જલ્સા કરોને જેંતીલાલ

આ શું? ભાઇના લગ્નમાં જવા કરીના એરપોર્ટ પર થઇ તૈયાર, અને VIDEO થઇ ગયો વાયરલ

ફોઈના ભાઈની રોકા સેરેમની માટે કરીના કપૂર એરપેર્ટ પર જ થઈ તૈયાર ! જુઓ તેનો રોકા લૂક

કરીના આજની એવી બોલીવૂડ સેલિબ્રિટિમાંની એક છે જે કોઈને કોઈ કારણસર મિડિયામાં છવાયેલી રહે છે તે પછી તેના લૂક માટે હોય તેનો દીકરો તૈમુર હોય કે પછી તેની ફિલ્મો હોય કે પછી તેનો પતિ હોય. કરીના કપૂર બોલીવૂડની ટાઇમલેસ બ્યુટી છે. છેલ્લા લગભગ બે દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને તેના જાદૂમાં જરા પણ જાંખપ નતી આવી. અને તે પોતાના ફેન્સને સતત પોતાની સાથે કોઈ પણ રીતે કનેક્ટ રાખે છે.

image source

તાજેતરમાં કરીના કપૂરનો એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને તે પસંદ પણ આવી રહ્યો છે. આ વિડિયોની ખાસિયત એ છે કે તેમાં તમને કરીનાને પોતાની ફોઈના ભાઈ અરમાન જૈનના રોકા માટે એરપોર્ટ પર જ તૈયર થતી જોઈ શકો છો. સામાન્ય રીતે કરીના સેટ પર અથવા તો પોતાની વેનિટી વેનમાં તૈયાર થતી જોવા મળી છે પણ આ વખતે મેકઅપનું લોકેશન બદલાતા આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

image source

હવે તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે કરીનાએ વળી એરપોર્ટ પર તૈયાર થવાની ક્યાં જરૂર છે. પણ હાલ કરીના પોતાની ફિલ્મોના શૂટિંગ તેમજ તેના પ્રમોશનના કારણે ખુબ જ વ્યસ્ત છે અને તેમાંથી માંડ સમય કાઢીને તેણી પોતાના કઝીન બ્રધર અરમાન જૈનના રોકામાં હાજરી આપવાની છે અને તેણી પાસે તૈયાર થવા માટે પુરતો સમય નહીં રહેતાં તેણી એરપોર્ટ પર જ તૈયાર થવા લાગી હતી અને તેની આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કરીનાને હેર અને મેકઅપ માટે બે મેકઅપ એન્ડ હેર આર્ટિસ્ટ તૈયાર કરી રહ્યા છે. કરીનાની આ વિડિયોને તેણીના ફેન ક્લબ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. વિડિયોમાં તેણી જણાવી રહી છે કે તેણી બેગલુરુના એરપોર્ટ પર મેકઅપ કરાવી રહી છે.

image source

અને છેવટે તેણી ઓન ધ ટાઈમ પોતાના પતિ સાથે ભાઈ અરમાન જૈનના રોકા સેરેમનીમાં પહોંચી જ ગઈ. કરીના કપૂરે એક સુંદર ડીઝાઈનર રેડ સલવાર સૂટ પહેર્યા છે. તેણી હંમેશને જેમ તેમાં આકર્ષક લાગી રહી છે. તેણી આ લૂકમાં બીલકૂલ ટ્રેડિશનલ લાગી રહી છે. તેણીએ માંગમાં સિંદૂર પુર્યું છે. અને લાંબા લાંબા ઇયરિંગ્સ પહેર્યાં છે. આ સેરેમનીમાં કરીના કપૂર પોતાના પતિ સૈફ અલિ ખાનના હાથમાં હાથ નાખીને જોવા મળી હતી.

image source

તમને જણાવી દઈએ કે રાજકપૂરની દીકરી, રણધીર અને રીશી કપૂરની બહેન રીમા જૈનના લગ્ન બિઝનેસમેન મનોજ જૈન સાથે થયા હતા અને તેમના દીકરાનું નામ અરમાન જૈન છે. અરમાન જૈન ભલે બોલીવૂડમાં કામ ન કરી રહ્યો હોય પણ તેનું એક મોટું બોલીવૂડ ફ્રેન્ડ સર્કલ છે જેમાં દીપીકા પદૂકોણ, રિતિક રોશન જેવા સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. તેની રોકા સેરેમનીમાં મોટી મોટી બોલીવૂડ હસ્તીઓએ હાજરી આપી હતી. અને તમને એ પણ જણાવી દઈએ કે અમિતાભ બચ્ચ્નની દીકરી શ્વેતા બચ્ચન નંદા તેની ભાભી થાય છે.

image source

અરમાન જૈનની રોકા સેરેમનીમાં રનબીર કપૂરની માતા નીતૂ કપૂર મનમૂકીને નાચ્યા હતા. તો અરમાન જૈન પણ ભાંગડાની તાલે ખૂબ નાચ્યા હતા. નીતૂ કપૂરે ડાર્ક ગ્રીન રંગનો સલવાર સૂટ પહેર્યો હતો તો ઋષિ કપૂર પણ મસ્તિના મૂડમાં જોવા મળ્યા હતા. ઋષિ કપૂરે પ્રસંગને અનુરૂપ કલરફૂલ મેજેન્ટા સૂટ પહેર્યો હતો.

image source

કરીનાની સાથે સાથે તેણીની માતા બબીતા, બહેન કરીશ્મા કપૂર અને તેના બન્ને સાંતાનોએ પણ ટ્રેડિશનલ આઉટફીટમાં હાજરી આપી હતી. તો વળી અરમાનની ભાભી શ્વેતા બચ્ચન તેમજ અનિલ અંબાણીની પત્ની અને પૂર્વ બોલીવૂડ એક્ટ્રેસ ટીના મૂનીમ પણ એક સાથે જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version