કરિના લંડન ચાલી ફરવા સાથે છે બેસ્ટી અમૃતા અરોરા; હોલીડે મોમેન્ટસના સુપર્બ ફોટોઝ શેર કર્યા છે!…

કરિના લંડન ચાલી ફરવા સાથે છે બેસ્ટી અમૃતા અરોરા; હોલીડે મોમેન્ટસના સુપર્બ ફોટોઝ શેર કર્યા છે!

View this post on Instagram

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

કરિના કપૂર ખાન આ દિવસોમાં લંડનમાં તેમની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા સાથે રજાઓ ગાળી રહી છે. કરિના અને અમૃતા સોમવારે બંને સહેલીઓ એકસાથે મુંબઇના એરપોર્ટ પર નજરે પડ્યા હતાં. અમૃતા અરોરાએ તેમના સોશિયલ મીડિયા પર લંડન હોલીડે મોમેન્ટ્સના ખૂબ સુંદર ફોટોઝ શેર કર્યા છે. આ બંને સુપ્રસિદ્ધ અભિનેત્રી સહેલીઓને ફોટોમાં એકસરખા રંગના બ્લુ જીન્સ અને બ્લેક ટી-શર્ટમાં જોઈ શકાય છે. અમૃતાએ એ ફોટોઝ શેર કર્યા છે તેમાં તેઓ શોપિંગ કરતી દેખાઈ રહી છે.

View this post on Instagram

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

અમૃતા અરોરા અને કરિના ઘણાં વર્ષોથી પાકી બહેનપણીઓ છે. અમૃતાની મોટી બહેન મલ્લાઈકા સાથે તેઓ બંને પણ ઘણીવખત એક સાથે અવારનવાર પાર્ટી કરતા ફોટોઝ સોશિયલ મીડિયામાં દેખાતા હોય છે. તેમની સાથે કરિનાની મોટી બહેન કરિશ્મા પણ આ બેસ્ટ ફ્રેન્ડસની યાદીમાં સામેલ છે.

View this post on Instagram

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

ઘણીવાર તે પણ તેમની સાથે હોલીડેસ અને પાર્ટી કરે છે. ગયા વર્ષની તેમની માલદીવની ટ્રીપ તેમના ફેન્સ વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહી હતી. પરંતુ આ વખતે કરિના અને અમૃતા પોતાની મોટી બહેને સાથે લઈને નથી નીકળી.

View this post on Instagram

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

કરિના અને અમૃતા પાર્ટી કમ્પેનિયન તો છે જ પરંતુ તેઓ જિમ પાર્ટનર્સ પણ છે. તેઓના એક સાથે જિમીંગ કરતા ઘણા વિડિયોઝ વાઈરલ થયા છે.

View this post on Instagram

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

કરિનાના સૈફ અલી ખાન સાથેના લગ્ન થયા તે પહેલાં તેમનું ઝિરો ફિગર ખૂબ જ ચર્ચામાં હતું. સામાન્ય છોકરીઓ પણ તેમના જેવું ફિગર મેઈન્ટેન કરવા જિમીંગ અને એક્સરસાઈઝ કરવા પ્રેરાઈ હતી. આજે એક બાળકની માતા બન્યા પછી પણ તેમણે ફિગર અને હેલ્થ ખૂબ જ સારી રીતે જાળવી રાખી છે.

View this post on Instagram

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

માતા બન્યા બાદ ખાસા સમય સુધી તેઓ સિલ્વર સ્ક્રીનની દૂર રહીને દીકરા તૈમૂરની દેખરેખમાં જ સમય વિતાવે છે. તેમના પર્સનલ મોમેન્ટ્સના વિડિયોઝ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થાય છે અને ફેન્સ તેને ખૂબ જ પસંદ પણ કરે છે.

View this post on Instagram

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

કરિના કરિયર વિશેની વાત કરીતે તેના પ્રસંશકો માટે એક સારા સમાચાર છે તે બહુ જ જલ્દી એક ફિલ્મ સાઈન કરવા જઈ રહી છે. કરિનાની કમબેક ફિલ્મ ફરહાન અખ્તરના દિર્ગદર્શનમાં હશે એવું માનવામાં આવી રહ્યું છે. મળેલા સૂત્રો અનુસાર તેમને આપવાની ફી વિશેની વાતચીત ચાલી રહી છે, ‘ગુડ ન્યૂઝ’ જલ્દી જ મળશે એવું લાગે છે.

View this post on Instagram

A post shared by kareena k khan offical🔵 (@kareenakapoorkhanoffi) on

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ