલ શબ્દો અને વાક્ય તેમની પર્સનાલિટી સાથે મેચ થાય છે કે નહિ તે પણ જાણવા મળશે.

image source

તો આજે આ લિસ્ટમાં સૌથી પહેલા છે કરીના કપૂર ખાન, કરીના કપૂરની અનેક સ્ટાઇલને અનેક યુવતીઓ ફોલો કરતી હોય છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો એમ તેમાં લખ્યું છે કે ‘Ok, but first coffee’ આના પરથી કરીના મેસેજ આપી રહી લાગે છે કે તારી બધી વાત બરોબર પણ પહેલા કોફી જોઈશે પછી બીજી વાત…

image source

તો બીજા ફોટોમાં તમે જોઈ શકો છો તેમ તેમાં લખ્યું છે કે ‘You can call me anything you want but just don’t call me early in the morning’, આમાં કરીના ચોખેચોખ્ખું સંભળાવી રહી છે કે તમારે મને જે રીતે બોલાવી હોય એ રીતે બોલાવો પણ જો સવાર સવારમાં મને બોલાવી તો મજા નહિ આવે, આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે કરીનાને પણ સવારમાં વહેલા ઉઠીને કામ કરવું પસંદ નથી.. મતલબ લેઝી કરીના…

image source

હવે આ લિસ્ટમાં નંબર છે જેકી શ્રોફના દીકરા ટાઇગરનો, ઘણીબધી યુવતીઓના દિલ પર રાજ કરતો ટાઇગર, જેની સ્ટાઇલના અને સ્ટન્ટના અનેક યુવાનો પણ ફેન છે. હમણાં થોડા સમય પહેલા ટાઇગર આ ટીશર્ટ પહેરેલો નજરે આવ્યો હતો તેની પર લખેલ છે કે ‘Last Clean Shirt’ મતલબ છેલ્લો ચોખ્ખો શર્ટ.

image source

શ્રીલંકાની બ્યુટી અને નટખટ અભિનેત્રી જેકલીન અવારનવાર અનેક ફિલ્મોમાં પોતાના ડાન્સ અને પોતાની એક્ટિંગથી અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે. હમણાં તે પણ આવી અવનવું લખાણ લખેલ ટીશર્ટ પહેરેલી નજરે ચઢી હતી. તેની એક ટીશર્ટ પર ‘I look better in a towel’ તો બીજી ટીશર્ટ પર ‘Pants are useless લખેલું હતું જાણે કે તે ટાઈટ પેન્ટ્સ પહેરીને કંટાળી ગઈ હોય એમ લાગી રહ્યું છે.

image source

ઈશા ગુપ્તા પણ આ બાકીના કલાકારની જેમ જ આવુજ અવનવું લખાણ લખેલ ટીશર્ટ પહેરેલી દેખાઈ હતી. ઈશાના પણ તમે અહીંયા જોઈ શકશો જેમાં એક પર ‘Let me ask my mom first’ એવું લખેલું હતું કેમ જાણે બધું જ કામ એ પોતાની મમ્મીને પૂછીને જણાવતી હશે. બીજી એક ટીશર્ટ પર ‘Me? Sarcastic? Never.’ લખેલું હતું તો અમુકવાર ‘Girls Can Do Anything’ એવું લખાણ પણ લખેલું જોવા મળ્યું હતું.

image source

ઉપરાછાપરી 6 ફિલ્મો હિટ પર હિટ આપનાર આયુષ્યમાન પણ હાલ ખુબ ચર્ચામાં રહે છે, થોડા સમય પહેલા એરપોર્ટ પર તે કેમેરામાં કેદ થયો હતો જેમાં તેની ટીશર્ટ પર આવું જ શોર્ટ વાક્ય લખેલું હતું. આજકાલ ફક્ત સ્ટાર્સ જ નહિ સામાન્ય લોકો પણ આવી ટીશર્ટના ખુબ દીવાના થઇ ગયા છે. જેમાં અપના ટાઈમ આયેગા થી લઈને બીજા એવા ઘણા બધા વાક્ય અને શબ્દો લોકોની ટીશર્ટ પર લખેલા હોય છે. જો તમારી પાસે પણ આવું કોઈ અવનવું લખાણ લખેલ ટીશર્ટ હોય તો તેનો ફોટો કોમેન્ટમાં મૂકી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ